ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શરીરની આ બીમારીઓ થશે મૂળમાંથી દુર ,જાણો શું થાય છે ફાયદા…………

Health

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે.અને ચારેબાજુ ઉકળતી ગરમી જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ ઠંડી વસ્તુ ખાવાનું પસંદ કરે છે,તો ઘણા લોકો કેટલાક ફળો અને તેમના રસનું વધારે સેવન કરવાનું પસંદ કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો વધારે પડતી ગરમીમાં શરીરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે.

ઉનાળાની ગરમીમાં ખાસ કરીને ગરમીના કારણે હીટ સ્ટ્રોક,ચક્કર આવવા,શરીરમાં પાણીનો અભાવ વગેરે જેવી સમસ્યાઓ ઉભી થતી જોવા મળે છે.આવી દરેક મુશ્કેલીઓથી બચવા માટે જો શેરડીના રસની વાત કરવામાં આવે તો તે ઘણો લાભકારક સાબિત થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે શેરડીનો રસ પીવાથી ગરમીથી રાહત મળે છે.અને ઘણી બીમારી પણ દૂર રહે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો શેરડીમાં વિટામિન એ,બી 1,બી 2,વિટામિન સી,કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે.જે આપણા શરીરને ઘણા લાભ આપે છે.ઘણીવાર તમે આ રસમાં લીંબુનો રસ અને આદુ ઉમેરીને પણ પીધો હશે.તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે.આજે તમને શેરડીના રસના કેટલાક ફાયદાઓ જણાવી રહ્યા છીએ…

પાચક સિસ્ટમ સારી કરે –

 

એવું કહેવામાં આવે છે કે શેરડીનો રસ પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે આટલું જ નહિ પરંતુ ખોરાક પણ યોગ્ય રીતે પાચન થાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શેરડી મેટાબોલિક રેટમાં વધારો કરે છે.જેથી પાચન યોગ્ય થાય છે.જયારે વજન પણ વધતું નથી.શેરડીનો રસ પીવાથી કબજિયાત,ઝાડા અને પેટ સંબંધિત અન્ય રોગો સામે રક્ષણ મળે છે.માટે તમારે પણ આનું યોગ્ય સેવન જરૂર કરવું.

ડિહાઇડ્રેશન અટકાવે –

તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ લોકો તેમને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય છે.ડિહાઇડ્રેશન એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાંથી પાણીનો અભાવ થવો.આવી સ્થિતિમાં ચક્કર આવવા લાગે છે.ડિહાઇડ્રેશનને લીધે ઘણી વખત હોઠ પણ તિરાડ પડે છે અને તે ખૂબ પીડાદાયક હોય છે.પરંતુ જો ડિહાઇડ્રેશનની સ્થિતિમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવામાં આવે તો ઘણા લાભ થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે શેરડીનો રસ પીવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે અને તેનાથી શરીરમાં પાણીનો અભાવ પણ થતો નથી.માટે તમારે પણ આનું સેવન ચોકસ કરવું જોઈએ.

એનર્જી બૂસ્ટર –

તમને જણાવી દઈએ કે શેરડીનો રસ એક એનર્જી બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.તેનો રસ પીવાથી શરીરમાં સારી ઉર્જા જવાઈ રહે છે.જેના કારણે કામ કરવામાં કોઈ વધારે તકલીફ ઉભી થતી નથી,અને વધારે કંટાળો પણ આવતો નથી.માટે ખાસ કરીને ઉનાળામાં શેરડીનો રસ પીવો જોઈએ. આ પીવાથી શરીરમાં ઉર્જા શક્તિ જવાઈ રહે છે.

હૃદયરોગમાં અસરકારક –

એવું કહેવામાં આવે છે કે શેરડીનો રસ હૃદયના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે.કારણ કે તેનું સેવન કરવાથી હૃદયને લગતી અનેક બીમારીઓ દૂર થવા લાગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શેરડીનો રસ શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે.જેના કારણે હૃદયના કોષોમાં ચરબી સંગ્રહિત થતી નથી અને હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે.માટે આનું યોગ્ય સેવન કરવું ખુબ જરૂરી છે.

હાડકાઓ મજબુત કરે –

તમને જણાવી દઈએ કે શેરડીનો રસ પીવાથી શરીરના ઘણા હાડકાંઓ વધારે મજબુત બને છે.અને તેમાં જરૂરી શક્તિ પણ મળી રહે છે.શેરડીના રસમાં પુષ્કળ કેલ્શિયમ,આયર્ન અને પોટેશિયમ હોય છે.જે હાડકાંને મજબૂત બનાવે છે.તેથી જે લોકોના હાડકા નબળા છે તે લોકોએ ખાસ કરીને દરરોજ શેરડીનો રસ પીવો જોઈએ.આનાથી સાંધાના દુખાવામાં પણ રહતા મળે છે.

પેશાબની સમસ્યા દૂર કરે છે –

ઘણીવાર શરીરની અંદર પાણીનો અભાવ હોય છે અને વધારે ગરમીને લીધે પેશાબ કરતી વખતે બળતરા થવા લાગે છે.જે આવી સ્થિતિ ઘણા લોકો પરેશાન રહેતા હોય છે.પરંતુ પેશાબની આવી સમસ્યાથી રાહત મેળવવા માટે શેરડીનો રસ પીવો જોઈએ.શેરડીનો રસ પીવાથી શરીરની ગરમી દૂર થાય છે અને પેશાબ દરમિયાન થતી બળતરા અને પીડાથી રાહત મળે છે.આટલું જ નહિ પરંતુ કિડનીની પથ્થરીની સમસ્યામાં પણ શેરડીનો રસ ફાયદાકારક રહે છે.

શેરડીના રસના ગેરફાયદા –

– તમને જણાવી દઈએ કે શેરડીનો રસ સામાન્ય રીતે કોઈ વધારે નુકશાન કરતો નથી.પરંતુ જો વધારે પડતું તેનું સેવન કરવામાં આવે તો સુગર લેવલમાં વધારો થવા લાગે છે.માટે ખાસ કરીને સુગરના દર્દીઓએ આનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ.

– શેરડીનો રસ જો વધારે પડતો પીવામાં આવે તો પણ પેટમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આ ઉપરાંત જો શેરડી સાફ ન કરવામાં આવે અને તેનો રસ બનાવવામાં આવે તો તે અનેક રોગોનું કારણ બની શકે છે.માટે ખાસ કરીને સ્વચ્છતા હોવી ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *