કેરીની ગોટલીનો આવી રીતે ઉપયોગ કરવો શરીર માટે હોય છે ખુબ જ ફાયદા કારક,શરીરમાંથી દુર થઇ જશે…….

Health

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે,આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ગરમીથી બચવા માટે ઠંડા ફળોની વધારે ઉપયોગ કરે છે.જયારે કેરીની વાત કરવામાં આવે તો તે આ સિઝનમાં વધારે જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કેરી ફળોના રાજા કહેવાય છે.જયારે તેના સ્વાદની વાત કરવામાં આવે તો તે ઘણી ખાટી મીઠી હોય છે.

કેરી નાના બાળકોથી લઈને મોટી ઉમર સુધીના દરેક લોકો ખાવી પસંદ કરતા હોય છે.કેરી ખાવાથી ઘણા લાભ થાય છે તે આપણા શરીર માટે ઘણી ઉપયોગી છે કારણ કે તેના અંદર અનેક પ્રકારના ગુનો રહેલા છે.જયારે કેરીની ગોટલી અંગે વાત કરવામાં આવે તો તે પણ આપણા સ્વાસ્થ્ય ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં પણ કેરીને એક વરદાન રૂપ ફળ બતાવવામાં આવ્યું છે.માટે દરેક વ્યક્તિ તેને ખાવું પસંદ કરે છે.આજે તમને કેરી નહિ,પરંતુ કેરીની ગોટલીના ફાયદા વિશે જણાવવા જી રહ્યા છીએ.જે ઘણા ઓછા લોકો તેના વિષે જાણતા હશે.તો જાણો આ અનેક ફાયદાઓ વિશે…

કબજીયાતથી છુટકારો અપાવે –

એવું કહેવામાં આવે છે કે જે લોકોને વધારે કબજીયાત રહે છે.તેમના માટે કેરીની ગોટલી ઉપયોગી સાબિત થઇ શકે છે.તમને જણાવી દઈએ કે કેરીની ગોટલી અને બિલગીરી અને ખાંડને સમાન માત્રામાં પીસીને બે ચમચી દિવસમાં ત્રણ વખત લેવાથી કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.આટલું જ નહિ પરંતુ કેરીની ગોટલીને પીસીને છાશમાં મેળવીને પીવાથી પણ ઘણા લાભ થાય છે.

દાંતને વધારે મજબૂત કરે –

આજના સમયમાં ઘણા લોકો દાંતની અનેક સમસ્યાથી પીડાતા હોય છે.જો તમે પણ તમારા દાંત વધારે સારા અને મજબુત રાખવા માંગો છો તો કેરીના લીલા પાંદડા સુકવીને સળગાવીને પીસી લેવા.આ પછી કેરીની ગોટલીને બારિક પીસીને તેમાં ભેળવી દો અને બંનેને ભેળવીને ગરણીથી ગાળી રોજ તેનાથી બ્રશ કરવામાં આવે તો દાંત સફેદ ઉપરાંત મજબુત પણ થાય છે.આ ઉપરાંત દાંતમાં થતો દુખવો પણ દૂર થવા લાગે છે.માટે તમે પણ આ ઉપાય કરી શકો છો.

કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય રાખવા માટે –

એવું કહેવામાં આવે છે કે જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલમાં વધારો કે ઘટાડો થવા લાગે છે તેમના માટે કેરીની ગોટલી ઉપયોગી સાબિત થઇ શકે છે.તમને જણાવી દઈએ કે આ ગોટલી બ્લડસર્ક્યુલેશનને યોગ્ય કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.માટે તમારે પણ આનું સેવન કરવું.

વાળમાં રહેલી જૂ દૂર કરવા –

ઘણા લોકોને વારંવાર વાળમાં વધારે જૂ થઇ જતી હોય છે,જેના કારણે અનેક ઉપાયો કરવા છતાં તેમાંથી છુટકારો મળતો નથી.પરંતુ તમને જણાવી દઈએ કે કેરીના ઝાડની સુખી છાલ અને કેરીની સુખી ગોટલીને પીસીને પાવડર બનાવી અને આ પાવડરમાં લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવવામાં આવે તો હમેશા માટે વાળમાંથી જૂ દૂર થઇ જાય છે.માટે તમે પણ આનો ઉપયોગ જરૂર કરી શકો છો.

હૃદયની બીમારી દૂર કરવા –

ઘણા લોકોને હૃદયની અનેક બીમારીઓ હોય છે,જેમાં કેટલાક ઘરેલું ઉપાયો કરવાથી પણ તેમાં અસરકારક લાભ થઇ જતો હોય છે.આવી સ્થિતિમાં જો ગોટલીને સીમિત માત્રામાં ખાવામાં આવે તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં સુધારો આવી શકે છે.આટલું જ નહિ પરંતુ હૃદયની બીજી બીમારીઓ પણ ઉભી થતી નથી.

સફેદ વાળથી છુટકારો મેળવવા –

આજના સમયમાં ઘણા લોકોને વાળની અનેક સમસ્યાઓ હોય છે,જેમ કે વાળ સફેદ થવા,વાળમાં ખોડો થવો વગેરે.આવી સ્થિતિમાં જો કેરીની ગોટલીનો ઉપયોગ કરવામાં આવે તો વાળમાં ઘણા લાભ મળી શકે છે.એવું કહેવામાં આવે છે કે આ ગોટલીના તેલમાં ફેટી એસિડ,મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે.તમે પણ તેનું તેલ ઘરે જ કાઢી શકો છો.જેમાં તમારે કેરીની દસ બાર ગોટલી લઈને તેને સૂકવીને બારીક કૂટીને કપડાની મદદથી ગાળી લો અને નારિયેળના તેલમાં પકાવી આ મિશ્રણને 25 દિવસ સુધી નિયમિત રૂપથી માથા પર મસાજ કરવાથી વાળની અનેક સમસ્યાથી છુટકારો મળે છે.

પિરિયડની સમસ્યાથી રાહત આપે –

ઘણી મહિલાઓને પિરિયડ સમયે વધારે બ્લડ આવતું હોય છે આવી સ્થિતિમાં અનેક સમસ્યાઓ સહન કરવી પડતી હોય છે.પરંતુ જો આવી સ્થિતિમાં ગોટલીનું ચૂર્ણ,દહીં અને મીઠું ભેળવીને ખાવામાં આવે તો મહિલાઓને જરૂરતથી વધારે બ્લીડીંગ રોકી શકાય છે.

વજન ઘટાડે –

આજના સમયમાં મોટાભાગના લોકો વધતા વજનથી વધારે પરેશાન રહે છે.આવી સ્થિતિમાં તે અનેક ઉપાયો પણ કરે છે.પરંતુ તેનું ચોક્કસ પરિણામ મળતું નથી.તમને જણાવી દઈએ કે જે લોકો વધારે વજન ઓછુ કરવા માંગે છે તેમના માટે કેરીની ગોટલી ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.જેમાં ગોટલીનો પાઉડર બનાવી સેવન કરવામાં આવે તો તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.અને લોહીનું સર્ક્યુલેશનને પણ સારું બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *