ઓક્સીજનથી લઈને લોહીની ઉણપ કે આ 50 બીમારીઓને મૂળમાંથી દુર કરે છે આ ફળ,જેનું રોજ આ રીતે કરશો સેવન તો…….

Health

આપણું શરીર વધારે સ્વથ્ય રાખવા માટે સારો ખોરાક લેવો ખુબ જરૂરી છે.કારણ કે ખોરાકમાંથી ઘણા પોષક તત્વો મળે છે જે શરીરને સારી ઉર્જા આપે છે.તમને જણાવી દઈએ કે ઘણા લોકો સંતુલિત ખોરાક સાથે કેટલાક ફળનું પણ સેવન કરતા હોય છે તો કેટલાક અમુક ચોક્કસ કંદમૂળનું પણ સેવન કરે છે.આવી સ્થિતિમાં જો બીટની વાત કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઘણીવાર ડૉક્ટર પણ બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી હંમેશા સલાહ આપતા હોય છે.એવું કહેવામાં આવે છે કે બીટની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે.જયારે ખાસ કરીને ચરબીની માતા તો નહીવત જોવા મળતી હોય છે.જયારે આનો સ્વાદ પણ ઘણો સારો હોય છે,જેથી ઘણા લોકો તેને ખાવાનું પણ પસંદ કરતા હોય છે.

ઘણા લોકો પોતાના ખોરાક સાથે તેનો સલાડ પણ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે.તમને જણાવી દઈએ કે બીટ જમીનમાં અંદર થતું હોવાથી તેમાં ઘણા બીજા પણ જરૂરી પોષક તત્વો રહેલા હોય છે.બીટનો ખાસ કરીને જ્યુસ બનાવીને સેવન કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.આજે તમને બીટના કેટલાક ફાયદાઓ જણાવી રહ્યા છીએ…

– તમને જણાવી દઈએ કે બીટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે.જેના કારણે શરીરના સ્નાયુઓ વધારે સારા અને મજબુત બને છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શરીરમાં જયારે પોટેશિયમની ઉણપ ઉભી થાય છે ત્યારે નબળાઈ,ખંજવાળ અને થાક લાગે છે.આવી સ્થિતિમાં આનું સેવન કરવામાં આવે તો તે આ દરેક સમસ્યા દૂર કરે છે.બીટ એનિમિયાથી પીડિત લોકો માટે એક વરદાન તરીકે કામ કરે છે.

– એવું કહેવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓ માટે બીટ ખુબ ફાયદાકારક રહે છે.બીટમાંથી ઉચ્ચ માત્રામાં ફોલિક એસીડ પ્રાપ્ત થાય છે.આ પોષક તત્વ ગર્ભવતી મહિલાઓ અને તેમના ન જન્મેલા બાળક માટે ખુબ જ ફાયદાકારક છે.આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓ તે ખુબ જ ઉર્જા આપે છે.

– તમને જણાવી દઈએ કે જો તમને વારંવાર થાક લાગી રહ્યો છે તો તમારે બીટનું સેવન કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે બીટથી એનર્જી વધે છે.તેના નાઈટ્રેટ તત્વ ધમનીઓને વિસ્તારવામાં મદદ કરે છે.જેનાથી શરીરના દરેક અંગોમાં ઓક્સિજન વ્યવસ્થિત રીતે પહોંચાડી દે છે.આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધે છે.

– એવું કહેવામાં આવે છે કે બીટના પાંદડાનો રસ થોડા દિવસો સુધી લગાતાર રીતે માથા પર લગાવવામાં આવે તો માથામાં પડેલી ટાલ જલ્દી દૂર થાય છે.બીટના પાંદડામાં હળદર ભેળવીને તેને વાટીને માથા પર લગાવવાથી માથાના વાળ ખરતા બંધ થાય છે અને જેના લીધે ટાલ પણ દૂર થાય છે.

– તમને જણાવી દઈએ કે બીટમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જેમાં વિટામીન સી પણ છે જેના લીધે મોતીયોની બીમારી દુર કરવામાં પણ બીટ ખુબ જ ફાયદાકારક છે.આંખોની સમસ્યા દુર કરતા અનેક તત્વો આવેલા હોવાથી મોતિયાની સમસ્યામાંથી પણ છુટકારો અપાવી શકે છે.બીટના મૂળને લઈને તેને ઘી સાથે 21 દિવસ સુધી સેવનકરવાથી મસામાં રાહત મળે છે.

– બીટની અંદર રહેલા વિટામિન અને મિનરલ્સ હૃદયને સ્વાસ્થ્ય રાખવાનું કામ કરે છે.ખાસ કરીને આ લોકોએ વધારે બીટનું સેવન કરવું જોઈએ.આ માટે તમારે રોજ એક કપ બીટનો રસ પીવો જોઇએ.બીટનું જ્યુસ પીવાથી તણાવ અને હાર્ટએટેક જેવી બીમારીનો ખતરો ઓછો થાય છે.

– એવું કહેવામાં આવે છે કે બીટમાં ઉચ્ચ માત્રામાં નાઈટ્રેસ આહારના રૂપમાં ઉપયોગ કરવાથી મગજ સુધી ઓક્સીજન પહોંચવો સરળ બને છે.નાઈટ્ર્સના કારણે રક્ત વાહિકાઓની પહોળાઈ વધે છે અને ઓક્સીજન જરૂરિયાત વાળી જગ્યાઓ સુધી પહોંચે છે અને તેનું પ્રમાણ પણ વધે છે.બીટ મગજમાં ઓક્સિજનનો પ્રવાહ બનાવી રાખે છે જેના લીધે નિયમિત રીતે આનું સેવન પણ કરવું જોઈએ.

– તમને જણાવી દઈએ કે બીટ સામાન્ય રોગો તો દૂર કરે છે,પરંતુ બ્રેસ્ટ કે પ્રોસ્ટેટ કેન્સર સામે પણ રક્ષણ આપે છે.જો બીટનું સેવન કરવામાં આવે તો તેના ટ્યુમરની વધવાની ગતિ ઘણી ઓછી થઇ જાય છે.જે લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીથી હમેશા માટે દૂર રહેવા માંગે છે તે લોકોએ બીટનું સેવન ચોક્કસ રીતે કરવું જોઈએ.

– સામાન્ય રીતે લોકો વધારે પડતી ગરમીમાં બીજી ઝેરીલી વસ્તુ ખાવાથી મોઢામાં ચાંદી કે ફોડલીઓ થઈ જાય છે.આવી સ્થિતિમાં જો બીટના પાંદડાનો રસ કાઢીને અથવા તેના પાનને વાટીને તેનો ઉકાળો બનાવીને તે રસ દ્વારા કોગળા કરવામાં આવે તો તેનાથી મોઢામાં પટેલી ચાંદી અને દાંતના દુખાવામાં ઘણી રહતા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *