કમજોર શુક્રના કારણે જીવનમાં આવે છે પૈસાની સમસ્યા તો કરો આ ઉપાય,થઇ જશો માલામાલ….

Astrology

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે ગ્રહો પોતાના સ્થાનમાં રોજ બદલાવ કરે છે,જેના કારણે દરેક લોકોના જીવનમાં તેની સારી અને ખરાબ અસર પડતી જોવા મળે છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે જન્માક્ષર જીવન પર વધારે ઊંડી અસર પડે છે.આવી સ્થિતિમાં જો શુક્ર ગ્રહની વાત કરવામાં આવે તો તે આપણા જીવન પર અસર કરી શકે છે.

એવું કહેવામાં આવે છે કે શુક્ર ગ્રહ કુંડળીમાં મજબૂત હોય તો જીવનમાં ભૌતિક સુખ અને ધન પ્રાપ્ત થાય છે.પ્રાંતિ જયારે શુક્ર ગ્રહ વધારે પડતો નબળો પાડે છે ત્યારે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ પૈસાથી સંબંધિત પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જયારે જે લોકો પ્રેમ જીવન જીવી રહ્યા છે તેમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ પણ આવતા રહે છે.

જો તમે પણ આવી સ્થિતિથી વધારે પરેશાન થઇ રહ્યા છો તો તમારે લાલ કિતબમાં જણાવેલ કેટલાક ઉપાયોનો ઉપયોગ ચોક્કસ રીતે કરવો જોઈએ.આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિને વધારે મજબૂત બની શકે છે.આટલું જ નહિ પરંતુ આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે.અને સંપત્તિમાં વધારો થવા લાગે છે.તો જાણો આ ઉપાયો વિશે…

– તમને જણાવી દઈએ કે તમે પણ તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિને વધારે મજબૂત બનાવવા માંગો છો તો તમારે સ્વચ્છતાની વિશેષ કાળજી લેવી જોઈએ.આ ઉપરાંત દરરોજ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા અને ઘરની સ્વચ્છતાની પણ કાળજી લેવી.આવું નિયમિત કરવામાં આવશે તો શુક્ર વધારે બળવાન બની શકે છે.

– એવું કહેવામાં આવે છે કે જે લોકો સમયાંતરે વાળ અને નખ કાપતા રહે છે અને પોતે પોતાના શરીરની વધારે કાળજી રાખે છે.ખાસ કરીને પોતાની સફાઈ ખૂબ મહત્વપૂર્ણ છે.આ ઉપરાંત અમુક દિવસે સુગંધિત અત્તર અથવા સેન્ટનો ઉપયોગ કરવામાં આવે તો શુક્ર વધારે મજબૂત બનાવી શકાય છે.આ દરેક કામ શુક્રને વધારે પસંદ છે.

– તમને જણાવી દઈએ કે આ ઉપાય મુજબ એવું કહેવામાં આવે છે કે શુક્રવારના દિવસે ખાસ કરીને છોકરીઓને ભોજન રૂપે સુગર કેન્ડી આપવી.પરંતુ ધ્યાનમાં રહે કે આ છોકરીઓની ઉંમર આશરે 9 વર્ષથી ઓછી હોવી જોઈએ.તમારે આ ઉપાય શુક્રવારથી શરૂ કરવો અને સતત 21 શુક્રવાર સુધી તેને કરતા રહેવું.આ કરવાથી તમારી કુંડળીમાં શુક્ર વધારે મજબૂત બને છે.અને અનેક સુખદ પરિણામ પ્રાપ્ત થવા લાગે છે.

– તમને જણાવી દઈએ કે જયારે પણ તમે પોતાના માટે જમવાનું બનાવી રહ્યા છો તો તેનો થોડો ભાગ કાઢીને ગાય,કાગડો અને કૂતરાને ખવડાવો.આ ઉપાય કરવાથી શુક્રની સ્થિતિ વધારે મજબૂત બને છે અને જીવનમાં કોઈ આર્થિક સ્થિતિની તંગી ઉભી થતી નથી.

– આ ઉપાયમાં તમારે પહેલા બજારમાંથી બે મોતી લાવવા અને તેમાંથી એક મોતીને વહેતા પાણીમાં મૂકો ત્યારે અને બીજા મોતીને પોતાની પાસે રાખો.આ ઉપાય કરવાથી શુક્ર વધારે મજબૂત બને છે.આટલું જ નહિ પરંતુ મોતીનો આ ઉપાય તમને અનેક ધન લાભ પણ આપતો રહે છે.

– સામાન્ય રીતે જોવામાં આવે તો શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી સાથે સંકળાયેલો છે.આવી સ્થિતિમાં જો તમે શુક્રને મજબુત કરવા માંગો છો તો તમારે સફેદ વસ્તુઓ જેવી દૂધ,દહીં,ચોખા અને કપડાનું આ દિવસે દાન આપવું.આ દાન કરવાથી આની સારી અસર જીવન પર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *