કંઇક મોટું કરવાનો સંકલ્પ લઈને ઘરેથી 25 રૂપિયા લઈને નીકળ્યા હતા પછી કર્યું એવું કામ કે આજે છે 7000 કરોડની કંપની……………

India

એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિના જીવન એક સરખા હોતા નથી.કેટલાક લોકોના જીવનમાં સારો સમય ચાલતો હોય છે તો કેટલાક લોકો ખરાબ સમયમાંથી પસાર થતા હોય છે.જયારે સમય ખરાબ હોય છે ત્યારે ઘણું કરવા માંગતા હોવા છતાં કઈ કરી શકાતું નથી.આવી સ્થિતિમાં અનેક સમસ્યાઓ સાથે જીવન જીવવું પડતું હોય છે.

જયારે કેટલાક એવા પણ લોકો હોય છે જે ખરાબ પડકારોથી ડરતા નથી,પરંતુ તેનો સામનો કરે છે.સતત કોઈને કોઈ પ્રયત્નોમાં રોકાયેલા રહે છે.જયારે સખત મહેનત કરીને તે સફળ થાય છે ત્યારે બીજા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઇ જાય છે.આજે તમને ઓબેરોય ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ રાય બહાદુર મોહન સિંહની વાત જણાવવા જી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં ઓબેરોય જૂથનું નામ એક મોટા સમૃદ્ધ ઘરોમાં થાય છે.પરંતુ મોહનસિંહએ કરેલા સંઘર્ષો ઘણા ઓછા લોકો જાણતા હશે.એવું કહેવામાં આવે છે કે ઓબેરોય જૂથની શરૂઆત મોહનસિંહ ઓબેરોય દ્વારા કરવામાં આવી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમનો જાણ પાકિસ્તાનના ભાણૌ ગામે થયો હતો.

મોહનસિંહ ઓબેરોય મૂળ શીખ પરિવારમાંથી છે.ઓબેરોયના જીવનની કસોટી નાનપણથી જ ચાલુ થઇ હતી.એવું કહેવામાં આવે છે કે જયારે ઓબેરોયના પિતાનું અવસાન જયારે તે નાના હતા ત્યારે થયું હતું.આ પછી ઘરની બધી જવાબદારી તેની માતા પર આવી હતી.સંજોગો ઘણા ખરાબ હતા તેથી સારી શિક્ષણ મેળવી શક્યા ન હતા.આ પછી સરકારી કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો.

જયારે તે મોટા થયા ત્યારે રોજગારની શોધમાં ઘણા સ્થળોએ ગયા હતા.પરંતુ તેમને કોઈ સફળતા મળતી ન હતી.ખૂબ જ જહેમત બાદ પણ જ્યારે તેને રોજગાર ન મળ્યો ત્યારે તેણે મિત્રની સલાહ લીધી. તેમના મિત્રની સલાહ પર તે અમૃતસરમાં એક ટાઇપિંગ કોર્સમાં કામ માટે લાગ્યા.જે હાલના ભારતમાં છે.

પરંતુ તે ફક્ત અભ્યાસક્રમની શરૂઆત દરમિયાન જ સમજાયું કે આ ક્ષેત્રમાં પણ ઘણી સંભાવના નથી.આવી સ્થિતિમાં તેણે આ કોર્સને મધ્યમાં છોડી ગામમાં પાછા જવાનું નક્કી કર્યું.કારણે કે શહેરમાં રહેવું તેમના માટે ઘણું મોન્ગું સાબિત થઇ રહ્યું હતું.ગામમાં પાછા ફર્યા પછી તેના કાકાએ તેના માટે જૂતાની ફેક્ટરીમાં કામ કરવાની વાત કરી.પગરખાં બનાવવા અને વેચવા માટે જગ્યા હતી.

ઘરની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હોવાથી આ કામ કરવા માટે પણ તૈયાર થઇ ગયા હતા.પરંતુ ઘણા ઓછા સમયમાં આ ફેક્ટરી પણ બંધ થઈ ગઈ.આ પછી પાછા ઘરે આવવું પડ્યું હતું.ઉમર થઇ ત્યારે પરિવારના દબાણને કારણે તેઓએ લગ્ન પણ કરી લીધા હતા.લગ્ન પછી મોહનસિંહ ઓબેરોયનો મોટાભાગનો સમય તેના સાસરિયાના ઘરે પસાર થતો હતો.આવી સ્થિતિમાં જ્યારે તે એક વખત તેના ઘરે પાછા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આખા ગામમાં પ્લેગ ફેલાયો છે.

આ રોગને કારણે ગામના અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.આવી સ્થિતિમાં તેની માતા પણ તેને ઘરેથી સાસરાના ઘરે રહેવાની સલાહ આપી હતી.આ પછી રોજગારની શોધમાં ઓબેરોયને ફરી એકવાર જીવનમાં ભટકવા લાગ્યો.એવું અહેવામાં આવે છે કે આ સમયે તે પોતે હારી ગયા હતા.પરંતુ એક દિવસ સાસરાના ઘરે જોયું કે સરકારી નોકરીની જાહેરાત અખબારમાં છપાયેલી છે.

આ જાહેરાત કલાર્કની એક પોસ્ટની હતી.જેથી તેમાં કામ કરવાનું વિચારી લીધું.આ પછી ઓબેરોઇ કંઈપણ વિચાર્યા વગર સીધા શિમલા ચાલી ગયા.આ સમય દરમિયાન તેમની માતાએ આશરે પચીસ રૂપિયા આપ્યા હતા.અને આજ પૈસાથી તે આજે જાણીતું નામ કરી લીધું હોવાનું કહેવાય છે.કોઈપણ તૈયારી વિના આ પરીક્ષામાંથી પસાર થવું તેમના માટે ઘણું કઠીન હતું..

મોહનસિંહ ઓબેરોય તેમના જીવનમાં પ્રથમ વખત એવું જોયું કે શહેરમાં મોટી મોટી સુંદર ઇમારતો હતી.અંગ્રેજી સરકારના બધા મોટા અધિકારીઓ ત્યાં બેસતા.એક દિવસ શિમલામાં ભટકતો હતો ત્યારે તેની નજર હોટલ સિસીલ પર પડી.તે સમય દરમિયાન આ હોટલ ભારતની જાણીતી હોટલોમાં એક માનવામાં આવતી હતી.

ઓબેરોયે કંઇપણ વિચાર્યા વિના હોટલની અંદર પગ મૂક્યો.આ હોટલમાં તે ખાવા નહિ પરંતુ કામ કરવાનું વિચારી ગયા હતા.જયારે અંદર ગયા ત્યારે હોટલના મેનેજર સાહેબ ઘણા સારા સ્વભાવના હતા.અને પોતાના કામની વાત કરી.આ પછી મોહનસિંહ ઓબેરોયને મહિનાના 40 રૂપિયાના પગારમાં તે હોટલમાં ક્લાર્કની નોકરી મળી હતી.

થોડા મહિના પછી તેનું કામ જોતા તેના પગારને મહિને પચાસ રૂપિયા કરવામાં આવ્યો હતો.આટલું જ નહિ પરંતુ થોડા સમય પછી મોહનસિંહ ઓબેરોયે હોટલ મેનેજમેન્ટને હોટલની બાજુથી રહેવાની વ્યવસ્થા કરવાનું કહ્યું,ત્યારબાદ મેનેજમેન્ટે તેમની સંમતિ સ્વીકારી લીધી.આ પછી પોતાની પત્ની સાથે તે ત્યાં રહેવા લાગ્યા હતા.થોડા મહિના પછી હોટલનું સંચાલન બદલાઈ ગયું.

અચાનક તેમનું ભાગ્ય બદલાઈ ગયું.તેમને કેશિયરની નોકરી સોંપવામાં આવી.માત્ર 25 રૂપિયાથી જીવનની તસવીર બદલવા સિમલા આવેલા મોહનસિંહ ઓબેરોયને ઘણી ખુશી મળી.જયારે તેમને નવી પોસ્ટ મળી ત્યારે સખત મહેનત કરી.આટલું જ નહિ પરંતુ બ્રિટીશ શાસકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.એવું કહેવામાં આવે છે કે તે સમય દરમિયાન તેમની આખી હોટલમાં એક અલગ ઓળખ હતી.

બદલતા સમય સાથે તેમની એવી ઓફર મળી કે 2500૦ રૂપિયામાં સિસિલ હોટલ ખરીદે.આવી સ્થિતિમાં આ પૈસાનું મુલ્ય તે સમયે કરોડોમાં ગણવામાં આવતું હતું.જેથી મોહનસિંહ ઓબેરોય તેમની પાસેથી થોડો સમય માંગીને હોટેલ ખરીદવા માટે સંમત થયા.ઓબેરોયે તેની પૂર્વજોની સંપત્તિ અને પત્નીનાં ઘરેણાં 25000 રૂપિયામાં ગીરવે મૂક્યાં હતાં.

ઓબેરોયે આ રકમ હોટલના મેનેજરને પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા પછી આપી હતી.જે પછી મોહન સિંઘ 1934 માં હોટલ સિસિલના માલિક બન્યા.મોહનસિંહ ઓબેરોયે હોટલની માલિકી મેળવ્યા પછી પણ કામ કરવાનું બંધ કર્યું નહીં.તેમણે વર્ષ 1934 માં ઓબેરોય જૂથની સ્થાપના કરી.જેમાં 30 હોટલ અને તે સમયે પાંચ મલ્ટી-સુવિધાવાળી હોટલો શામેલ હતી.

જયારે આજની વાત કરવામાં આવે તો ઓબેરોય ગ્રૂપે વિશ્વના છ દેશોમાં પોતાનું એક અલગ નામ ઉભું કર્યું છે.આજે ઓબેરોય પાસે 7 હજાર કરોડનું ‘ઓબેરોય ગ્રુપ’ નું મોટું સામ્રાજ્ય છે.જયારે તેમની પેઢી પણ આમાં સામેલ થઇ ગઈ છે.આજના યુવાનોને તે એક પ્રેરણા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *