એક સમયે આ અભિનેતાના કારણે સુસાઇટ કરવા ઇચ્છતી હતી રવિના ટંડન,જાણો કોણ હતો અભિનેતા

Uncategorized

બોલિવૂડ દેશનો મોટો ઉધોગ માનવામાં આવે છે,જયારે આ ઉધોગમાં ઘણા કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે,આવી જ રીતે જો આ ઉધોગની અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો અહી એક કરતા પણ વધારે સુંદર અભિનેત્રીઓ રહેલી છે.જે હમેશા ફિલ્મો ઉપરાંત પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મી અભિનેત્રીઓ હમેશા કોઈને કોઈ બાબતે વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.જયારે અમુક એવી પણ અંગત જીવનની બાબતો હોય છે જે અમુક સમયે મીડિયાની સામે આવી જતી હોય છે.ખાસ કરીને કોઈ પણ અભિનેત્રી પોતાના અંગત જીવન અંગે વધારે જાહેરમાં જણાવતી નથી,પરંતુ કેટલાક મીડિયા સવાલ જવાબમાં ભૂલથી અમુક બાબતો સામે આવી જતી હોય છે.

આવી સ્થિતિમાં જો ફિલ્મી અભિનેત્રી અને વધારે સુંદરતા ધરાવતી રવીના ટંડનની વાત કરવામાં આવે તો તે એક સમયે ટોચની અભિનેત્રી રહી હતી.એટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીએ ઘણા અભિનેતાઓ સાથે કામ પણ કર્યું છે.આવી સ્થિતિમાં તેમનું એક નામ અક્ષય કુમાર સાથે વધારે ચર્ચામાં રહ્યું હતું,અને આજે પણ તેમના અફેરના કિસ્સાઓ સામે આવતા હોય છે.

દરેક વ્યક્તિ આ અભિનેતી અને અક્ષયના પ્રેમના કિસ્સાઓ અંગે વાકેફ છે,પરંતુ તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી અન્ય એક અભિનેતાના પ્રેમમાં પણ પાગલ હતી.એવું કહેવામાં આવે છે કે રવિના ટંડન એક સમયે આ અભિનેતા માટે આત્મહત્યા કરવા માટેપણ મન બનાવી લીધું હતું.રવિના ટંડન અન્ય અભિનેત્રીઓ કરતા સારી ઓળખ ધરાવતી હતી.

આ 44 વર્ષીય રવિનાએ ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મેળવી છે,પરંતુ હાલના સમયમાં તે ફિલ્મથી ઘણી દૂર રહી છે.તમને જણાવી દઈએ કે 1991 માં પત્થર કે ફૂલ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી,જયારે વર્ષ 2004 માં તે જ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર અનિલ થદાની સાથે લગ્ન ઓન કરી લીધા હતા.પરંતુ એક સમય હતો જયારે તે ઘણી ચર્ચામાં રહેતી હતી.

એવું માનવામાં આવે છે કે રવિનાએ દિલવાલે ફિલ્મના સેટ પર અજય દેવગનને દિલ આપી દીધું હતું.જયારે તેમની આ ફિલ્મ પણ ઘણી હીટ રહી હતી,અને અજય પણ તેમની સુંદરતા જોઇને પ્રેમમાં પાગલ થઇ ગયો હતો.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે રવિના અક્ષયને તે સમયે વધારે પ્રેમ કરતી હતી.પરંતુ આ પહેલા તે અજયને વધારે પસંદ કરતી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો રવિના પછી કરિશ્મા કપૂરનું નામ પણ અજય સાથે જોડાયેલું જોવા મળ્યું છે.જે જીગર ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડી ગયા હતા.પરંતુ અ સમયે અજયનો પ્રેમ ન મળ્યો હોવાથી અભિનેત્રી રવિના આ સહન કરી શકી ન હતી,આવી સ્થિતિમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરી ચુકી હોવાનું કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે એક મેગેઝિન ઇન્ટરવ્યુમાં અભિનેતા અજયે એવું જણાવ્યું હતું કે રવિનાને મનોચિકિત્સકની જરૂર છે.આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે રવિના હાલમાં જે કરી રહી છે તે તેની લોકપ્રિયતા મેળવવા માટે કરી રહી છે.જયારે રવિનાએ પણ પોતાના એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે અજય અને કરિશ્માના બાળકો ઝેબ્રાસ જેવા લાગશે.

આ સમયે તેમના આવા શબ્દોથી અજય પણ ખૂબ ગુસ્સે હતો.આવી સ્થિતિમાં રવિના ટંડને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો,આટલું જ નહિ પરંતુ તે અચનાક ડિપ્રેશનમાં આવી ગઈ હતી,પરંતુ પોતે ઘણા ડોકટરોની સલાહ લીધી હતી.જયારે આવા સમયે તેમના જીવનમાં અક્ષય આવી ગયો હતો.જે પછી તેમના પ્રેમની વાતો થવા લાગી હતી.તમને જણાવી દઈએ કે રવિના ટંડને આશરે 100 ફિલ્મોમાં કામ કર્યું છે.જે આજે પણ જાણીતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *