આ વિસ્તારોમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેંજ એલર્ટ, હજુ એક વધુ વાવાઝોડાનો ખતરો………..

Gujarat

દરેક વ્યક્તિ જાણે છે કે તાઉ તે નામના વાવાઝોડાએ ગત્ત દિવસ પહેલા જ મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના ઘણા વિસ્તારોમાં અનેક વિનાશ શર્જ્યો હતો.જયારે ગુજરાતની વાત કરવામાં આવે તો આ વાવાઝોડાથી વધારે કોઈ જાનહાની થઇ નથી,પરંતુ આર્થિક નુકશાન વધારે થયું હોવાનું સામે આવ્યું છે.આ વાવાઝોડા સાથે ભારે વરસાદ પણ વરસ્યો હતો.

તમને જણાવી દઈએ કે હાલમાં તાઊ તે વાવાઝોડાની અરસ પૂરી થઇ નથી,અને હાલમાં હવામાન વિભાગે વધુ એક એલર્ટ જાહેર કર્યું હોય તેવું સામે આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુશાર બંગાળની ખાડીના ઉત્તર મધ્ય ઉપર લો પ્રેશર બની રહ્યું છે જેને પશ્ચિમ બંગાળ પર વધુ એક વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.

હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર અંદામાન સમુદ્ર ઉપર લો પ્રેશર બની શકે છે.જેને લીધે તેની અસર પશ્ચિમ બંગાળ પર વાવાઝોડાના રૂપમાં જોવા મળશે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આ વાવાઝોડુ આગામી 26 થી 27 મી મેના રોજ સાંજ સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળને ટકરાઇ શકે છે.આ સાથે ઓડિશા,પશ્ચિમ બંગાળ માં વરસાદ પણ પડી શકે છે.

આ વાવાઝોડાની અસર સાથે ભારે વરસાદ આસામ અને મેઘાલયમાં પણ જોવા મળશે.બીજી તરફ હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે આ સમયે દિલ્હીમાં ભારે વરસાદ પડી શકે છે.જેને પગલે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાઓ છે.આ પહેલા તાઉ તે વાવાઝોડાને લીધે તો વરસાદી માહોલ રહ્યો હતો.પરંતુ હવે ફરી એકવાર દિલ્હીના એનક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે દિલ્હી માટે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.પશ્ચિમ બંગાળમાં જે વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાઓ છે તેનાથી બચવા માટે અત્યારથી જ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.જેમાં માછીમારોએ 21મી મે પછી સમુદ્રમાં ન જવા માટે સલાહ આપવામાં આવી છે.આ સાથે અસરગ્રસ્ત થઇ શકે તે વિસ્તારોના લોકોએ સલામત સ્થાને જવાનું જણાવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે 25 મી મેથી બંગાળ,મેઘાલય,આસામ,ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે 22 થી 23 મી મે દરમિયાન અંદામાન નિકોબાર ટાપુ પર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવે તેની ગતિ અને વ્યાપ અંગે હમણાં કોઈ માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *