કેરી કરતા કેરીના પાંદડા હોય છે ખુબ જ ફાયદાકારક,પથરીથી લઈને શરીરની આ બીમારીઓને કરે છે દુર.

Health

હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે.આવી સ્થિતિમાં લોકો ઠંડા પીણા અને ઠંડા ફાળો ખાવાનું વધારે પસંદ કરે છે.બજારમાં નજર કરવામાં આવે તો કેટલાક ઉનાળુ ફળો જોવા મળે છે,જેમાં એક કેરી પણ જોવા મળે છે.તમને જણાવી દઈએ કે કેરી એક એવું ફળ છે જે ખાસ કરીને ઉનાળામાં જોવા મળે છે.તમને જણાવી દઈએ કે કેરીને ફળોનો રાજા કહેવાય છે.

કેરી નાના બાળકોથી લઈને મોટી ઉમર સુધીના બધા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે.એવું માનવામાં આવે છે કે જો કેરીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા આપે છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે કેરી જેવી રીતે આપણા શરીરને લાભ આપે છે તેવા લાભ કોઈ ફળ આપતું નથી.

તમને જણાવી દઈએ કકે કેરી જેવી રીતે વધારેસ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તેવી જ રીતે તેના પાંદડા પણ અસંખ્ય લાભો આપે છે.પરંતુ તેના લાભ ઘણા ઓછા લોકો જાણતા હોય છે.એવું કહેવામાં આવે છે કે કેરીના પાંદડામાં વિટામિન એ,વિટામિન બી,વિટામિન સી,કોપર,પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી રહેલા છે.જે આપણા શરીરને અનેક લાભ આપી શકે છે.

જયારે આ પાંદડામાં ફલેવોનોઈડ્સ અને ફિનોલનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.કેરીના પાનમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે અનેક પ્રકારના રોગોના ઉપચારમાં મદદગાર સાબિત થાય છે.તમે ઘણીવાર જોયું હશે કે કેરીના પાન પૂજા પાઠમાં પણ ઉપયોગી થાય છે.આવી જ રીતે જો તેના પાનનું સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓથી છુટકારો આપાવે છે.આકે તમને કેરીના પાનના ફાયદા જજાવી રહ્યા છીએ.તો જાણો કેરીના પાનના ફાયદાઓ…

કેરીનાં પાન પેટ માટે લાભકારક છે –

તમને જણાવી દઈએ કે જો તમને પેટને લગતી સમસ્યાઓ થઇ રહી છે તો આવી સ્થિતિમાં તમારા માટે કેરીના પાન ઉપયોગી સાબિત થઇ છે,જેમાં તમારે કેરીના પાનનો ઉકાળો અને તેને રાતભર વાસણમાં ઢાંકીને રાખો. આ પછી બીજે દિવસે સવારે આ પાણીને ગાળી લો અને ખાલી પેટ તેનું સેવન કરો.જો આવું થોડા દિવસ કરવામાં આવે તો તમારું પેટ સ્વસ્થ બને છે.અને પેટના ઘણા નાના રોગો પણ દૂર થાય છે.

પિત્તાશયની સમસ્યા દૂર કરે –

એવું કહેવામાં આવે છે કે પિત્તાશયની સમસ્યા સામે કેરીના પાન ઉપયોગી સાબી થાય છે.આ માટે તમારે દરરોજ કેરીના પાનનો પાવડર પીવો જોઈએ.પરંતુ ધ્યાનમાં રાખવું કે કેરીના પાન છાયડામાં સુકાયેલા હોવા જોઈએ અને તેનો પાવડર તૈયાર કરવો જોઈએ.તમારે રાત્રે એક ગ્લાસ પાણીમાં પાઉડર મિક્સ કરીને મૂકી રાખવો અને સવારે તેનું સેવન કરો.એવું કહેવામાં આવે છે કે આનું સેવન કરવાથી કિડનીની પથ્થરીને પણ દૂર કરવામાં મદદ કરે છે.

કાનનો દુ:ખાવો દૂર કરે –

જો તમને પણ અમુક સમયે કાનમાં દુખાવો થઇ રહ્યો છે.અથવા બાળકોને થઇ રહ્યો છે તો આવી સ્થિતિમાં કેરીના પાન આ દુખાવામાં રાહત આપવાનું કામ કરી શકે છે.જેમ તમારે કેરીના પાનનો રસ કાનમાં પાડવો.આ માટે તમારે કેરીના પાનનો રસ લઈને ગરમ કરવો અને જયારે તે ઠંડો થાય ત્યારે કાનના તેના ટીપા પડવા.આ કરવાથી જલ્દી દુખાવામાં રાહત મળતી જોવા મળે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા –

તમને જણાવી દઈએ કે કેરીના પાંદડાઓમાં ખાસ કરીને હાયપોટેન્ટીવ ગુણધર્મો વધારે જોવા મળે છે.જે ખાસ કરીને રક્ત વાહિનીઓને મજબૂત બનાવવામાં અને કાયમની અતિશય ફૂલેલી નસોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.આવી સ્થિતિમાં જો કેરીના પાનનો ઉપયોગ કરવામાં આવે તો બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.માટે તમે તેના પાન ખાઈ શકો છો.અથવા તેનો રસ પી શકો છો.

કેરીના પાનનો ઉપયોગ કરવાની ચોક્કસ રીત –

તમને જણાવી દઈએ કે જો તમે પણ સ્વસ્થ માટે કેરીના પાંદડા વાપરવા માંગો છો તો તમારે બે પ્રકારના કામ કરી શકો છો.જેમાં પહેલું એ કે કેરીના પાન સુકાઈ જાય પછી તેનો પાઉડર તૈયાર કરો અને બીજું તમે પાનને ઉકાળીને ઉકાળો બનાવી શકો છો.અને તેનું સવારે સેવન કરી શકો છો.તમને જણાવી દઈએ કે આવા ઉપાયો આયુર્વેદિમાં પણ જણાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *