આ મહીને વરસાદને લઈને હવામાન વિભાગે ગુજરાતમાં કરી મહત્વની આગાહી,આ વિસ્તારોમાં જોવા મળશે…

Uncategorized

રાજ્યમાં હાલ વરસાદ વિરામ લઇ રહ્યો હોય તેવું જોવા મળ્યું છે,જયારે અચનાક ફરી એકવાર ગરમીનો પારો ઉંચો જતો જોવા મળ્યો છે.આટલું જ નહિ પરંતુ હવામાન વિભાગે આશરે પાંચથી સાત દિવસ વરસાદ નહીવત રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે,જેમાં સમગ્ર રાજ્યના ખેડૂતો હાલમાં ચિંતામાં આવી ગયા છે.

જયારે બીજી બાજુ ભારતીય હવામાન એવું જણાવી રહ્યું છે કે જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ સમગ્ર દેશમાં જોવા મળી શકે છે.ખાસ કરીને હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે,અને તે ગત દિવસથી પડતો પણ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તર રાજસ્થાનમાં લૂની સ્થિતિ જોવા મળી શકે છે.

જયારે ગુજરાતની વાત કરવામાં આવે તો અહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે.જયારે રાજ્યના બાકીના વિસ્તારોમાં હાલ વરસાદ નહીવત જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જુલાઈમાં સામાન્ય 94 થી 106 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.પરંતુ હાલમાં તો વરસાદ પડ્યો નથી.

પરંતુ 8 જુલાઈ પછી સમગ્ર દેશમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે,આટલું જ નહિ પરંતુ ભારે અવર્સાદ પણ પડી શકે છે.હવામાન વિભાગે એવું જણાવી રહ્યું છે કે પંજાબ,હરિયાણા,ચંદીગઢ,દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ,ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હીટવેવની સ્થિતિ જોવા મળી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં દેશના સમગ્ર મેદાની વિસ્તારોમાં આશરે 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયેલું તાપમાન જોવા મળી રહ્યું છે.જે વધારે ગરમીથી લોકો વધારે પરેશાન થઇ રહ્યા છે.જયારે આગમી બે દિવસ વધારે ગરમી વધી સકે છે,જયારે વરસાદનું ફરી આગમન થશે ત્યારે સમગ્ર વાતાવરણમાં ઠંડક જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *