એક સમયે રીક્ષા ચલાવીને ચલાવતા હતા ગુજરાન પછી આવી રીતે બની ગયા ફેમસ સુપરસ્ટાર….

Uncategorized

જેવી રીતે હિન્દી ફિલ્મોનું નિર્માણ થાય છે અને તેમની લોકપ્રિયતા વધારે રહી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ઘણી ગુજરાતી ભાષાની ફિલ્મનું નિર્માણ થતું આવ્યું છે.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મો સમગ્ર ગુજરાત રાજ્યમાં વધારે લોકપ્રિયતા પણ મેળવી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ગુજરાતમાં અનેક કલાકારો રહેલા છે જે રાજ્ય જ નહિ પરંતુ દેશમાં પણ જાણીતા રહ્યા છે.

જયારે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા કલાકારોની વાત કરવામાં આવે તો તેમાં કેટલાક એવા કલાકારો છે જે ઘણા સમયથી ફિલ્મોમાં સારો એવો અભિનય કરીને જાણીતા થયા છે.આવી સ્થિતિમાં જો ગુજરાતના સુપરસ્ટાર હિતેનકુમારની વાત કરવામાં આવે તો તે એક જાણીતા કલાકાર છે.જે આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા લગ્ન જીવનમાં પણ જોડાયેલા છે,જયારે તેમની પત્નીનું નામ સોનલબેન છે જે પણ ઘણા જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે હિતેનકુમારએ લવ મેરેજ કાર્ય હતા.આટલું જ નહિ પરંતુ આ બંને મુંબઈની કોલેજમાં સાથે અભ્યાસ પણ કરતા હતા.આશરે આ બંને 1989 માં લગ્ન જીવનમાં જોડાયા હતા.

ઘણા ઓછા લોકો તેમના પરિવાર વિશે જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે હિતેનકુમારના પરિવારમાં તેમને એક બહેન છે અને તે ચોક્કસ પણે મુંબઈમાં રહે છે જયારે હિતેનકુમારના ભાઈનું નામ પંકજ છે.એવું કહેવામાં આવે છે કે તે હાલમાં વિદેશમાં જ રહે છે.ખાસ કરીને હિતેનકુમારના મૂળ ગામની વાત કરવામાં આવે તો તે સુરત જોડે ગણદેવી પાસે આવેલું તોરણ ગામના છે.

પરંતુ તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.હિતેનકુમારે ઊંચી મેડીના ઊંચા મોલમાં વિલનનો રોલ કરી ગુજરાતી ફિલ્મમાં શરૂવાત કરી હતી.જયારે આ ફિલ્મ પણ તે સમયે ઘણી વધારે હીટ સાબિત થઇ હતી.એટલું જ નહિ પરંતુ આ ફિલ્મમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા ચર્ચામાં આવ્યા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગુજરાત રાજ્યમાં તે એક હીરો તરીકે પ્રથમ ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મ પછી તેમની એક નવી ઓળખ મળી હતી.આટલું જ નહિ પરંતુ આ પછી તો તેમની પાસે ફિલ્મનો લાઈન આવી ગઈ હતી.હિતેનકુમારે એક ફિલ્મ અને નાટકમાં ચોક્કસ પણે કામ કર્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે આજે તે ભલે વૈભવી જીવન જીવી રહ્યો છે,પરંતુ એક સમય હતો જયારે તેઓ એક સામાન્ય જીવન પણ જીવતા હતા.તેમની આ સફળતા પાછળ ઘણા સંઘર્ષ પણ રહેલા છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તે એક સમયે રીક્ષા પણ ચલાવતા હતા.પરંતુ આજના સમયમાં કરોડોની માલિકી ધરાવે છે.

હિતેનકુમાર એક એવા અભિનેતા છે જે સતત સફળ થતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની ફિલ્મોને પણ લોકોએ ખુબ પ્રેમ આપ્યો છે.જયારે તે ફિલ્મો ઉપરાંત કેટલાક નાટક પણ કરી ચુક્યા છે.હિતેનકુમારે તેમના જીવનમાં ખુબ જ કઠિન સંઘર્ષ કરીને આજે નવી ઓળખ મેળવી છે.તે ગુજરાતના એક જાણીતા અભિનેતા રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *