ઓનલાઈન ક્લાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થયો પ્રેમ તો બંનેએ કર્યું કંઇક એવું કે ………..

Uncategorized

પ્રેમનો એક એવો સબંધ છે જેમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે અને કોઈ સાથે પ્રેમ સબંધોમાં જોડાઈ શકે તે કહેવું ઘણું મુશ્કેલ હોય છે.એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં કોઈ પણ સબંધો કે ઉમર જોવામાં આવતી નથી.પ્રેમ તો એકબીજાની નજરથી નજર મળી જાય છે ત્યારે પણ થઇ જતો હોય છે.આજે આવો જ પ્રેમ સાથે સંકળાયેલો કિસ્સો બિહારના ભાગલપુરના વિસ્તારમાંથી સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે કોચિંગ કરવતા શિક્ષકને એક વિદ્યાર્થિની સાથે પ્રેમ થઇ ગયો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં કોરોનાને કારણે શાળાઓ અને કોલેજો બંધ છે,જયારે તેની સામે હવે ઓનલાઇન ક્લાસ દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.આવી જ રીતે આ વિસ્તારના ફિઝિક્સ કોચિંગ ચલાવતા શિક્ષક પણ ઓનલાઇન ક્લાસ લઇ રહ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે આ દરમિયાન તેમણે પોતાની ક્લાસમાં એક યુવતીને જોઈ જે પછી તેમને પ્રેમ થવા લાગ્યો,જયારે યુવતી પણ તેમને પસંદ કરવા લાગી હતી.આખરે બંને પ્રેમમાં પડી ગયા હતા.તમને જણાવી દઈએ કે આ મામલો લગ્ન સુધી આગળ વધી ગયો હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ શિક્ષકે લગ્ન એક મંદિરમાં કરી નાખ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ શિક્ષક ઓનલાઇન કોચિંગ ક્લાસમાં ચલાવતા હતા.જયારે આ સમયે એક યુવતી પણ તેમાં જોડાઈ હતી.રોજ તેમના સમય દરમિયાન ક્લાસ ચાલતા હતા.પરંતુ આ દરમિયાન જ્યારે શિક્ષક અને યુવતી વચ્ચે પ્રેમ ઉભો થવા લાગ્યો હતો.આ પછી તો તે ધીરે ધીરે એકબીજાને મળવા પણ લાગ્યા હતા.

આ પછી તો બંને પ્રેમીઓએ લગ્ન કરવા માટેનો વિચાર કરી નાખ્યો હતો.જે પછી ગામ સ્થિત એક મંદિરમાં લગ્ન કર્યા હતા.જયારે એવું પણ કહી શકાય છે કે દહેજ વિના લગ્ન કરીને સમાજમાં એક દાખલો બેસાડવાની સાથે સાથે દહેજના લોભીઓને કડક સંદેશ પણ આપ્યો છે.કોઈ પણ ખર્ચ અને ધામધૂમ વિના આ લગ્નની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

જયારે સમગ્ર આ ઘટના અંગે યુવતીના પરિવાર પણ એવું જણાવી રહ્યા છે કે જ્યારે ઈન્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે પરિવારના સભ્યોને તેના લગ્નનની ચિંતા થવા લાગી હતી.અને આ ચિંતા લગ્નમાં સામેલ દહેજની હતી.જયારે યુવતી દહેજનો હમેશા વિરોધ કરતી હતી.જયારે પણ ઘરમાં લગ્નની ચર્ચા થતી અને તેમાં દહેજનું નામ આવે ત્યારે યુવતી લગ્ન કરવા માટે ના કહેતી હતી.

પરંતુ યુવતી અને શિક્ષક બંને પ્રેમમાં જોડાયા અને તેમના વિચારો પણ ઘણા સારા હતા.જેથી પરિવાર પણ આ તેમના લગ્નથી ખુશ હતો.જયારે તેમના આ લગ્ન દહેજ પ્રથાને તોડવા માટે આવા સાદા લગ્ન કાર્ય હતા.જેથી ઘણા લોકો તેમના આ લગ્નથી ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *