એમ્બુલન્સ ન મળી તો પિતાના શવને ગાડી પર બાંધીને દીકરો પહોચ્યો મોક્ષધામ,આખી ઘટના જાણીને આંખમાં આંસુ આવી જશે……..

India

કોરોનાની મહામારી એટલી વધારે ગંભીર અને ભયાનક થઇ ગઈ છે કે ચારેબાજુ હવે કોરોના સાથે સંકળાયેલ કિસ્સાઓ જ સાંભળવા અને જોવા મળે છે.દેશમાં રોજ લાખોની સંખ્યામાં નવા કેસનો વધારો થઇ રહ્યો છે જયારે હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.કોરોનાની ખરાબ સ્થિતિમાં દરેક રાજ્યોમાં એક સરખી જોવા મળી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો પહેલા કરતા કોરોનાની બીજી લહેર વધારે ઘાતક સાબિત થઇ છે.જયારે ન જોયેલા દર્શ્યો હવે જોવા મળી રહ્યા છે.આટલુ જ નહિ પરંતુ મોક્ષધામમાં લોકો પોતાના પરિવારના અંતિમ સંસ્કાર માટે આશરે 5-6 કલાક રાહ જોઇને ઉભા રહે છે.ત્યારે અંતે તેમનો અંતિમ સંસ્કાર થઇ શકે છે.આ દરેક બાબત ખુબ જ દુખદ છે.

તમને જણાવી દઈએ હાલની સ્થિતિમાં હવે મૃતદેહ લાવવા માટે એમ્બ્યુલન્સની સેવા પણ પ્રાપ્ત થતી નથી.આવી મજબૂરીમાં અનેક તસ્વીર બહાર આવતી જોવા મળી રહી છે.આજે આવી જ એક તસવીર સામે આવી છે જેમાં એમ્બ્યુલન્સના અભાવે એક પુત્ર તેના પિતાના મૃતદેહને કારની છત પર બાંધી મોક્ષધામ લઈ આવ્યો હતો.

આ દ્રશ્ય જોઈને મોક્ષધામમાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.આટલું જ નહિ પરંતુ થોડા કલાકો પછી જ્યારે અંતિમ સંસ્કાર કરવાનો સમય આવ્યો ત્યારે પુત્રએ પિતાની લાશને કારની છત પરથી ઉતારી અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.આવી ગંભીર સ્થિતિ આજ સુધી કોઈ માનવીએ સપનામાં પણ વિચારી ન હતી.

એવું કહેવામાં આવે છે કે આ ઘટના આગ્રાના વિસ્તારમાંથી મસે આવી હતી.જયારે ત્યાની વાત કરવામાં આવે તો મળતા અહેવાલ મુજબ ત્યાં છેલ્લા 9 દિવસમાં આશરે 35 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.જયારે આગ્રાની ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓની ભરતી કરી રહી નથી.આવી સ્થિતિમાં ગંભીર દર્દીઓને ઘણી સમસ્યા સહન કરવી પડી રહી છે.

આ સમગ્ર ઘટના વચ્ચે કેટલાક રાજકારણીઓ રાજકારણ કરી રહ્યા છે.જયારે ઘણી પાર્ટીના લોકો એવું જણાવી રહ્યા છે કે કોરોનાની ખરાબ પરિસ્થિતિ માટે દેશ અને રાજ્યની સરકાર વધારે પડતી જવાબદાર રહી છે.જયારે સરકાર હવે આ રોગચાળાને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે.

હાલમાં સરકાર ખાલી વાતો કરી રહી છે પરંતુ ઓક્સિજન,પલંગ અને દવાઓ જેવી વસ્તુઓ પણ દર્દીઓને મળતી નથી.આ દરેક જરૂરી ચીજોનો અભાવ શહેરોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.આવી તો ઘણી ઘટનાઓ રોજ સામે આવતી રહે છે.જેમાં પરિવાર અનેક મુશ્કેલીઓ સામનો કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *