એક અઠવાડિયામાં શરીરની ચરબી અને વજન ઓછો કરવા માટે ઘરે કરો આ દેશી ઉપાય,શરીરમાં બદલાઈ જશે………

Health

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વધતા વજનથી વધારે પરેશાન છે.આટલું જ નહિ પરંતુ વજન ઓછો કરવા માટે ઘણા પ્રયત્નો કરવા છતાં તેમાં કોઈ ચોક્કસ પરિણામ ન મળતા તે વધારે પરેશાન રહે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જ્યારે પણ વજનમાં વધારો થાય ધે ત્યારે ઘણા કામ કરવામાં અનેક પરેશાની ઉભી થવા લાગે છે.

વજન વધવાનો બીજો અર્થ એવો પણ કહી શકાય છે કે આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપવા જેવું છે.આવી સ્થિતિમાં બધા લોકો પોતાનું વજન ઓછુ કરવા માંગે છે.ખાસ કરીને વજન ઓછુ કરવા માટે શરીરની કેલરી બર્ન કરવાની જરૂર છે અને સંતુલિત આહાર લેવો જરૂરી છે.જયારે વજન વધવાના પણ ઘણા કારણો રહેલા છે.

વજનન ઓછો કરવા માટે કસરત કરવી જરૂરી છે જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો સંતુલિત આહાર સાથે દરરોજ કસરત કરવી પણ જરૂરી છે.જયારે ઘણા લોકો બહારનું જંકફૂડનું વધારે સેવન કરે છે જેના લીધે વજનમાં વધારો થાય છે.પરંતુ જો તમે પણ તમારું વજન ઓછુ કરવા માંગો છો તો તમારે જંકફૂડથી દૂર રહેવું પડશે.આજે તમને કેટલાક સરળ ઘરેલુ ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ,જે તમને તમારું વજન ઘટાડવામાં મદદ કરશે..

લીંબુ –

તમને જણાવી દઈએ કે વધતા વજનને અને ચરબી ઘટાડવા માટે લીંબુનું સેવન એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.આ માટે તમે સવારે ઉઠીને પ્રથમ એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધનું સેવન કરવું.અને આ ઉપાય આશરે સતત એક મહિના સુધી ચાલુ રાખશો તો તમારું વજન ચોક્કસ રીતે ઘટતું જોવા મળશે.આ ઉપરાંત પેટના બીજા ઘણા રોગો પણ દૂર થાય છે.

ગ્રીન ટી –

આજના સમયમાં ઘણા લોકો પોતાનું વજન ઓછુ કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરે છે.અને તેના ફાયદાઓ પણ લોકો જાણે છે.કારણ કે ગ્રીન ટી વાસ્તવિકતામાં આપણા શરીર અને આપણા મેદસ્વીપણાને ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.આ માટે તમારે પણ સવારે ઉઠતાંની સાથે જ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા પણ મળી રહે છે.આનું સેવન કરવાથી વધારે કેલરી ઝડપથી બળી જાય છે અને વધતું પેટ પણ જલ્દીથી ઘટવા લાગે છે.

સફરજન અને ગાજરનો રસ –

તમને જણાવી દઈએ કે સફરજન અને ગાજરનો રસ પણ વધતા વજનને ઓછુ કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.આ માટે સફરજન અને ગાજરનો રસ બરાબર પ્રમાણમાં મેળવી તેમાં મીઠું નાખીને સવારે તેના રસનું સેવન કરવું.પરંતુ ધ્યાનમાં રહે કે આ રસ પીધા પછી 2 કલાક કોઈ પણ ખોરાક ન લેવો.આવું કરવાથી શરીરની કેલરી ખૂબ ઓછી થવા લાગશે.અને ઘણા ઓછા સમયમાં તમને તેનું પરિણામ જોવા મળશે.

મૂળા –

મૂળા દરેક સિઝનમાં મળવા ઘણા મુશ્કેલ હોય છે પરંતુ મુળાના દાણાને સૂર્યપ્રકાશમાં સૂકવ્યા પછી, જ્યારે આ બિઝ સારી રીતે સુકાઈ જાય છે,ત્યાર પછી આ બીજનું મિશ્રણ પીસીને મધ સાથે ખાવાથી જાડાપણું ઓછું થાય છે.મૂળાના સેવનથી શરીરમાં રહેલ વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.

મિશ્રી –

મિશ્રી,લીલી વરિયાળી અને કોથમીર જેટલી માત્રામાં સમાન પ્રમાણમાં પીસી લો અને આ ચૂર્ણને સવારે અને સાંજે પાણી સાથે પીવાથી વજન ઓછું થાય છે અને ચરબી ખૂબ જ ઝડપથી ઓછી થાય છે.માટે તમે પણ આનો ઉપયોગ કરી શકો છો.

મધ –

સામાન્ય રીતે મધ ઘણા ઉપયોગમાં આવે છે તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે.તમને જણાવી દઈએ કે સવારે હળવા પાણી સાથે મધનું સેવન કરવામાં આવે તો શરીરમાં જમા થયેલ વધારાની ચરબી દૂર થવા લાગે છે અને થોડા સમયમાં વજનમાં ઘટાડો થાય છે.માટે તમે પણ મધનું સેવન કરી શકો છો.

તુલસીના પાન –

તુલસી સામાન્ય રીતે દરેકના ઘરમાં હોય છે.જો તમે પણ વજન ઓછુ કરવા માંગો છો તો તમારે તુલસીના પાંદડા પીસી લેવા અને તેનો રસ અને પાંદડા દહીંમાં ભેળવી દો,અને તેનું સેવન કરો.આવું કરવાથી ઘણા ઓછા સમયમાં વજન ઓછું થવા લાગે છે.આ ઉપરાંત શરીરની ત્વચામાંથી વધારાની ચરબી બહાર નીકળે છે.આ ઉપરાંત તમે 1 ચમચી મધ અને 1 ચમચી તુલસીનો રસ નવશેકું પાણીમાં મેળવીને પણ સવારે સેવન કરી શકો છો.

ટામેટાંનો રસ –

તમને જણાવી દઈએ કે ટામેટાં પણ વજન ઓછુ કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.જેમાં ભોજનની જેમ ટામેટાંનો રસ અથવા કચુંબર અથવા ટામેટા ભોજન કરતા પહેલા સેવન કરવું.આવું કરવાથી ભૂખમાં ઘટાડો થાય છે.અને શરીરની ચરબી પણ ઓછી થાય છે.

ત્રિફળા ચુર્ણ –

તમને જણાવી દઈએ કે ત્રિફળા ચુર્ણ એ આયુર્વેદ પાવડરનો એક પ્રકાર છે.પરંતુ આ પણ શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.જો રાત્રે ખાધા પછી આ ચુર્ણનો એક ચમચી પાણી અને મધ સાથે લેવામાં આવે તો શરીરની ચરબી ઘણા ઓછા સમયમાં ઓછી થવા લાગે છે.નિયમિત સેવન કરવાથી વજન ઘણા ઓછા સમયમાં ઘટવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *