આ 4 આદિવાસી મહિલાઓએ MBAવાળાઓને છોડ્યા પાછળ,જાતે જ સીતાફળ વેચીને કરી આટલા કરોડની કમાણી…….

Uncategorized

આજના સમયમાં ઘણા એવા પણ યુવાનો છે જે વધારે શિક્ષિત છે.તેમની પાસે અનેક પ્રકારની ડીગ્રીઓ પણ છે.પરંતુ હાલમાં ઘણા યુવાનો નોકારીવગર બેકાર બેઠેલા છે.આવી સ્થિતિ જોઇને એવું અનુમાન લગાવી શકાય છે કે હાલમાં સારી નોકરી પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે,કારણ કે આજે પણ શિક્ષિત લોકો બેરોજગાર છે.તેમના લાયક તેમને કામ મળતું નથી.

સમાન્ય રીતે જોવામાં આવે તો લાખો રૂપિયા ખર્ચ કરીને અભ્યાસ કરે છે,પરંતુ તેમની પાસે કોઈ સારી નોકરી હોતી નથી.પરંતુ તમને જણાવી દઈએ કે બેરોજગાર લોકોએ કોઈ દિવસ નિરાશ ન થવું જોઈએ.કારણ કે જરૂરી નથી કે જેવો અભ્યાસ કર્યો છે તેવી જ સારી નોકરી મળી શકે છે.અન્ય રોજગાર પણ રહેલા છે જેમાં પ્રયત્નો કરવા જોઈએ.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક બાબત જણાવી રહ્યા છીએ,જે આજે લાખો શિક્ષિત યુવાનો માટે એક ઉદાહરણ સમાન છે.તમને જણાવી દઈએ કે આજના યુગમાં ભણેલા ગણેલા લોકોને પણ તે નિષ્ફળ સાબિત કરી રહી છે આ અભણ મહિલાઓ.એવું કહેવામાં આવે છે એક એવો સમય હતો જયારે જંગલમાં પડેલા ફળને વેચીને પોતાની આજીવિકા મેળવતી હતી.

પરંતુ આજના સમયમાં આ મહિલાઓ ફળનું વેચાણ કરીને કરોડોનું ટર્નઓવરવાળી કંપની બનાવી દીધી છે.આ મહિલાઓ રાજસ્થાનના આદિવાસી વિસ્તારની રહેવાસી છે.તેમની દિનચર્યા જંગલોમાં જઈને લાકડાઓ ભેગા કરવાની હતી.આ ચાર મહિલાઓના જૂથમાં દરેક મહિલા અભણ હતી.આ બધી મહિલાઓ દરરોજ જંગલમાં રસોઈ માટે સુકા લાકડા લાવતી હતી.

આવી સ્થિતિમાં એકવાર તેમને જોવા મળ્યું કે જંગલમાં ઘણા ઝાડના ફાળો પણ સુકાઈને પડેલા હોય છે.પરંતુ તેને કોઈ તોડવા જતું નથી.જ્યારે આ મહિલાઓએ સીતાફળને આ રીતે સૂકા પડેલા જોયા ત્યારે એક વિચાર આવ્યો કે તે આજે કરોડોમાં કમાણી કરી રહી છે.આ મહિલાઓ દરરોજ આ ફળોને ટોપલીમાં ભરીને રસ્તાની બાજુના લોકોને વેચતા હતા.અને નફો કમાતા હતા.

જયારે આ ફળોની માંગમાં વધારો થયો ત્યારે મહિલાઓએ ઘૂમર નામની કંપની બનાવી.તમને આશ્ચર્ય થશે કે મહિલા કંપની એક વર્ષમાં એક કરોડ વાર્ષિક ટર્નઓવર પર પહોંચી ગઈ છે.એવું કહેવામાં આવે છે કે આ આદિવાસી લોકોએ શરૂઆતથી જ આ કંપની સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. તે દરરોજ જંગલોમાંથી સીતાફળ લાવતા અને આ મહિલાઓ તેની ખરીદતી હતી.

જેમાં આદિવાસીના લોકોને પણ ફાયદો થવા લાગ્યો અને અને આ મહિલાઓ પણ વધુ આવક ઉભી કરવા લાગી હતી.એવું કહેવામાં આવે છે કે આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડને વટાવી ગયું છે.જયારે એવું કહેવામાં આવે છે કે આ ફળોનો વધારે ઉપયોગ આઇસક્રીમ બનાવવામાં થાય છે.અને મોટી મોટી કંપનીઓએ તેમની પાસેથી આ ફળની ખરીદી કરી રહી છે.

આજે તેમના ફળો રાષ્ટ્રીય સ્તર સુધીની કંપનીઓ ખરીદવા માટે આવી રહી છે.કંપની ચલાવનાર સંજીબાઈ કહે છે કે આજે તેમની કંપનીમાં ઘણી મહિલાઓ કામ કરે છે.બદલામાં તેમને દરરોજ 150 રૂપિયા ચૂકવવામાં આવે છે.જયારે હાલમાં 21 લાખ રૂપિયા લગાવીને પલ્પ પ્રોસેસીંગ યુનિટની પણ શરૂઆત કરી છે.જેનું સંચાલન ફક્ત મહિલાઓ કરે છે.

જયારે સરકારી સહાય પણ તેમને આ કામ માટે મળી રહી છે.હાલમાં દરરોજ 60 થી 70 ક્વિન્ટલ સીતાફળનું વેચાણ થઇ રહ્યું છે.તેમના આ કામથી ત્યાના સ્થાનિક ગરીબ મહિલાઓને પણ રોજગારી મળી રહી છે.જયારે ત્યાની આદિવાસી મહિલાઓ એવું જણાવી રહી છે કે પહેલા સીતાફળને ટોપલીમાં વેચતી હતી,અને તેની સામે માત્ર 8 થી 10 રૂપિયા પ્રતિ કિલો તેનું વેચાણ થતું હતું.

પરંતુ હાલમાં પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થઇ હોવાથી 160 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ મોટી કંપનીઓ મોટા પાયે ફળોની ખરીદી કરી રહી છે.કંપની ચલાવનારી મહિલાઓ કહે છે કે નાનપણથી જ જ્યારે તેઓ જંગલોમાં લાકડા લેતા હતા,ત્યારે આ ફળને કોઈ વધારે ધ્યાનમાં લેતું ન હતું.

આજે રાજસ્થાનના પાલી વિસ્તારમાં જ અઢી ટન સીતાફળનો વેપાર થાય છે.પહેલા આદિવાસી મહિલાઓ સીતાફળનું વેચાણ આ રીતે કરતી હતી,પરંતુ હવે તેઓ તેનો પલ્પ કડીને વેચાણ કરે છે.જેના કારણે કંપની તેમને વધારે ભાવ આપી રહી છે.હાલમાં મહિલાઓનું એક જૂથ પણ બન્યું કે જે કંપની ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *