આ 3 વસ્તુઓથી મનુષ્યનું જીવન બરબાદ થાય છે, શ્રી કૃષ્ણજીએ ગીતામાં કહ્યું હતું, આજે સત્ય જાણો…

Uncategorized

એવું કહેવામાં આવે છે કે માનવીનું જીવન ઘણું ટૂંકું છે.જયારે આ જીવનમાં હમેશા સારા કામ કરવા જોઈએ.એટલું જ નહિ પરંતુ શક્ય હોય હોય ત્યાં સુધી બીજાનું સારું વિચારવું જોઈએ.ઘણા એવા પણ લોકો છે જે જીવનમાં સારું જીવન જીવવા માટે કોશિસ કરે છે.પરંતુ અમુક સમયે વ્યક્તિ કેટલીક ભૂલો કરે છે જેથી જીવન બરબાદ થઇ જતું હોય છે.

આજે તમને એવી ત્રણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મનુષ્ય જીવન માટે ઘણું ખરાબ માનવામાં આવ્યું છે.આટલું જ નહિ પરંતુ આ બાબત જીવનમાં ઘણા ખરાબ પરિવર્તન પણ લાવી શકે છે.એવું કહેવામાં આવે છે કે જો આ ત્રણ બાબતો વ્યક્તિ પોતાના સ્વભાવમાં અપનાવે છે તો તેનું જીવન હમેશા માટે બરબાદ પણ થઇ શકે છે.તે જીવનમાં વધારે ખુશ રહી શકતો નથી.

તમને જણાવી દઈએ કે શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ આવી બાબતો જણાવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શ્રીમદ્ ભાગવત ગીતા હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર ધર્મ માનવામાં આવે છે.જયારે આ શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વને તેમના ધર્મો અનુશાર કર્મો કરવાની સલાહ આપી છે.આટલું જ નહિ પરંતુ કળિયુગના માપદંડ પણ જણાવ્યા છે.

શ્રીમદ્ ભાગવત ગીતામાં જણાવેલ કેટલીક નીતિઓને જીવનમાં અમલ કરવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.જયારે આવો જ એક શ્લોક પરથી તમને જીવનની નીતિ જણાવી રહ્યા છીએ.જો તમે શ્રીમદ્ ભાગવત ગીતામાં જણાવેલ ત્રણ બાબતો પોતાના જીવનમાં અપનાવસો તો જીવન બરબાદ થઇ શકે છે.તો જાણો એવી કઈ ત્રણ બાબતો છે…

કામભાવના –

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ હંમેશા તેની વાસનાને હમેશા કાબૂમાં રાખવી જોઈએ.આટલું જ નહિ પરંતુ પોતાના જીવન સાથીને જ સર્વત્ર માનવું જોઈએ.આ ઉપરાંત યુવક અને યુવતીએ પણ કોઈ અન્ય યુવતી અને યુવક પર ખરાબ નજર ન રાખવી જોઈએ.કામના એક એવી વસ્તુ છે જેના કારણે વ્યક્તિ ઘણીવાર ખોટી વસ્તુઓ કરવા લાગે છે.આટલું જ નહિ પરંતુ તેમની બુદ્ધિ પણ દૂષિત થવા લાગે છે.આ બાબત જીવનને બરબાદ કરી શકે છે.માટે દરેક વ્યક્તિએ કામભાવના પર કાબૂ રાખવી જોઈએ.

ક્રોધ –

એવું કહેવામાં આવે છે કે ક્રોધ એ માનવીનો સૌથી મોટો દુશ્મન રહ્યો છે.આટલું જ નહિ પરંતુ ક્રોધિત વ્યક્તિને હમેશા કોઈને કોઈ નુકશાન પણ સહન કરવું પડતું હોય છે.શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ આ બાબતે વાત કરવામાં આવી છે.જેમાં એવું જણાવ્યું છે કે વ્યક્તિને ગુસ્સો આવવો એ તેનો એક સ્વભાવ છે,પરંતુ જ્યારે વધારે ગુસ્સો આવે ત્યારે તે પોતાને નુકસાન પોચાડે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો વ્યક્તિ ગુસ્સામાં પોતાની મર્યાદા ગુમાવી દે છે.અને ન બોલવાનું પણ બોલે છે.જે પછી તેને પસ્તાવો થાય છે.માટે દરેક વ્યક્તિએ જીવનમાં ગુસ્સાથી બચવું જોઈએ.

લોભ –

તમને જણાવી દઈએ કે આજના સમયમાં ઘણા લોભ રાખતા હોય છે,જે હમેશા વધારે લાભ રાખતા હોય છે.પરંતુ ઘણીવાર પોતાને પણ ઘણું નુકશાન સહન કરવું પડતું હોય છે.ઘણીવાર વ્યક્તિ લોભમાં આવીને ખરાબ કર્યો પણ કરતો હોય છે.માટે દરેક વ્યક્તિએ લોભને ટાળવા માટે સંતોષની લાગણી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.જેમ કે કોઈને પૈસા લેવાની સંપત્તિ મેળવવાની જેવી અનેક લાલચ મનમાં ન રાખવી જોઈએ.નહિ તો આ લોભ જીવન બરબાદ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *