રાજ્યમાં વીજળી પડતા તરુણ, બાળકી અને ગાયનું મોત, મોત થતા પરિવારમાં છવાયો સન્નાટો…

Uncategorized

રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે,જયારે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ આવતા સમયમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે,જેથી લોકો ઘણા ખુશ છે.પરંતુ એક ઘટના સતત વધતી પણ જોવા મળી રહી છે જે ડર ઉભો કરી રહી છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાંથી અત્યાર સુધીમાં વીજળી પડવાના ઘણા કિસ્સાઓ સામે આવી ગયા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક કિસ્સાઓમાં ઘણા લોકોનાં મોત થઇ ગયા હોવાનું પણ સામે આવી ગયું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવી ઘટનાઓ ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે.જયારે રાજ્ય ઉપરાંત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના એક વિસ્તારમાં પડેલી વીજળી અગાઉ ઘણી ચર્ચામાં આવી હતી.

પરંતુ રાજ્યમાંથી આજે એક વધુ વીજળી પડી હોવાની ઘટના સામે આવી ગઈ છે,જેમાં એવું સામે આવ્યું છે કે એક બાળક,તરુણ અને એક ગાયનું મોત નિપજ્યું છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે થોડા દિવસ પહેલા જ દ્રારકા મંદિર પર પણ વીજળી પડી હોવાનો એક વીડિયો વાઈરલ થયેલો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે આજે જામનગરના એક વિસ્તારમાં ફરી વીજળી પડવાથી એક તરુણનું મોત નિપજ્યું છે.જયારે આની ઉમર 14 વર્ષ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હાલમાં જામનગરની વાત કરવામાં આવે તો અહીના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે,પરંતુ આ ભારે અવર્સાદ સાથે પડેલી વીજળીના કારણે એક તરુણનું મોત નિપજ્યું હતું.

હાલમાં તો આ તરુણના મોતથી ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું હોય તેવું જોવા મળ્યું છે.આવી જ રીતે એવું પણ જાણવા મળ્યું છે કે સાબરકાંઠાના એક તાલુકાના ગામમાં ગામમાં વીજળી પડવાથી 1 બાળકીનું મોત નિપજ્યું હતું અને 4 લોકો ઘાયલ થયા હોવાનું જણાઈ રહ્યું છે.હાલમાં તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જયારે કચ્છના વિસ્તારની વાત કરવામાં આવે તો અહી પણ વીજળી પડવાની ઘટના જોવા મળી છે,જેમાં એક ગાયનું મોત નિપજ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે ઘરના આંગણામાં ઉભેલી ગાય ઉપર અચનાક વીજળી ત્રાટકી હતી.જેમાં તેનું અચનાક મોત નિપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે આવી બનતી ઘટનાઓને ધ્યાનમાં લઈને કેટલીક જાહેર સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે,જેમાં એવું જણાવ્યું છે કે જયારે પણ વીજળીના ચમકારા શરૂ થાય ત્યારે બને ત્યાં સુધી પાકા બાંધકામ હેઠળ જ રહેવું.આટલું જ નહિ પરંતુ બારી-બારણા,ઓસરીથી દૂર રહેવું.ખાસ કરીને ઊંચાઈવાળા સ્થળો પર રહેવું ન જોઈએ.

ખાસ કરીને ખુલ્લા મેદાનમાં રહેલા લોકોના મૃત્યુ આના કારણે થઇ શકે છે.વીજળી પડવાના સંકેતો મળે તે સાથે જ ખેતરો કે ખુલ્લા મેદાનમાંથી દૂર જતાં રહેવું.ખાસ કરીને વધારે અવર્સાદ વરસી રહ્યો છે ત્યારે વૃક્ષની નીચે ઉભા ન રહેવું જોઈએ,કારણ કે વૃક્ષ ઉપર વીજળી ત્રાટકવાની સંભાવના વધારે રહેલી હોય છે.જયારે ખેતરોમાં રહેલ કેટલાક ધાતુનાં સાધનોથી દૂર રહેવું.

એવું પણ કહેવામાં આવે છે કે જયારે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે લેન્ડલાઈન ફોનનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.આ ઉપરાંત ટીવી,ફ્રીજ,કોમ્પ્યુટર જેવા ઉપકરણો બંધ કરી અનપ્લગ કરી દેવા.શક્ય હોય તેવી સાવધાની રાખવી પડશે.મોબાઈલ ફોનનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી આવી સ્થિતિમાં ન કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *