એક્ટર બનવા માટે મુંબઈ ગયેલા યુવકે પૈસાની જરૂર પડતા સસરા પાસેથી લીધા પૈસા,તો સસરાએ પૈસા વસુલવા માટે પુત્રવધુને………

Uncategorized

લગ્ન પછી દરેક દંપતી પોતાના સપના પૂરા કરવા માટે અનેક મહેનત કરે છે.જયારે પત્ની પણ પતિના દરેક દુઃખને સમજી તેની સાથે સાથે કામ કરીને પતિને મદદ કરવા માટે હમેશા તૈયાર ઉભી રહેતી હોય છે.પરંતુ ઘણા એવા પણ પતિ હોય છે જે અનેક રીતે પત્નીનું શોષણ કરવાની કોશિસ કરતા રહે છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિની મદદ માટે પત્નીએ સસરા પાસેથી પૈસા લીધા હતા,પરંતુ આખરે પુત્રવધુને આ પૈસા ચુકવવા ઘણા ભારે પડી ગયા હતા.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે પતિ એક્ટર બનવા માંગતો હતો.આટલું જ નહિ પરંતુ તે મુંબઇનગરીમાં થઈને આ સપના પૂર્ણ કરવા માંગતો હતો.પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે કોઈ પણ કામ માટે પૈસાની તો જરૂર પડતી હોય છે.આવી સ્થિતિમાં પતિની મદદ માટે પત્નીએ સસરા પાસેથી જ ઉધાર સાડા ત્રણ લાખ રૂપિયા અપાવ્યા હતા.

જયારે એવું કહેવામાં આવે છે કે 29 વષીય મહિલાએ તે વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા,જયારે પતિ ડાન્સ ક્લાસ ચલાવતો હતો.પરંતુ લગ્ન બાદ ચારેક મહિનામાં જ આ યુવાનનો ડાન્સ ક્લાસ બરાબર નહિ ચાલતા હોઇ તે બંધ કરી દેવામાં આવ્યો હતો.જયારે આ પછી પતિ એક્ટર બનવા માટે મુંબઈ જવા માગતો હોવાનું પત્નીને જણાવ્યું હતું.

આ સમયે પુત્રનો સ્વભાવ જાણતા પિતાએ પુત્રવધૂ તે પૈસા પાછા ચુકવે તે શરતે રૂપિયા આપ્યા હતા.જયારે મહિલા હોટેલ મૅનેજમેન્ટનું ભણેલી હોવાથી અમદાવાદના એક વિસ્તારમાં નોકરી કરતી હતી.જયારે પત્નીએ આ નોકરી કરીને આખરે પતિને અપાવેલા પૈસા સાસરને ચુકવવા પડ્યા હતા.આટલું જ નહિ પરંતુ પતિ માટે પણ પૈસા મુંબઇ મોકલાવ્યા હતા.

પરંતુ જયારે કોરોનાને કારણે લોકડાઉન થવા લાગ્યું તેની અસર નોકરી પર પડતા આ યુવતી નોકરી વગરની બની હતી.આ સમયે પતિ પત્ની વચ્ચે તકરાર થવા લાગ્યો હતો.આવી સ્થિતિમાં પત્નીએ પોતાના પૈસા પાછા માંગ્ય ત્યારે પતિએ આક્રપોવાળી નોટિસ મોકલાવી હતી.આટલું જ નહિ પરંતુ સાસર પણ તેની પરેશાન કરવા લાગ્યા હતા.

આખરે આ મહિલાએ પતિ અને સસરાએ તેને હેરાનગતિ કરી હોવાના આક્ષેપ સાથે મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પતિ અને સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.હાલમાં પોલીસે ગુનો દાખલ કરી સમગ્ર મામેલ આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *