એક સમયે આ દાદી માં કોલસો વેચીને ઘર ચલાવતા હતા અને આવી રીતે બની ગયા કરોડપતિ,હકીકત જાણીને તમે પણ ચોકી જશો…….

Uncategorized

દરેક વ્યક્તિ હમેશા જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરવા માંગે છે.આટલું જ નહિ પરંતુ જે ધંધો-નોકરીમાં જોડાયા છે તેના કરતા પણ હમેશા કઈ નવું કરવાનો વિચાર ધરાવતા હોય છે.દિવસે દિવસે વ્યક્તિ હમેશા કોઈને કોઈ નવી શોધમાં જોડાયેલો રહે છે,અને તેમાં વધારે સફળતા પ્રાપ્ત કરવાની કોશિસ કરતો રહે છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સફળતા પ્રાપ્ત કરતા પહેલા તેમાં અનેક ઘણો સંઘર્સ કરવો પડતો હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તેમાં અનેક મુશ્કેલીઓ અને કેટલાક અવરોધો પણ ઉભા થતા હોય છે.જેમાં ઘણા લોકો સારી સફળતા પ્રાપ્ત કરી લેતા હોય છે.ઘણા લોકો આ સંઘર્ષથી પ્રેરણાદાયક બને છે.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવી રહ્યા છીએ,જે આજે ઘણી જાણીતી તો થઇ છે,પરંતુ બીજી મહિલાઓ માટે પ્રેરણાદાયક બની ગઈ છે.તમને જણાવી દઈએ કે આ મહિલા સવિતાબેન કોયવાલી છે,જે આજે ગુજરાતમાં ઘણી જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ આજે તેમની ઓળખ દેશ અને વિદેશમાં પણ ફ્ર્લાયેલી છે.

પરંતુ એક એવો પણ સમય હતો જયારે સવિતાબેન ઘરે ઘરે ચાલીને કોલસાનું વેચાણ કરતા હતા.પરંતુ તેમના કરેલા સંઘર્ષો પછી આજે તે કરોડપતિ બની ગયા છે.એવું કહેવામાં આવે છે કે સવિતાબેન ગરીબ પરિવારમાંથી હતા.જયારે તેમના પતિ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા હતા.

પરંતુ તે પોતાના પરિવારને સારી રીતે ભરણપોષણ કરી શકતા ન હતા.આવી સ્થિતિમાં સવિતાબેને નક્કી કર્યું હતું કે તે પણ હવે પોતાના પરિવારને મદદ કરશે.આ સમયે આ મહિલાએ ઘણી કામની શોધ કરી,પરંતુ પોતે અભણ હોવાને કારણે તેમને કોઈ જરૂરી કામ પણ મળતું ન હતું.આ પછી તેમણે નક્કી કર્યું કે હવે તે પોતાનું થોડું કામ શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે પહેલેથી જ તેના માતાપિતા કોલસાનું વેચાણ કરતા હતા.આ પછી સવિતાએ પણ કોલસો વેચવાનું કામ શરૂ કરવાનો વિચાર કર્યો હતો.આ પછી આવક ઉભી કરવા માટે તેમને પ્રથમ કોલસાના કારખાનાઓમાંથી સળગાવેલા કોલસા એકત્રિત કર્યા અને તેને હેન્ડકાર્ટ પર લઇને ઘરે ઘરે જઈને વેચવાનું શરૂ કર્યું.

આવી સ્થિતિમાં ઘણા લોકો તેમની સારી અને ખરાબ વાતો પણ કરવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ કોલસાના વેપારીઓ કહેતા કે તે દલિત મહિલા છે જો તે આવતીકાલે અમારા માલ લઇને ભાગી જશે તો અમે શું કરીશું.પરંતુ પોતે હિમત્ત હર્યા ન હતા.આખરે તેમના ગ્રાહકોમાં વધારો થવા લાગ્યો.અને દિવસે દિવસે વધારે આવક ઉભી કરવા લાગ્યા હતા.

પછી તો આ મહિલાએ કોલસાની નાની દુકાન ખોલી નાખી હતી.દુકાન ખોલ્યાના કેટલાક મહિના પછી તેને નાની ફેક્ટરીઓમાંથી ઓર્ડર મળવાનું શરૂ થયું.આ પછી એક દિવસ એક સિરામિસિસ્ટે તેને મોટો ઓર્ડર આપ્યો અને વર્ષ 1991 માં સ્ટર્લિંગ સિરામિક્સ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી.આ પછી સિરામિક ઉત્પાદનોની નિકાસ વિદેશમાં પણ ચાલુ થઇ ગગી હતી.

તમને જણાવી દઈએ કે ભારતની સૌથી સફળ મહિલા ઉદ્યોગપતિની યાદીમાં સવિતાબેનનું નામ પણ જોવા મળી રહ્યું છે.આજે સવિતાબેન પાસે ઓડી,પજેરો,બીએમડબ્લ્યુ અને મર્સિડીઝ જેવી લક્ઝરી કારનો સંગ્રહ પણ છે.સવિતા એક એવી સ્ત્રી છે જે અભણ છે પણ તે ઇન્ડસ્ટ્રીમાં કોઈ તેની સરખામણી કરી શકતું નથી.આટલું જ નહિ પરંતુ આજે કરોડો મહિલાઓ માટે જીવંત ઉદાહરણ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *