કહાની 2 ની વિદ્યા બાલનની પુત્રી થઇ ગઈ છે મોટી અને અત્યારે લાગે છે એવી કે જોઇને તમને પણ લાગશે આશ્ચર્ય……..

Boliwood

દેશમાં ઘણી ફિલ્મોનું નિમાર્ણ થતું રહે છે,જયારે તેમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ જોડાયેલી હોય છે.જે હમેશા પોતાના અભિનયથી સારી એવી ઓળખ મેળવતા હોય છે.ખાસ કરીને જયારે અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો ફિલ્મમાં અભિનેતા સાથે હમેશા કોઈને કોઈ સુંદર અભિનેત્રી ચોક્કસ રીતે જોવા મળતી હોય છે.જે હમેશા ફિલ્મની સફળતા પછી વધારે ચર્ચામાં આવતી હોય છે.આથવા ફિલ્મના કેટલાક એવા સીન્સ હોય છે જે હમેશા અભિનેત્રીઓને ચર્ચામાં લાવે છે.

તમને જણાવી દઈએ કે જેવી રીતે ફિલ્મોમાં આ સ્ટાર્સ વધારે યોગદાન આપે છે તેવી જ રીતે ઘણી ફિલ્મમાં બાળ અભિનેતાની ભૂમિકા પણ ખૂબ મહત્વની જોવા મળી છે.એવું પણ કહેવામાં આવે છે કે ફિલ્મની સફળતા પાછળ ઘણા બાળ કલાકારો પણ જોડાયેલા છે.આવી જ રીતે બોલીવુડમાં અનેક ફિલ્મો બની છે જેમાં કોઈને કોઈ રીતે બાળ કલાકાર જોવા મળ્યા છે.

આવી જ રીતે થોડા વર્ષો પહેલા વિદ્યા બાલનની એક ફિલ્મ આવી હતી.જે વિદ્યા બાલનની વાર્તાની સિક્વલ હતી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કહાની 2 હતી.જયારે આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી પરંતુ આ ફિલ્મે બાળ કલાકારનું જીવન બદલી નાખ્યું હતું.આજે તમને ફિલ્મમાં વિદ્યા બાલનની પુત્રી તરીકે તુનિષા શર્મા વિશે જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે તુનિષા શર્મા હવે પહેલાની જેમ બાળક રહી નથી.તે ફિલ્મમાં એક બાળક તરીકે જોવા મળી હતી.પરંતુ આજના સમયમાં તે ઘણી મોટી થઇ ગઈ છે.આટલું જ નહિ પરંતુ તેની સુંદરતામાં અનેક ઘણો વધારો પણ જોવા મળ્યો છે.એવું કહી શકાય છે કે તે નાની હતી ત્યારથી જ જાણીતી થઇ ગઈ હતી.અને આજે એક સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મમાં તુનિષાએ એક મહાન પાત્ર ભજવ્યું હતું.તુનિષાએ વિદ્યા બાલનની પુત્રીની ભૂમિકા નિભાવી હતી,જે આ ફિલ્મમાં દુર્ગા રાણી બની હતી.આજે તુનિષા તેના કામને કારણે ઘણા લોકોના દિલમાં રાજ કરતી થઇ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે કામ કર્યા પછી તુનિષાએ ફિતૂરમાં કેટરિના કૈફ સાથે પણ જોવા મળી હતી.

બાળપણથી જ તુનિષા ખૂબ જ પ્રતિભાશાળી રહી છે.જયારે ફિલ્મોની સાથે સાથે તુનિષાએ ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.આજે એવું કહી શકાય છે કે તેની પાસે કામની કોઈ કમી નથી.કારણ કે આજે તે ઘણી જાણીતી થઇ ગઈ છે.તુનિષાએ ટીવી શ્રેણી ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ,ચક્રવર્તી આશિક સમ્રાટ,ગબ્બર પૂચવાલા જેવા સારું કામ કર્યું છે.

એવું કહેવામાં આવે છે કે તુનિષા હાલમાં 16 વર્ષની છે,પરંતુ હવેથી તેણે બોલિવૂડમાં પોતાની કરિયર શરૂ કરી છે.આ વર્ષે તુનિષાની ફિલ્મ ક્રિડા આવવાની છે.જયારે તુનિષા ઇન્સ્ટાગ્રામ પર વધારે પોતાની અલગ અલગ ફોટો શેર કરતી જોવા મળે છે.તેમની આ લોકપ્રિયતા જોઇને એવું લાગી રહ્યું છે કે તે એક સમયે મોટી જાણીતી અભિનેત્રી સાબિત થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *