આ લોકો થઇ રહ્યા છે બ્લેક ફંગસનો સૌથી વધુ શિકાર,જાણો કેવી રીતે તેનાથી બચી શકાય……

India

દેશમાં હાલ કોરોના મહામારી વધારે ભયાનક થઇ રહી છે.દિવસે દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,જયારે રોજ હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.આવી કપરી સ્થિતિમાં હવે મ્યુકોર્માયકોસિસ નામની બીમારીએ લોકોના ડરમાં વધારો કર્યો છે.હાલમાં આ બીમારી કોરોના કરતા પણ વધારે ઘાતક સાબિત થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે મ્યુચાર્માઇકોસિસને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આનો ચેમ ખાસ કરીને મગજ,ફેફસાં અને ત્વચા પર વધારે હુમલો કરે છે,પરંતુ કોરોનાના ભયાનક રોગચાળા દરમિયાન તે આંખો પર વધારે અસર કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે.આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાની આંખની રોશની ગુમાવી રહ્યા છે.

કેટલાક અહેવાલો મુજબ એવું પણ સામે આવ્યું છે કે અનુનાસિક હાડકા અને જડબા પણ પીગળવાનું શરૂ કરે છે.આવી તો ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી છે.તમને જણાવી દઈએ કે આના કેસોમાં પણ હવે વધારો થતો જોવા મળી રહ્યો છે,જે સમગ્ર માનવ જીવન માટે એક ગંભીર સાબિત થઇ રહ્યો છે.

બ્લેક ફૂગના કારણે આ લોકોને જોખમ વધારે રહે છે –

તમને જણાવી દઈએ કે બ્લેક ફૂગમાં મૃત્યુ દર 50 ટકા સુધીનો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો પહેલાથી વધારે ડાયાબિટીસ જેવા રોગો ધરાવે છે તેમના માટે આ જોખમ બની રહ્યો છે.આ ઉપરાંત કોરોનાની સારવાર દરમિયાન જ્યારે દર્દી આઈસીયુમાં રહે છે અને તેને સ્ટેરોઇડ્સ આપવામાં આવે છે,ત્યારે તેના શરીરની સૂક્ષ્મજંતુઓ સામે લડવાની ક્ષમતા ક્ષણિકરૂપે ખોવાઈ જાય છે આ સમય દરમિયાન આ ચેપ ફૂગ તરીકે શરીરના અમુક ભાગોમાં હુમલો કરે છે.

બ્લેક ફૂગથી કેવી રીતે બચવું –

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આધારે આપવામાં આવેલ જાણકારી મુજબ એવું કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને કોરોના કાળમાં સ્ટેરોઇડ્સનો ઉપયોગ વધારે ન કરવો.આ ઉપરાંત ડાયાબિટીઝના દર્દીઓએ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવો.આ માટે શક્ય હોય ત્યાં સુધી ઓછી દવાનો ઉપયોગ કરો અને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરો.હાઈપરગ્લાયકેમિઆ એટલે લોહીમાં ગ્લુકોઝના વધુ પ્રમાણને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે ડાયાબિટીઝના દર્દીઓ અને કોરોનાના દર્દીઓએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પછી અમુક સમયાંતરે લોહીમાં સુગર તપાસ કરાવવી જોઈએ.આ ઉપરાંત જે લોકો હવે વધારે પડતા ઓક્સિજન ઉપચારનો ઉપયોગ કરે છે તેમના માટે ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે આ કરતી વખતે હ્યુમિડિફાયરમાં સ્વચ્છ અને જંતુમુક્ત પાણીનો ઉપયોગ કરો.

આ ઉપરાંત તબીબી સલાહ વગર કોઈ પણ જાતની વધારાની દવાઓનું સેવન ન કરો.જેમ કે એન્ટિબાયોટિક અથવા એન્ટી ફંગલ દવાઓ ન લેવી.જો તમને બ્લેક ફૂગ સંબંધિત કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તો તેને અવગણશો નહીં.જો કોરોનામાંથી સ્વસ્થ થયા પછી નાક બંધ થઈ જાય,તો તે બેક્ટેરિયલ સિનુસાઇટિસ ઉપરાંત બ્લેક ફૂગનું કારણ પણ બની શકે છે.

આ દરેક કિસ્સામાં તેની તપાસ કરાવવી.અને તેની યોગ્ય સારવાર પણ કરાવવી.ધ્યાનમાં રહે કે જો બ્લેક ફૂગ શરૂઆતમાં મળી આવે તો તે મટાડી શકાય છે.તેથી આ રોગની બેદરકારી ન કરો.બ્લેક ફૂગ નાકમાંથી આંખો સુધી પ્રવાહ કરે છે.જો સારવાર ન કરવામાં આવે તો તે મગજ પર પણ હુમલો કરી શકે છે,જે જીવલેણ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *