આ બોલીવૂડ અભિનેતાના પ્રેમમાં પાગલ છે સોનાક્ષી સિંહા,આ અભિનેતા માટે આજે પણ……

Boliwood

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં રહેલા દરેક સ્ટાર્સ પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના અંગત જીવનને લઈને મોટી હેડલાઇન્સ બનાવે છે,આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કલાકારો છે જે પોતાની લોકપ્રિયતામાં વધારો કરવા માટે સતત કોઈને કોઈ બાબતે મીડિયા સામે આવતા રહે છે,જેથી ચારેબાજુ તેમની ચર્ચાઓ થવા લાગે છે.અને આ દરેક સ્ટાર્સ માટે એક સામાન્ય બનત માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે કોઈ કલાકારની આગામી ફિલ્મ આવવાની હોય છે ત્યારે અમુક સમયે તે મીડિયા સામે આવતા હોય છે,જયારે મીડિયાની સામે આવે છે ત્યારે તેમના જીવનના ઘણા રહસ્યો પણ સાથે સાથે બહાર આવતા હોય છે.ખાસ કરીને દરેક વ્યક્તિ સ્ટાર્સના જીવન વિશે જાણવા માંગે છે.જયારે આ ફિલ્મી સ્ટાર્સ પણ પ્રેમ અફેરની બાબતમાં ઘણા આગળ પડતા રહ્યા છે.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવી રહ્યા છે,જે હાલમાં ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.જયારે ઘણા ઓછા સમયમાં સારી સફળતા પણ પ્રાપ્ત કરી છે.આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પણ બોલિવૂડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા છે.તાજેતરમાં જ સોનાક્ષી વિશે એક સમાચાર સામે આવ્યા હતા,જેમાં દરેક લોકોને ચોંકાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા જ બહાર આવ્યું હતું કે રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હાએ એક બીજાને ડેટ કરી રહ્યા છે,જયારે કેટલાક અહેવાલો મુજબ એવું પણ સામે આવ્યું હતું કે ફિલ્મ લૂટેરાના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેની નિકટતા વધારે વધી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ આ સમયે તે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.અને પ્રેમમાં પડી ગયા હતા.

જયારે આ બંને સ્ટાર્સ કેટલાક ઇવેન્ટ્સ પર સાથે પણ જોવા મળ્યા હતા.જયારે અમુક સમયે તો મીડિયાની સામે પણ આવી ગયા હતા.જયારે તેમના આ સબંધો અંગે વાત કરવામાં આવી ત્યારે તે એક સારા મિત્રો હોવાનું જણાવ્યું હતું.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે બંનેએ ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી હતી,પરંતુ અંગત કારણોથી તેમના આ સબંધોનો અંત આવ્યો હતો.

જ્યારે સોનાક્ષી પણ રણવીરને વધારે પ્રેમ કરતી હતી.આજે તે સમયને ઘણો સમય થઇ ગયો છે,જયારે સોનાક્ષી હાલમાં સિંગલ છે,જયારે તેમના પ્રેમી રણવીર સિંહ દીપિકા સાથે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા છે.અભિનેત્રી સોનાક્ષી અંગે વાત કરવામાં આવે તો ફિલ્મ દબંગથી સલમાન ખાન સાથે કરિયરની શરૂઆત કરી હતી.આજના સમયમાં તે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન એક એવો અભિનેતા છે જેણે સોનાક્ષીને ફિલ્મમાં લાવ્યો હતો.સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ દબંગ સુપરહિટ સાબિત થઈ અને આ ફિલ્મે સોનાક્ષીને રાતોરાત સ્ટાર પણ બનાવી હતી.આ પછી દબંગ 2 માં પણ સોનાક્ષી સિંહા ફરી જોવા મળી હતી.જે ફિલ્મ પણ ઘણી હીટ સાબિત થઇ હતી.

આ પછી તો અભિનેત્રી ઘણા અભિનેતાઓ સાથે કામ કરવા લાગી હતી,જયારે આજે સફળ અભિનેત્રી બની ગઈ છે.જેમ કે આર રાજકુમાર,લૂટેરા,રાઉડી રાઠોડ જેવી તો ઘણી હીટ ફિલ્મો આપી છે.આજે સોનાક્ષી બોલિવૂડની ટોચની અભિનેત્રી છે.તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *