કરીના સાથે લગ્ન પહેલા રાણી મુખર્જીએ સૈફને આ વિશેષ સલાહ આપી હતી, જેનો અભિનેત્રીએ કર્યો ચોકાવનારો ખૂલાસો……..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ કપલ છે જે ફિલ્મો કરતા પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.આવી જ રીતે જાણીતા અભિનેતા સેફ અલી ખાન અને હોટ અને વધારે સુંદર દેખાતી અભિનેત્રી કરીના કપૂરની વાત કરવામાં આવે તો તે કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતા રહે છે.જયારે આ જોડી પણ ઘણી જ લોકપ્રિય છે.

તમને જણાવી દઈએ કે 2012 માં આ બંને સ્ટાર્સે લગ્ન કર્યા હતા.જયારે આજે બંને બે પુત્રના માતાપિતા બની ગયા છે.બંને હમેશા હેડલાઇન્સ અને ચર્ચાઓનો વિષય બની રહે છે.તમને જણાવી દઈએ કે મોટેભાગે સૈફ અને કરીના અંગત જીવનને લઈને હેડલાઇન્સ બનાવે છે.એવું કહેવામાં આવે છે કે આ બંને વચ્ચે ઉમરનો ઘણો તફાવત છે.

એવું કહેવામાં આવે છે કે કરીના કપૂર 40 વર્ષની છે,તો તેની સામે સૈફ અલી ખાન આશરે 50 વર્ષથી પણ વધારે ઉમર ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ બંને કપલ વચ્ચે 10 વર્ષનો તફાવત છે.તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનએ આ બીજા લગ્ન કર્યા છે.પહેલા લગ્નમાં તે બે બાળકોનો પિતા હતો.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે ફિલ્મ તાશનના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી હતી,અને ધીરે ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.અને આખરે તેઓએ 2012 માં લગ્ન કરી લીધાં હતાં.તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને એક વખત કરીના સાથેના સંબંધો વિશે રેડિયો ચેટ શોમાં વાત કરી હતી.

આ સમયે સૈફે એવું કહ્યું હતું કે અભિનેત્રી રાની મુખર્જીએ કરીના અને તેના સંબંધો અંગે સલાહ આપી હતી.વધુમાં જણાવ્યું હતું કે રાની મુખર્જીએ તેમને સલાહ આપી હતી અને કહ્યું હતું કે, તમારા ઘરે બે હીરો રહે છે એમ વિચારીને સંબંધોને સમાન રીતે આગળ વધારવા પડશે.જયારે કરીનાએ પણ એવું કહ્યું હતું કે દરેક માણસે બીજાની સલાહને થોડી અનુસરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રાની અને સૈફે ફિલ્મ હમ-તુમમાં સાથે કામ કર્યું હતું.જયારે હાલમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નને આશરે આઠ વર્ષ કરતાં પણ વધારે સમય થઇ ગયો છે.આજે બંને સારું એવું વૈભવી જીવન જીવી રહ્યા છે.જયારે કરિનાએ 2016 માં એક પુત્ર તૈમૂર ને જન્મ આપ્યો હતો.આ પછી કરીને આ વર્ષે બીજા પુત્રના માતા-પિતા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *