એસિડિટી, હદયરોગ અને આ ૭ સમસ્યાઓને મૂળમાંથી દુર કરવા માટે ઘરે આ રીતે બનાવીને પીવો આ જ્યુસ,થોડા દિવસ પછી દુર થઇ જશે બધી સમસ્યાઓ……..

Health

એવું કહેવામાં આવે છે કે જો સારું સ્વાસ્થ્ય જાળવવું હોય તો સારો સંતુલિત ખોરાક ખાવો ખુબ જરૂરી છે.કારણ કે સંતુલિત આહારમાં દરેક પોષક તત્વો રહેલા હોય છે.જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.આટલું જ નહિ પરંતુ કેટલીક એવી પણ શાકભાજી છે જેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળી રહે છે.

સામાન્ય રીતે લોકો રોજીંદા આહારમાં અનેક પ્રકારની શાકભાજીનો સમાંવેશ કરે છે.આવી સ્થિતિમાં જો દૂધીની વાત કરવામાં આવે તો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.ઘણા લોકો દૂધીનું સેવન કરવાનું પસંદ કરતા હોય છે.જયારે તેની અલગ અલગ વાનગી બનાવીને પણ ખાતા હોય છે.દુધી દરેક ઋતુમાં મળી રહે છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે જો ઉનાળાની સિઝનમાં દૂધીનું સેવન કરવામાં આવે તો તેનાથી ઘણા રોગો સામે રક્ષણ મળે છે.ખાસ કરીને દૂધીમાં લગભગ 12 ટકા જેટલું પાણી હોય છે અને બાકીનું ફાઈબર હોય છે.રસોઈમાં દૂધીનો ખૂબ ઉપયોગ થાય છે.દૂધીમાં ઘણા ગુણધર્મો હોય છે.જે શરીરના અનેક રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.આજે તમને આવા અન્ય દૂધીના ફાયદાઓ જણાવી રહ્યા છીએ….

– એવું કહેવામાં આવે છે કે જે લોકો પહેલાથી બ્લડ પ્રેશરના દર્દીઓ છે અને તેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેમના માટે દૂધી વરદાન રૂપ સાબિત થઇ શકે છે.કારણ કે તેમાં સોડિયમ,પોટેશિયમ અને અન્ય ખનિજો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.આનું સેવન કરવાથી હાર્ટને લગતી બીમારીઓ પણ ઓછી થાય છે.માટે તમારે પણ આહારમાં આનું સેવન કરવું જોઈએ.

– તમને જણાવી દઈએ કે ખાલી પેટ પર જો એક ગ્લાસ દૂધીનો જ્યુસ પીવામાં આવે તો શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.સાથે સાથે દિવસ દરમિયાન કામ કરવાની શક્તિ પણ મળી રહે છે.જ્યુસમાં 98 ટકા પાણી અને એન્ટીઓક્સીડેંટસ હોય છે જે શરીરમાં ટોકસીન્સ બહાર કાઢી નાખે છે.તે પીવાથી શરીરને ઠંડક પણ મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ખરાબ ખોરાક લીવર પર અસર કરે છે,પરંતુ દૂધીના રસનું સેવન કરવામાં આવે તો લીવરની સમસ્યા થતી નથી.તે હમેશા સ્વસ્થ રહે છે.

– આજના સમયમાં ઘણા લોકો પોતાના વધતા વજનથી વધારે પરેશાન રહે છે.આટલું જ નહિ પરંતુ પોતાના વજનમાં ઘટાડો કરવા માટે અનેક ઉપાયો પણ કરે છે.પરંતુ ચોક્કસ પરિણામ જોવા મળતું નથી.આવી સ્થિતિમાં જો દૂધીનો રસ પીવામાં આવે તો તેનાથી લાભ થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે દૂધીના જ્યુસનું નિયમિત સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન સરળતાથી ઘટાડી શકાય છે.

– તમને જણાવી દઈએ કે જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે તેમના માટે દુધીનો રસ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.આ માટે તમારે દરરોજ સવારે ખાલી પેટે દૂધીનો રસ પીવો જોઈએ.આ હૃદયથી જોડાયેલી બિમારીઓ અને હાઇ બીપી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.દૂધીનો રસ અને મધ બંને એક સાથે પીવાથી શરીરમાં એસિડનું લેવલ કંટ્રોલમાં રહે છે.

– એવું કહેવામાં આવે છે કે દૂધીના બીજ,દાડમના સૂકા બીજ,ખડસલીઓ,ધન,આંબા હળદર, આસોપાલવના બીજ,ગંધક,ટેકણ,સિંધવ અને હિંગળો એ દરેકની યોગ્ય માત્રા લઈને તેનું ચૂર્ણ બનાવી તેનું રોજ સેવન કરવામાં આવે તો કૃમી,કોઢ,રક્તદોષ વગેરે વ્યાધિ દૂર થાય છે.આટલું જ નહિ પરંતુ શરીરમાં રહેલા નકામા તત્વો બહાર આવે છે.

– તમને જણાવી દઈએ કે દૂધીના રસના સેવનથી દાંત પણ મજબુત થઇ શકે છે.કારણ કે દુધીના રસમાં સારી માત્રામાં ફોસ્ફરસ હોય છે,જેને મધ સાથે સેવન કરવામાં આવે તો દાંત મજબૂત અને સ્વસ્થ બને છે.દૂધીનો રસ અને મધ સાથે લેવાથી શરીરને ઘણી વધારે માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે છે.તેના દ્વારા મસલ્સ સ્ટ્રોંગ બની રહે છે.દરરોજ સવારે એક ગ્લાસ દૂધીનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે.

– એવું કહેવામાં આવે છે કે દૂધીના રસમાં ફાઇબરની માત્રા વધારે હોય છે,જે સરળ પાચનમાં મદદ કરે છે અને ચયાપચયમાં પણ મદદ કરે છે.જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીનો અભાવ હોય છે, જેમ કે વધારે પડતો પરસેવો થવો,ઝાડા થવું અથવા થાક લાગે છે,તો તેવા લોકોએ દૂધીનો રસ એક ગ્લાસ પીવો જોઈએ.આનાથી ઘણા લાભ મળે છે.

– તમને જણાવી દઈએ કે દૂધીની છાલ ચેહરો સાફ કરવાથી ચેહરાની ગંદકી દૂર કરવામાં પણ મદદ કરે છે.આનો ઉપાય કરવાથી ત્વચાના રોમ છિદ્રો ખૂલી જાય છે.ચાંદાપડ્યા હોય તો થોડા દિવસ દૂધી ખાવાથી મટી જાય છે.આમ તે ઘણો લાભ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *