કિશમિશનું પાણી ઔષધી ગુણોથી ભરપુર હોય છે શરીરની આ 8 બીમારીઓને કરે છે દુર……..

Health

આપણું સ્વાસ્થ્ય વધારે સારું રાખવા માટે યોગ્ય સંતુલિત ખોરાક લેવો ખુબ જરૂરી છે.કારણ કે યોગ્ય ખોરાકમાં ઘણા પોષક તત્વ રહેલા હોય છે જે આપણા શરીરને વધારે સ્વસ્થ બનાવે છે.જયારે ઘણા લોકો ખોરાક ઉપરાંત કેટલાક સુકા મેવા પણ પોતાના આહારમાં સામેલ કરતા હોય છે.આવી જ રીતે જો કિસમિસની વાત કરવામાં આવે તો તેમાં પણ ઘણા એવા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને ઘણા લાભ આપે છે.

સામાન્ય રીતે કિસમિસનું સેવન ઘણા લોકો કરતા હોય છે,જે ખાસ કરીને પેટના ઘણા રોગો દૂર કરવામાં મદદ કરે છે.પરંતુ તમને જણાવી દઈએ કે કિસમિસનું પાણી પણ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આ પાણી પીવાથી અનેક બીમારીઓથી છૂટકારો પણ મળી શકે છે.

તમને જણાવી દઈએ કે કિસમિસમાં વિટામિન-સી,કેલ્શિયમ,આયર્ન,મેગ્નેશિયમ,પોટેશિયમ,ફોસ્ફરસ અને સોડિયમ જેવા અનેક પોષક તત્વો રહેલા છે.ખાસ કરીને જે લોકો વધારે નબળાઇ અનુભવી રહ્યા છે તે લોકો માટે આ ખુબ જ ઉપયોગી સાબી થઇ શકે છે.આજે તમને કિસમિસનું પાણી પીવાથી શું ફાયદા છે.તે અંગે જણાવી રહ્યા છીએ.તો જાણો તેના ફાયદાઓ..

કિસમિસના પાણીના ફાયદા –

– એવું કહેવામાં આવે છે કે યકૃતને વધારે સ્વસ્થ રાખવામાં માટે કિસમિસનું પાણી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.જો તમે પણ તમારા યકૃતને વધારે સારું બનવા માંગો છો તો આ પાણીનું સેવન જરૂર કરવું.એવું કહેવાય છે કે આ પીવાથી યકૃતની કાર્યક્ષમતા વધે છે અને યકૃત સંબંધિત રોગો મટે છે.

– તમને જણાવી દઈએ કે કિસમિસનું પાણી લોહી સાફ કરવામાં મદદ કરે છે.એવું કહેવામાં આવે છે કે કિસમિસનું પાણી યોગ્ય રીતે પીવામાં આવે તો શરીરની મોટાભાગની ગંદકી દૂર થાય છે.આટલું જ નહિ પરંતુ જો લોહી વધારે સાફ રહે છે તો ત્વચાની કોઈ સમસ્યા પણ થતી નથી.

– જે લોકોના શરીરમાં એનિમિયા હોય છે.તેઓએ ખાસ કરીને સતત એક અઠવાડિયા સુધી એક ગ્લાસ કિસમિસનું પાણી જરૂર પીવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે આનું પાણી પીવાથી લોહીની ઉણપ જલ્દી દૂર થવા લાગે છે.અને એનિમિયાનો રોગ ઘણા ઓછા સમયમાં નાબૂદ થઈ જાય છે.કિસમિસમાં વિટામિન્સ હોય છે જે લોહી બનાવવામાં મદદ કરે છે.

– એવું કહેવામાં આવે છે કે કિસમિસનું પાણી હૃદયના ઘણા રોગો હમેશા માટે દૂર કરે છે.આ પીવાથી હૃદયને લગતી બીમારીઓ સામે રક્ષણ મળે છે.તે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે.હાઈ બીપી અને હાર્ટ એટેકથી રક્ષણ પૂરું પાડે છે.માટે તમારે પણ કિસમિસનું પાણી જરૂર પીવું જોઈએ.

– જે લોકો એસિડિટી જેવી સમસ્યાથી વધારે પરેશાન રહે છે તેમના માટે કિસમિસનું પાણી ખુબ જ ઉપયોગી થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે કિસમિસનું પાણી પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે અને પેટમાં એસિડિટી ઉભી થતી નથી.આટલું જ નહિ પરંતુ આ પાણી પીવાથી કિડની પણ સ્વસ્થ રહે છે.અને પેટના ઘણા રોગો દૂર થાય છે.

– આજના સમયમાં ઘણા લોકોને આંખની સમસ્યા હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આંખોની રોશની વધારવા માટે દરરોજ કિસમિસનું પાણી પીવું જોઈએ.દરરોજ કિસમિસનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે.અને ચશ્માના નંબરમાં પણ ઘણો ઘટાડો થવા લાગે છે.માટે આનું યોગ્ય સેવન કરવું જરૂરી છે.

– તમને જણાવી દઈએ કે શરીરના હાડકા વધારે મજબુત કરવા છે તો તમારે પણ કિસમિસનું પાણી પીવું જોઈએ.કિસમિસનું પાણી પીવાથી હાડકાઓને શક્તિ મળે છે.હાડકાઓને જરૂરી પોષણ મળી રહે છે.આટલું જ નહિ પરંતુ દાંત પણ વધારે મજબુત થવા લાગે છે.માટે તમારે આનું નિયમિત સેવન કરવું જોઈએ.

કેવી રીતે કિસમિસનું પાણી તૈયાર કરવું ? –

તમને જણાવી દઈએ કે કિસમિસનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે.જે તમે સરળ રીતે આ પાણી તૈયાર કરી શકો છો.આ માટે તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક મુઠ્ઠીભર કિસમિસ આખી રાત પલાળી રાખો.આ પછી તેને સવારે ગાળીને લો અને પા પાણીને થોડું ગરમ કરો.આ રીતે કિસમિસનું પાણી તૈયાર થઇ જશે.ખાસ કરીને તેને ખાલી પેટ પર સેવન કરવું જેથી તેના લાભ મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *