કબજિયાત, ઝાડા, ખરજવું હોય કે બીજી અન્ય કોઈ બીમારીને એક જ દિવસમાં દુર કરે છે લીંબુ,બસ આ રીતે કરો ઉપયોગ………

Health

કોરોના જેવી મહામારીમાં સ્વાસ્થ્ય ધ્યાન આપવું ખુબ જરૂરી છે.આ માટે કેટલાક ઘરેલું ઉપાયો કરીને પણ કેટલાક ઔષધિય ફાયદા મેળવતા હોય છે.આવી સ્થિતિમાં જો લીબું વિષે વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ દરેક ઘરમાં થતો રહો છે.ખાસ કરીને ઉનાળામાં લીબુનો વધારે ઉપયોગ થતો જોવા મળે છે.લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે.

ઘણા લોકો લીંબુના અનેક ફાયદાઓ પણ જાણતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લીંબુની અંદર અનેક પ્રકારના ઔષધિય ગુણો હોય છે,જે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા પહોંચાડતા હોય છે.માટે દરેક વ્યક્તિ તેનો કોઈને કોઈ રીતે ઉપયોગ ચોક્કસ રીતે કરતો હોય છે.આજે તમને લીંબુના કેટલાક અન્ય ફાયદાઓ જણાવી રહ્યા છીએ,જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે…

– એવું કહેવામાં આવે છે કે લીંબુનો રસ અને મધ તાજા પાણીમાં મેળવીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં સારી શક્તિ મળી રહે છે.આ ઉપરાંત હૃદય પણ મજબૂત બનાવે છે.શરીરના સ્નાયુઓ સ્ફૂર્તિલા બને છે.આ ઉપરાંત એવું ઓન કહેવામાં આવે છે કે લીંબુના ગરમ રસને મધ સાથે લેવાથી ગળાનો સોજો તથા ગળાના અન્ય રોગોમાં ફાયદો થાય છે.

– એવું કહેવામાં આવે છે કે લીંબુ સાથે બીજા કેટલીક જરૂરી વસ્તુઓ મેળવીને સેવન કરવામાં આવે તો તે લીવરના સોજામાં ફાયદો આપે છે.આ માટે તમારે 1 લીટર લીંબુનો રસ,100 ગ્રામ આદુનો રસ,10 ગ્રામ મીઠું,20 ગ્રામ જીરું,5 ગ્રામ હિંગ. જીરૂં તથા હિંગને તવા પર શેકી તેનો બારીક ભૂક્કો કરો.આ ભૂકાને મીઠું,આદુ તથા લીંબુના રસ સાથે ભેળવી બાટલીમાં ભરી લો.આ પછી રોજના 3 થી 8 ગ્રામ પ્રમાણમાં લેવાથી લીવરના સોજામાં ફાયદો થાય છે.સાથે સાથે ભૂખમાં પણ વધારો થાય છે.

– લીંબુથી ત્વચાના કેટલાક રોગો પણ દૂર થાય છે.એવું કહેવામાં આવે છે કે લીંબુના રસમાં આમલીના બી વાટીને દાદર,ખરજવું પર લગાવવામાં આવે તો તે પણ જલ્દી મટે છે.જયારે લીંબુના રસમાં કોપરલ તેલ મેળવીને શરીર પર એની માલિશ કરવાથી ચામડીની શુષ્કતા,ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં લાભ થાય છે.માટે તમે પણ આ ઉપાય કરી શકો છો.

– એવું કહેવામાં આવે છે કે લીંબુના રસને મુલતાની માટી અથવા ચણાના લોટ સાથે ભેળવીને માથામાં લગાવવામાં આવે તો વાળની ઘણી સમસ્યાઓ ઓછી થવા લાગે છે.જયારે આ રીતે ઓછામાં ઓછા અઠવાડિયામાં બેવાર વાળ ધોવાથી ખોડો મટી જાય છે,આ ઉપરાંત વાળ ખરતા અટકે છે.અને વાળમાં નવી ચમક આવતી જોવા મળે છે.

– જો તમને અચાનક પેટમાં કોઈ દુખાવો થઇ રહ્યો છે તો તમારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી લીંબુનો રસ,1 ચમચી આદુનો રસ અને સાકર નાખીને પીવાથી દરેક પ્રકારના પેટનાં દર્દમાં રાહત મળે છે.આ સાથે પેટના બીજા અન્ય રોગો પણ દૂર કરવામાં મદદ કરે છે.

– જે લોકોને દાંતની કોઈ પણ સામાન્ય હોય તે લોકો જો લીંબુનો ઉપયોગ કરે છે તેમની સમસ્યા ઘણી ઓછી થઇ શકે છે.જો દાંતમાંથી લોહી નીકળતું હોય તો તમારે નીલીંબુના રસને આંગળી પર લઈને દાંતના પેઢા ઉપર ઘસવાથી તથા નિયમિતરૂપે લીંબુનું શરબત પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે.

– જયારે અમુક લોકોને કમળો થઇ જાય છે ત્યારે ઘણી દવાઓ લેવી પડતી હોય છે.અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે લીંબુનો રસ,ખાંડ મીઠા સોડા,નોસદર પાણીમાં ભેળવી સવાર-સાંજ લેવાથી કમળો મટે છે.આ ઉપરાંત ગરમીને કારણે તાવ આવવો,કમરનો દુખાવો અને હાથમાં દુખાવો થઇ રહ્યો છે તો તમારે એક ચમચી લીંબુના રસમાં દસ ટીપાં તુલસીના પાનનો રસ,ચાર મરી અને બે પીપળી ચૂરણ ભેળવી સવાર-સાંજ લેવું.આનથી તાવમાં ઘણી રહતા મળે છે.

– ઘણા લોકો વધારે પડતા કામ અને બીજા અન્ય કારણોથી તણાવમાં રહેતા હોય છે.જેના કારણે અનિંદ્રા જેવી સમસ્યા ઉભી થાય છે.જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમારે રાતના સૂતા પહેલા લીંબુ રસમાં લવિંગ ઘસી ચાટી લેવું,આ ઉપરાંત સરસવના તેલથી હાથ-પગ કપાળ, કાનપટ્ટી તથા કાનની પાછળના ભાગ પર માલિશ કરવી.આ કરવાથી ઊંઘ જલદી આવશે.

– ઘણીવાર ગરમીમાં કેટલાક લોકોને ઝાડા જેવી સમસ્યા ઉભી થાય છે,આવી સ્થિતિમાં લીંબુનો રસ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.આ માટે તમારે લીંબુનો રસ કાળી ચા સાથે લેવો જોઈએ.આ કરવાથી ઝાડા બંધ થાય છે.લીંબુના રસને ૩૦૦ ગ્રામ પાણીમાં મેળવી દિવસમાં ચારથી પાંચવાર લેવાથી આવે તો પણ ઝાડા જલ્દી મટી જાય છે.

– એવું કહેવામાં આવે છે કે લીંબુનો રસ નવશેકા પાણી સાથે વહેલી સવારે પીવાથી આંતરડાની મળશુદ્ધિ થાય છે,સાથે સાથે ભૂખમાં પણ વધારો થાય છે.માટે તમારે પણ આનું યોગ્ય સેવન જરૂર કરવું જોઈએ.

– ગરમ ઉકાળેલું પાણીમાં લીંબુનો રસ અને તેમાં ચપટી મીઠું ઉમેરીને પીવામાં આવે તો શરદીમાં ઘણી રહતા મળે છે.અને બંધ નાક પણ ખુલી જાય છે.આ ઉપરાંત જો ખરાબ ઉબકા આવી રહ્યા છે તો તમારે લીંબુના રસમાં થોડું કાળું મીઠું,વાટેલા કાળાં મરીનો ભૂક્કો,જીરું,અજમો ભેળવી એક ગ્લાસ પાણીમાં ભેળવીને સેવન કરવાથી ઉબકા આવતા બંધ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *