આ યુવતીના પ્યારમાં પાગલ હતા આમીર ખાન તેની માટે ખૂનથી લખ્યો હતો પ્રેમ પત્ર……….

Boliwood

બોલીવૂડમાં અનેક કલાકારો રહેલા છે,જે પોતે પોતાના અનોખા અભિનયથી જાણીતા બન્યા છે.આટલું જ નહિ પરંતુ દરેક સ્ટાર્સને કોઈને કોઈ જાણીતું નામ પણ મળી ગયું છે,જે હમેશા તે નામથી જ ઓળખાતા હોય છે.આવી સ્થિતિમાં જો આમિર ખાનની વાત કરવામાં આવે તો તેમને બોલિવૂડમાં શ્રી પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે.

એવું કહેવામાં આવે છે કે તેનું આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે તે વર્ષમાં એકથી વધારે ફિલ્મો કરતા નથી.આટલું જ નહિ પરંતુ તે હમેશા તે ફિલ્મ માટે સખત મહેનત પણ કરતા જોવા મળે છે.અને તેમની ફિલ્મ પણ ચોક્કસ રીતે સફળ થતી જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે તે ફિલ્મોમાં સારી સફળતા પ્રાપ્ત કરતા હોવા છતાં એવોર્ડ લેવામાં કે તેના શોમાં જવાનું પસંદ કરતા નથી.

તમને જણાવી દઈએ કે અગાઉ તેમની એક ફિલ્મ રિલીઝ જેનું નામ સિક્રેટ સુપરસ્ટાર હતી,જે બોક્સ ઓફિસ પર દર્શકોના દિલ જીતવામાં સફળ પણ રહી હતી.તમે પણ આ ફિલ્મ જોસોહ ઓટ ચોક્કસ રીતે તમને પસંદ આવશે.કારણ કે તેમના આમિરનો અભિનય ઘણો અલગ જોવા મળ્યો છે.આમિર ખાન હમેશા પોતાની ફિલ્મો માટે ચર્ચામાં આવતા હોય છે.

પરંતુ તે પોતાના અંગત જીવનને લઈને ઘણા ઓછા ચર્ચામાં આવે છે.આવી સ્થિતિમાં તેમના જીવન સાથે જોડાયેલી બાબતો લોકો હમેશા જાણવા માંગતા હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે આમિર ખાન હાલમાં કિરણ રાવ સાથે લગ્ન જીવનમાં ઘણો ખુશ છે.પરંતુ આમિર ખાનના પહેલા પ્રેમ વિશે આજે પણ કોઈ જાણતું નથી.

આવી સ્થિતિમાં આજે તમને તેના પહેલા પ્રેમ અંગે જણાવી રહ્યા છીએ.કેટલાક અહેવાલો મુજબ તો એવું પણ કહેવામાં આવે છે કે આમિર ખાને તેના પાડોશી પ્રેમી માટે લોહીથી પત્ર લખ્યો હતો.તમને જાણીને આશ્ચર્ય થશે કે આમિર ખાનની આ પાડોશી અન્ય કોઇ નહીં,પરંતુ તેમની પત્ની રીના દત્ત હતી.એવું કહેવામાં આવે છે કે તે રીનાને ઘણો પ્રેમ કરતા હતા.

જેથી ઘણા ઓછા સમયમાં તે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા હતા.પરંતુ એવું કહેવામાં આવે છે કે બંનેના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા.તેમના લગ્ન આજથી 16 વર્ષ પહેલા 2002 માં સમાપ્ત થઇ ગયા હતા.આટલા વર્ષો થઇ ગયા છે તેમના સબંધોને ખતમ થયે,પરંતુ આજે પણ તેમના પ્રેમમાં કોઈ કડવાશ જોવા મળી નથી.

એવું કહેવામાં આવે છે કે આજે પણ રીના ખાન પરિવારનો એક હિસ્સો બની રહી છે.આમિરે એકવાર એવું પણ જણાવ્યું હતું કે રીના તેના પરિવારનો મહત્વપૂર્ણ ભાગ છે.અને આવતા અમય સુધી તે રહેશે.કાયદેસર રીતે તે લગ્ન જીવનમાં જોડાયેલા નથી,પરંતુ તેમના પ્રેમમાં કોઈ ફરક પડ્યો નથી.આમિર ખાન અને રીના દત્તની લવ સ્ટોરી પણ એક ફિલ્મ જેવી હતી.

તમને જણાવી દઈએ કે આમીર અને રીના એકબીજાના પાડોશી હતા.આટલું જ નહિ પરંતુ આમીર હમેશા બારીમાંથી કલાકો સુધી તેમને જોતો હતો.એક દિવસ આમિરે હિંમત કરીને રીનાને પ્રપોઝ કર્યો હતો.આવી સ્થિતિમાં રીના ખૂબ ડરી ગઈ હતી અને અચનાક આમિર ખાનના આ પ્રેમનો અસ્વીકાર કરવાનું જણાવ્યું હતું.

આવી સ્થિતિમાં આમિર ખાને ઘણીવાર પ્રયત્ન કર્યો પણ રીનાએ હંમેશા ના પાડી હતી.આખરે આમિરે હિંમત ગુમાવી દીધી અને રીનાને પ્રભાવિત કરવા લોહીથી એક પત્ર પણ લખ્યો હતો. આ પછી તો તેમના પ્રેમને જોઇને રીના પણ પ્રભાવિત થઇ ગઈ હતી,સાથે સાથે ગુસ્સે પણ થઈ ગઈ હતી,અને ભવિષ્યમાં આવું ખરાબ કામ ન કરવા જણાવ્યું હતું.આજે ભલે પતિ પત્નીના સબંધો નથી રહ્યા,પરંતુ તે એકબીજાને પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *