એશ્વર્યાથી પ્રેમ સબંધો,કરિશ્મા સાથે લગ્નની ખબરો તેમ છતાં હજુ સુધી કુવારો છે અક્ષય ખન્ના,કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે……..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા પણ કલાકારો છે જે આશરે 90 ના દાયકાથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી,અને આજે પણ તે સક્રિય જોવા મળી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક સ્ટાર્સ તો આજના સમયના સુપરસ્ટાર માનવામાં આવે છે.આવી જ રીતે બોલીવૂડના જાણીતા અને લોકપ્રિય સુપરસ્ટાર અભિનેતા વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્નાની વાત કરવામાં આવે તો તે હાલમાં ફિલ્મોથી ઘણા દૂર જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં અભિનેતા અક્ષય ખન્ના ઘણા લોકપ્રિય અભિનેતા માનવામાં આવતા હતા.આટલું જ નહિ પરંતુ તે સમયના હેન્ડસમ અભિનેતા હતા.તેમણે ઘણી સારું ફિલ્મો આપી છે.તેમનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે પરંતુ ધીરે ધીરે તે ફિલ્મોથી અલગ થઇ ગયા હોય તેવું જોવા મળ્યું છે.

એવું કહેવામાં આવે છે કે આજના સમયમાં આ અભિનેતા પોતાનું જીવન એકલા વિતાવી રહ્યા છે.અક્ષય ખન્નાએ ફિલ્મ હિમાલ્યા પુત્ર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઈ હતી. મની પહેલી ફિલ્મ તેના પિતા વિનોદ ખન્ના દ્વારા બનાવવામાં આવી હતી.આ પછી અક્ષયને તાલ,દિલ ચાહતા હૈ અને આ અબ લૌત ચલે જેવી ફિલ્મ્સથી ઓળખ મળી હતી.

અક્ષય ખન્નાની અભિનયની હંમેશાં પ્રશંસા પણ કરવામાં આવતી.તેના સારા અભિનયને કારણે અક્ષયે બોલિવૂડમાં એક અલગ નામ ઉભું કર્યું હતું.અક્ષયે તેની ફિલ્મની સફરમાં રોમાંટિકથી લઈને વિલન સુધીના દરેક પાત્રની ભૂમિકા નિભાવી હતી.પરંતુ હાલમાં અક્ષય માત્ર ફિલ્મોમાં સાઇડ એક્ટર તરીકે જોવા મળે છે.

અક્ષય ખન્ના હાલમાં આશરે 45 વર્ષના થઇ ગયા છે.પરંતુ તે આજે પણ અપરણિત જીવન જીવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડના અન્ય કલાકારોની જેમ અક્ષયનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું જોવા મળ્યું હતું.પરંતુ તે આજે પણ લગ્ન વગરનું જીવન જીવે છે.એવું કહેવામાં આવે છે કે અક્ષયે એશ્વર્યા રાયની સાથે ફિલ્મ આ અબ લૌત ચલે અને ફિલ્મ તાલમાં અભિનય કર્યો હતો.

આ સમય દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.એવું કહેવામાં આવે છે કે એશ્વર્યા અને અક્ષય ખન્નાના પ્રેમ સંબંધ લગભગ એક વર્ષ સુધી ચાલ્યા હતા.આ દિવસોમાં એશ્વર્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી નવી હતી.જયારે ફિલ્મોના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા.અને પ્રેમ કરવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે તેમના પ્રેમના ઘણા કિસ્સાઓ તે સમયમાં જોવા મળ્યા હતા.જયારે આ પાછી અચાનક સલમાન ખાન એશના જીવનમાં આવી જાય છે.જેમ કે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં જ્યારે એશ્વર્યાએ સલમાન ખાન સાથે ફિલ્મ કરી કરી હતી,ત્યારે તે અક્ષયથી ધીરે ધીરે દૂર થવા લાગી હતી.જયારે કેટલાક અહેવાલો મુજબ એવું પણ કહેવામાં આવે છે કે અક્ષય કરિશ્મા કપૂરને પણ પ્રેમ કરતા હતા.

જયારે રણધીર કપૂરે કરિશ્માના સંબંધોને વિનોદ ખન્ના પાસે મોકલ્યા હતા ત્યારે કરિશ્માની માતા બબીતા ​​કપૂર આ લગ્ન માટે તૈયાર ન હતી,કારણ કે તે સમયે કરિશ્મા કપૂર તેની કરિયરની ટોચ પર હતી.જેથી તે જલ્દી લગ્ન કરાવા માંગતી ન હતી.આ પછી અભિનેતાએ આજ સુધી કોઈની સાથે લગ્ન કર્યા નથી.

અભિનેતા અક્ષયનું એવું માનવું છે કે પોતે એકલા રહેવું વધારેપસંદ કરે છે કારણ કે તેમના સબંધો વધારે સમય સુધી ટકતા નથી.આથી તે લગ્ન પણ કરવા માંગતા નથી.અભિનેતા અક્ષયએ બોર્ડર, હસ્ટલ,હંગામા,હમરાજ,જેવી ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે આ અભિનેતા છેલ્લે 2018 માં રિલીઝ થયેલી ફિલ્મમાં જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પણ આ અભિનેતાને મળી ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *