ઓક્સીજન લેવલ ઠીક કરવા માટે ઘરે કરો આ ઉપાય,ઘરમાં રહેલી આ વસ્તુઓ વધારશે તમારું ઓક્સીજન…….

Health

દેશમાં કોરોનાની જે બીજી લહેર ઉભી થઇ છે તે ઘણી ઘાતક સાબિત થઇ રહી છે.કોરોનાને કારણે રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે,જયારે હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોરોના વાયરસની આ ઉભી થયેલી બીજી લહેર ખાસ કરીને સૌથી વધુ અસર ફેફસાં પર થઇ રહી છે.મોટાભાગના લોકો આને કારણે પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.

આવી સ્થિતિમાં દરેકના ફેફસાં મજબૂત હોવા ખુબ જરૂરી છે.જે આવી ગંભીર બીમારી અને ચેપથી વધારે પ્રભાવિત થઇ ન શકે.દરેક વ્યક્તિ જાણે છે કે શરીરને રોગપ્રતિકારક શક્તિને કેટલી વધારે મજબૂત હશે તેમ કોરોનાની અસર ઓછી થશે,પરંતુ તે સાથે ફેફસાં પણ કોરોના વાયરસથી બચાવવા ઘણા ઉપયોગી છે.

આવી સ્થિતિમાં આજે તમને ફેફસા અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.જે આ ઉપાય કરવાથી ફેફસાં મજબૂત તો થશે સાથે સાથે આવી ગંભીર બીમારી સામે લડવાની શક્તિ પણ મળશે.અને ઘણા ચેપથી સારું એવું રક્ષણ પણ મળશે.તો જાણો આ ઘરેલું ઉપાયો વિશે…

તુલસી અને લવિંગનું મિશ્રણ –

તમને જણાવી દઈએ કે તુલસીનો ઉપયોગ દવાઓ તરીકે ઘણા સમયથી કરવામાં આવતો રહ્યો છે.જયારે લવિંગ એક મસાલાનું કામ કરે છે જે ખોરાકના સ્વાદમાં વધારો કરે છે.પરંતુ આ બનેનું મિશ્રણ કરીને સેવન કરવામાં આવે તો ફેફસાં માટે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.આટલુજ નહિ પરંતુ ઘણા વાયરસથી પણ બચી શકાય છે.તુલસી અને લવિંગનું મિશ્રણ ખાવાથી ફેફસાંમાં શક્તિ મળે છે.આ ઉપાય કરવા માટે થોડા તુલસીના પાન લેવા અને પછી તેમને સૂકવી દેવા.હવે તેમને લવિંગની સાથે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો.આ મિશ્રણ તૈયાર થાય ત્યારે દરરોજ તેનું સેવન કરો.તમે આ મિશ્રણમાં થોડી હળદર પણ ઉમેરી શકો છો.આનું સેવાબ્ન કરવાથી હદય સારું રહે છે.

મુલેથી અને કાળા મરીનું મિશ્રણ –

એવું કહેવામાં આવે છે કે ફેફસાંને મજબૂત બનાવવા માટે આ મિશ્રણ પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે.આ મિશ્રણ બનાવવા માટે થોડું આલ્કોહોલ,કાળા મરી અને લવિંગ ફ્રાય કરવું.આ પછી તેમાં 4-5 તુલસીના પાન,થોડી ખાંડ અને તજ મિક્સ કરવા.જો તમે ઇચ્છો તો આ મિશ્રણને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો.અને તેનો પાવડર તૈયાર કરો.અને આનું સેવન કરવું.તમને જણાવી દઈએ કે આ મિશ્રણ રોજ ખાવાથી ફેફસાં મજબૂત બને છે.આટલું જ નહિ પરંતુ આ મિશ્રણ અસ્થમાના દર્દીઓને ઘણા લાભ પણ આપે છે.

તુલસી –

સામાન્ય રીતે જોવામાં આવે તો તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ઉપયોગી છે.એવું કહેવામાં આવે છે કે તેનું સેવન કરવાથી ફેફસાંના ઘણા રોગો દૂર થાય છે.તુલસીનું સેવન કરવાથી શરીરને પોટેશિયમ,આયર્ન,મેગ્નેશિયમ,કેરોટિન અને વિટામિન-સી જેવા તત્વો મળે છે.આ બધા તત્વો ફેફસાંને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.માટે દરરોજ સવારે ખાલી પેટ પર તુલસી ખાવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.માટે ધ્યાનમાં રહે કે દરરોજ 4-5 તુલસીના પાન ચાવવા અથવા તેની ચા પણ બનાવી સેવન કરી શકાય છે.જો તમે તુલસીની ચા બનાવા માંગો છો તો એક ગ્લાસ પાણી ગરમ કરવું અને આ પાણીમાં તુલસીના પાન નાખો અને પાણીને સારી રીતે ઉકાળો.આ પાણી ગાળીને તેનું સેવન કરવું.

લવિંગ –

તમને જણાવી દઈએ કે લવિંગમાં ઘણા ગુણધર્મો રહેલા છે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.એવું કહેવામાં આવે છે કે તેનું યોગ્ય સેવન કરવામાં આવે તો તે પાચક સિસ્ટમ,હૃદય,ફેફસાં,યકૃત સ્વસ્થ રાખે છે.લવિંગમાં યુજેનોલ નામનું તત્વ હોય છે,જેના કારણે પેટની સમસ્યા અને શરીરના દુખાવા જેવી સમસ્યાઓ ઉભી થતી નથી.આ ઉપરાંત લવિંગમાં બળતરા વિરોધી એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે,જે શરીરને વાયરસથી સુરક્ષિત કરે છે.માટે ચોક્કસ રીતે દરરોજ લવિંગનું પણ સેવન કરવું જોઈએ.

તજ –

તમને જણાવી દઈએ કે તજ એક એવી વસ્તુ છે જે ફેફસાંને મજબૂત બનાવવામાં ઘણી ઉપયોગી સાબિત થાય છે.આટલું જ નહિ પરંતુ તેમાં રહેલા થાઇમિન,ફોસ્ફરસ,પ્રોટીન,સોડિયમ,વિટામિન, કેલ્શિયમ,મેંગેનીઝ,પોટેશિયમ,નિયાસિન,કાર્બોહાઈડ્રેટ જે આપણા શરીરને અનેક ચેપથી રક્ષણ કરે છે.તેમાં વધારે એન્ટી ઓક્સિડેન્ટનો સ્રોત હોય છે,જે ફેફસાંને વધારે મજબુત અને સ્વસ્થ રાખે છે.માટે તેનું પણ સેવન કરવું.

હળદર –

હળદર એક એવો મસાલો છે જે દરેકના ઘરના રસોડામાં ચોક્કસ રીતે જોવા મળે છે.આ ઉપરાંત આયુર્વેદમાં પણ હળદરને શ્રેષ્ઠ માનવામાં આવે છે.જો હળદરનું દૂધ રોજ પીવામાં આવે તો ફેફસાં વધારે મજબૂત બને છે.અને ઘણા રોગો હમેશા માટે દૂર રહે છે.આ માટે તમારે પણ રોજ રાત્રે સુતા પહેલા હૂંફાળા દૂધમાં હળદર નાખીને તેનું સેવન કરવું.આ સિવાય તમે ઇચ્છો તો પાણીમાં હળદર પણ નાખીને સેવન કરી શકો છો.જો દરરોજ સવારે ખાલી પેટ પર હળદરનું સેવન કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

મુલેથી –

તમને જણાવી દઈએ કે મુલેથીમાં ફોસ્ફરસ,કેલ્શિયમ,કોલીન,આયર્ન,મેગ્નેશિયમ,પોટેશિયમ, સિલિકોન,ગ્લિસ્રિક એસિડ અને એન્ટી-ઓક્સિડેન્ટ,એન્ટિ-બાયોટિક ગુણધર્મો છે.તેનું સેવન કરવાથી શરદી,તાવમાં રાહત મળે છે.આ ઉપરાંત ફેફસાં પણ સારા રહે છે.આ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર મુલેથી પાવડર દરરોજ સેવન કરવાથી ઘણા બીજા પણ લાભ મળશે.

નોધ : આ ઉપાયો કરતાં પહેલા એક વાર જરૂરથી ડોક્ટરની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *