આ ૭ ફેમસ ફિલ્મોમાં દર્શકોને બનાવ્યા હતા બેવકૂફ,શોલેમાં ઠાકોરના હાથ તો બહુબલીમાં……..

Boliwood

મોટા પડદે ફિલ્મો જેટલી ઓછા સમયની જોવા મળે છે તેના કરતા પણ તે ફિલ્મ બનતા ઘણા મહિનાઓ લાગી જતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એક ફિલ્મના નિર્માણ માટે ફિલ્મ સર્જકો ખૂબ જ સખત મહેનત કરે છે અને દરેક સીન માટે ઘણી કાળજી પણ રાખે છે.એટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ સીન હોય છે જેના માટે દિવસોને દિવસોનો સમય લાગી જતો હોય છે.

ઘણીવાર તમે પણ જોયું હશે કે કોઈ ફિલ્મના નિર્માણ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે.અને તેને રિલીઝ કરવામાં આવે છે.પરંતુ અમુક સમયે ફિલ્મોમાં એવી ઘણી ભૂલો રહી જતી હોય છે જેના કારણે તે ફિલ્મોની અમુક સમયે વધારે ચર્ચાઓ થવા લાગે છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આવું બન્યું પણ છે.

ચાહકોએ પડદા પર ઘણી ફિલ્મોની મોટી ભૂલો પકડી પણ લીધી છે.આજે તમને આવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ.જેમાં ઘણી ભૂલો હતી.પરંતુ કોઈને નજરે આવી ન હતી.અને આ ફિલ્મોએ કરોડોની કમાણી પણ કરી હતી.તો જાણો આ ફિલ્મો વિશે…

બાહુબલી –

તમને જણાવી દઈએ કે વર્ષ 2015 માં આવેલી પ્રભાસની બાહુબલી ફિલ્મ એક એવી ફિલ્મ હતી કે જેણે કમાણીની બાબતમાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા.લોકોએ આ ફિલ્મને ઘણી પસંદ કરી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે આ બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ ભૂલ જોવા મળી હતી.એવા સીનમાં જ્યાં પ્રભાસ અને અભિનેત્રી તમન્નાહ ભાટિયા વચ્ચે રોમાંસ થઈ રહ્યો હતો.ત્યારે અચાનક તમન્ના ટ્યુબ બ્લાઉઝની ડિઝાઇન બદલાઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું.

ધૂમ 3 –

ધૂમ એક એવી ફિલ્મ છે જેની ઘણી સીરીઝો આવી હતી.જયારે ધૂમ ૩ ની વાત કરવામાં આવે તો તેમાં આમિર ખાન અને કેટરિના કૈફની ઘણી ચર્ચાઓ થઇ હતી.આ ફિલ્મ આશરે 2013 માં રિલીઝ થઈ હતી.જયારે એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મની એક મોટી ભૂલ કેટરિના કૈફ સાથે સંબંધિત બહાર આવી હતી.’કમાલી’ ગીતમાં કેટરિના આમિરની સામે ડાન્સ કરી રહી છે અને ગીતમાં તે કપડા ઉતારીને બદલાઈ જતી જોવા મળે છે.એક સીનમાં કેટરિના જીન્સ સાથેના પગરખામાં જ જોવા મળે છે,પરંતુ જ્યારે તે જીન્સ ઉતારે છે ત્યારે તે બ્લેક લેગિન્સમાં જોવા મળે છે.

બેંગ બેંગ –

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રિતિક અને કેટરીના હતી,જે 2014 માં આ ફિલ્મ રીલીઝ થઇ હતી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મના એક ગીત ‘તુ મેરી’ માં ભૂલ થઈ હોય તેવું જોવા મળ્યું હતું.કેટરિના અને રિતિક આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને અચાનક રૂત્વિકની ફુલ સ્લીવ બ્લેઝર અડધી થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું છે.

ક્રિષ 3 –

રિતિક રોશનની ક્રિષ 3 ફિલ્મ ઘણી લોકપ્રિય રહી છે.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ પછી આ અભિનેતા એક સુપરહીરો તરીકે પણ ઓળખ ધરાવતો થઇ ગયો છે.એવું કહેવામાં આવે છે કે આ સુપરહિટ ફિલ્મમાં પણ ભૂલ થઈ હોય તેવું જોવા મળ્યું છે.’રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત પર ડાન્સ દરમિયાન રૂત્વિક પૂર્ણ-સ્લીવ્ડ વ્હાઇટ શર્ટમાં જોવા મળે છે,જોકે પછીથી પૂર્ણ સ્લીવથી હાફ સ્લીવમાં જોવા મળે છે.

શોલે –

હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવતી શોલે ફિલ્મમાં પણ ઘણી ભૂલો જોવા મળી હતી.હકીકતમાં બધા જાણે છે કે ગબ્બરની ભૂમિકા ભજવનાર અમજદ ખાન ઠાકુરની ભૂમિકા ભજવનારા સંજીવ કુમારના બંને હાથ કાપી નાખે છે,તે પછી જ્યારે ગબ્બર અને ઠાકુર વચ્ચે લડત થાય છે,ત્યારે ઠાકુર ગબ્બરને તેના પગ પકડીને લઈ જાય છે,પરંતુ તે દરમિયાન એક દ્રશ્યમાં તેના હાથ ઠાકુરના કુર્તામાંથી બહાર આવતા જોવા મળે છે.જયારે ઘણા લોકોએ પણ આ ભૂલને જોઈ હતી.

પ્યારકા પંચનામા –

પ્યારકા પંચનામા બોલીવૂડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે આજના સમયમાં આ અભિનેતા ઘણી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.આ ફિલ્મ આશરે 2011 માં આવી હતી,જેમાં એક દૃશ્યમાં ત્રણેય મિત્રો બાઇક પર જતા હતા,જોકે તેઓ જ્યારે પાછા આવે ત્યારે તેઓ બાઇક પર નહીં પણ એક જીપ ઉપર આવી જતા હતા.આ ફિલ્મની એક મોટી ભૂલ હોવાની પણ ઘણી ચર્ચા થઇ હતી.

ભાગ મિલ્ખા ભાગ –

ફરહાન અખ્તર અને સોનમ કપૂરની આ ફિલ્મ 2013 માં રિલીઝ થઈ હતી.જયારે આ ફિલ્મે પણ ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી હતી.આટલું જ નહિ પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ભારતના દિગ્ગજ દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત હતી.આ ફિલ્મમાં 1940-50ની વાર્તા દર્શાવવામાં આવી છે.પરંતુ આ ફિલ્મમાં પણ ભૂલ જોવા મળી હતી.,એક મોબાઈલ ટાવર એક સીનમાં સોનમની પાછળ જોવા મળ્યું હતું.

હે બેબી –

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર,વિદ્યા બાલન,ફરદિન ​​ખાન અને રિતેશ દેશમુખ જેવા જાણીતા કલાકારો હતા.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મમાં તેમના અભિનયને પણ પસંદ કરવામાં આવ્યો હતો.આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હતી.પરંતુ આ ફિલ્મમાં પણ ભૂલ તો જોવા મળી હતી.એક દ્રશ્યમાં જ્યારે અક્ષય કુમાર બાળકની ખરીદી કરે છે,ત્યારે તેની પાછળ એક મહિલાના ખોળામાં એક બાળક દેખાય છે અને તેના કપડાંનો રંગ સતત બદલાતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *