કેન્સરની સમસ્યા હોય કે ડાયાબીટીસ સાથે આ 5 બીમારીઓને મૂળમાંથી દુર કરે છે આ ફળ,ફાયદા જાણો…….

Health

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે,દિવસે દિવસે વધારે ગરમની પડતી હોવાથી લોકો ઠંડા પીણા અને કેટલાક ઠંડા ફળોનું વધારે સેવન કરે છે.બજારોમાં જોવામાં આવે તો કેટલાક મોસમી ફળ પણ જોવા મળે છે.આવી સ્થિતિમાં જો શકરટેટીની વાત કરવામાં આવે તો તે મોટાભાગે ઉનાળામાં વધારે જોવા મળતું ફળ છે.

ઉનાળાની ગરમીમાં લોકો ગરમી સામે ઠંડક મેળવવા માટે શકરટેટીનું વધારે સેવન કરતા હોય છે.જયારે તેનો સ્વાદ પણ ઘણો મીઠો હોય છે,તેથી બાળકોથી લઈને મોટી ઉમરના લોકો શકરટેટી ખાવાનું પસંદ કરે છે.તમને જણાવી દઈએ કે શકરટેટીમાં વિટામિન અને ખનિજો અને 95 ટકા પાણી હોય છે.તેમાં પોષક તત્વોની સાથે સારી માત્રામાં પાણી જોવા મળે છે.

આ પોષક તત્વો અને પાણી આપણા શરીરને ઠંડક આપે છે.આટલું જ નહિ પરંતુ હાર્ટ બર્નની સમસ્યા પણ દૂર કરે છે.તે કિડની પણ સાફ કરે છે.તમને જણાવી દઈએ કે શકરટેટી વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે,કારણ કે તેમાં ખાંડ અને કેલરી વધારે પ્રમાણમાં જોવા મળતી નથી.

શકરટેટીમાં એન્ટી ઓક્સિડેન્ટ વિટામિન ‘સી’ નો સારો સ્રોત હોય છે,તે હૃદય રોગ અને કેન્સરથી પણ બચાવે છે.માટે ખાસ કરીને ઉનાળામાં આ ફળનું સેવન કરવું ઘણું યોગ્ય માનવામાં આવે છે.આજે તમને શકરટેટી કેટલાક અન્ય ફાયદોઓ જણાવી રહ્યા છીએ…

રોગપ્રતિકારક શક્તિ –

દરેક વ્યક્તિ જાણે છે કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે મજબુત હોવી ખુબ જરૂરી છે.કારણ કે તે અનેક ચેપ અને રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.આવી સ્થિતિમાં શકરટેટીનું સેવન કરવામાં આવે તો તે રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો વધારો કરે છે.કારણ કે શકરટેટીમાં વિટામિન સી હોય છે.માટે તમારે પણ આનું સેવન જરૂર કરવું.

પાચનશક્તિ સારી બનાવે –

એવું કહેવામાં આવે છે જે લોકોને પાચનમાં ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી છે તેવા લોકો માટે શકરટેટીનું સેવન ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.જો તમે પાચક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો,તો પછી શકરટેટીનું સેવન કરો.તેનાથી આ સમસ્યા દૂર થશે.શકરટેટીમાં હાજર પાણીનું પ્રમાણ પાચનમાં મદદગાર સાબિત થાય છે.તેમાં મળતા ખનીજ પેટની એસીડીટીને દૂર કરે છે,જે પાચનની પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે.

હૃદય સ્વસ્થ રાખે –

શકરટેટીનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે,કારણ કે તેમાં વિટામિન એ અને વિટામિન સી તેમજ બીટા કેરોટિન અને પોટેશિયમ જેવા તત્વો હોય છે.તમને જણાવી દઈએ કે બીટા કેરોટિન એક શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ છે,જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કાર્ય કરે છે. આટલું જ નહિ પરંતુ શકરટેટીમાં હાજર એન્ટીઓકિસડન્ટ કેન્સર,હાર્ટ એટેક અને હ્રદયરોગ જેવા જીવલેણ રોગોનો સામનો કરવા માટે કામ કરી શકે છે.માટે તમે પણ આ સિઝનમાં તેનું સેવન કરી શકો છો.

ત્વચાની સુંદરતામાં વધારો કરવા –

સામાન્ય રીતે જોવામાં આવે તો શરીરમાં ઘણીવાર પાણીનો અભાવ જોવા મળતો હયો છે.આવી સ્થિતિમાં કેટલાક ત્વચા સાથે જોડાયેલા રોગો થવા લાગે છે,અથવા ત્વચામાં કોઈ ચમક જોવા મળતી નથી,પરંતુ જો શકરટેટીનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં પાણી જાળવી રાખે છે.શકરટેટી શરીરમાં પાણી પહોંચાડે છે અને શરીરને ગરમીથી રાહત આપીને ઠંડક અને તાજગી આપે છે.તેનાથી ત્વચામાં ઘણો સુધારો થાય છે.

દાંતના દુઃખાવા રહતા આપે –

તમને જણાવી દઈએ કે દાંતના દુખાવાની સમસ્યામાં પણ શકરટેટી લાભ આપે છે.શકરટેટીમાં વિટામિન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે દાંતના દુખાવાને દૂર કરવા વિટામિન્સ કામ કરી શકે છે.માટે જો તમને અમુક સમયે આવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે શકરટેટીનું સેવન ચોક્કસ રીતે કરવું.

આંખો માટે –

તમને જણાવી દઈએ કે શકરટેટીમાં વિટામિન એ અને બીટા કેરોટિન હોય છે.તે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.શકરટેટીની મદદથી આંખોની રોશની સામાન્ય દૂર થઇ છે,આટલું જ નહિ પરંતુ મોતિયાની સમસ્યાથી પણ બચાવે છે.માટે તમારે શકરટેટીનું સેવન જરૂર કરવું જોઈએ.

કેન્સર સામે રક્ષણ કરે –

એવું કહેવામાં આવે છે કે શકરટેટીમાં ઓર્ગેનિક પિગમેન્ટ કેરોટીનોઇડનો મોટો જથ્થો હોય છે,જે કેન્સર સામે રક્ષણ આપે છે અને સાથે સાથે ફેફસાના કેન્સરની સંભાવનાને ઘટાડે છે.તે શરીરમાં વધી રહેલા કેન્સરના મૂળનો નાશ કરે છે.માટે તમારે આનું ચોક્કસ અને યોગ્ય સેવન કરવું જોઈએ.

કિડની રોગ દૂર કરે –

એવું કહેવામાં આવે છે કે શકરટેટીમાં મૂત્રવર્ધક પદાર્થ ક્ષમતા એકદમ સારી હોય છે.આ કારણોસર તે કિડનીના રોગો મટાડે છે અને તે ખરજવું ઘટાડે છે.જયારે શકરટેટીમાં લીંબુ નાખીને પીવામાં આવે છે તો તે સંધિવા રોગને પણ મટાડે છે.માટે તમે પણ આવી સ્થિતિથી પસાર થઇ રહ્યા છો તો આનું સેવન જરૂર કરો.

ડાયાબિટીઝમાં ફાયદાકારક –

આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં જો શકરટેટીનું સેવન કરવામાં આવે તો તે ઘણા લાભ આપે છે.તમને જણાવી દઈએ કે તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે અને ડાયાબિટીઝના સામાન્ય સ્તરને જાળવવામાં મદદગાર સાબિત થાય છે.માટે આ દર્દીઓએ આનું સેવન જરૂર કરવું.

તણાવ દૂર કરવા –

તમને જણાવી દઈએ કે શકરટેટીમાં વિટામિન-બી 6 અને મેગ્નેશિયમ હોય છે જે તણાવ દૂર કરવામાં મદદ કરી શકે છે.માટે જો તમે પણ પોતાના કામનો તણાવ ઓછો કરવા માંગો છો તો નિયમિત શકરટેટીનું સેવન કરો.આનાથી માનશીક સ્થિતિ ઘણી સારી જોવા મળશે.

કબજિયાત દૂર કરવા –

ઘણા લોકોને કબજિયાત જેવી સમસ્યાઓ હોય છે,જેના લીધે પરેશાન રહેતા હોય છે.જો તમને પણ આવી સમસ્યા છે તો તમારે શકરટેટીનું સેવન કરવું.આનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.શકરટેટીમાંથી મળતા રેસા કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ છે –

આજના સમયમાં ઘણા લોકો પોતાના વધતા વજનથી પરેશાન રહેતા હોય છે.જો તમને પણ આવી સમસ્યા છે તો તમારે શકરટેટીનું સેવન કરવું જોઈએ.તમને જણાવી દઈએ કે તેમાં સોડિયમ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે.તે ચરબી અને કોલેસ્ટરોલથી પણ મુક્ત છે.આટલું જ નહિ પરંતુ તેમાં ખૂબ ઓછી કેલરી પણ હોય છે.એવું કહેવાય છે કે એક શકરટેટીમાં ફક્ત 48 કેલરી ઊર્જા હોય છે.માટે તમે આનું સેવન કરીને વજન ઘટાડી શકો છો.

અનિદ્રાની સમસ્યા દૂર કરવા –

શારીરિક અને માનસિક તણાવને લીધે અનિદ્રા જેવી સમસ્યાઓ ઉભી થતી હોય છે.જે ઘણી ગંભીર બીમારી પણ માનવામાં આવે છે.આવી સ્થિતિમાં જો શકરટેટીનું સેવન કરવામાં આવે તો તે સમસ્યાથી લાભ મળી શકે છે.કારણ કે તેમાં સારી માત્રામાં મેગ્નેશિયમ શામેલ છે, જે સારી ઊંઘ આપવા માટે સક્ષમ છે.

માસિકના દુખાવામાં રાહત –

શકરટેટી અનેક રીતે લાભ આપે છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેના બીજ પણ ફાયદા આપી શકે છે.શકરટેટીના બીજ માસિક સ્રાવના કારણે થતી પીડાને ઘટાડવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.આ સમયગાળા દરમિયાન દુખાવો થવાથી જો શકરટેટીના બીજ પીસીને અને તેટલી માત્રામાં ખાંડ મેળવીને સેવન કરવામાં આવે તો થતા દુખવામાં રાહત મેળવી શકાય છે.

ધૂમ્રપાન પછીની સમસ્યા –

ધૂમ્રપાન કરનારાઓમાં બીટા કેરોટિન અને વિટામિન સીનો અભાવ હોઈ શકે છે.આ પોષક તત્વોનો અભાવ કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે.આવી સ્થિતિમાં શકરટેટીનું સેવન કરવાથી ધૂમ્રપાનથી થતી આ પોષક તત્વોની ઊણપને પૂરી કરવા માટે કામ કરી શકે છે.માટે આનું સેવન જરૂર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *