કેરી કરતા કેરીની ગોટલીમાં હોય છે અઢળક ગુણો જેનો આવી રીતે ઉપયોગ કરવાથી દુર થઇ જશે આ બીમારીઓ……

Health

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે.આવી સ્થિતિમાં વધારે ગરમી પડતી હોવાથી લોકો હમેશા કેટલાક ઠંડા ફળોનું વધારે સેવન કરવાનું પસંદ કરતા હોય છે.આવી સ્થિતિમાં જો કેરીની વાત કરવામાં આવે તો તે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જોવા મળે છે.કેરી પણ એક પ્રકારનું ફળ છે જેને ફળનો રાજા પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે લોકો આ ઉનાળાની સિઝનમાં કેરી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે.તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી ઉપયોગી છે.કેરી એક એવું ફળ છે જે નાના બાળકોથી લઈને મોટી ઉમર સુધીના બધા લોકો તેને ખાવાનું પસંદ કરતા હોય છે.તમે પણ ઘણીવાર કેરી ખાઈને વધેલી ગુટલી ફેંકી દેતા હોય છે.

આજે તમને કેરીની આ ગોટલી સાથે સંકળાયેલ કેટલાક લાભ જણાવી રહ્યા છીએ.ઘણા લોકો કેરીના સેવનથી થતા લાભ તો જાણતા હશે,પરંતુ ઘણા ઓછા લોકો કેરીની ગોટલીના કેટલાક લાભ જાણતા હશે.એવું કહેવામાં આવે છે કે કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે.

તમને જણાવી દઈએ કે આ નકામી ઘણાતી ગોટલી શરીરને ઘણા લાભ આપી શકે છે.એવું કહેવામાં આવે છે કે 100 ગ્રામ કેરીની ગોટલીમાંથી બે કિલો કેરીના રસ કરતા વધુ પોષક તત્વો મળી રહે છે. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ અને ફાઇટો કેમિકલ હોય છે.જે શરીરને ઘણા લાભ આપે છે.

એવું માનવામાં આવે છે કે માનવ શરીરમાં વિટામિન ડી સિવાય ના વિટામિન બનતા નથી.આવી સ્થિતિમાં જો આ વિટામિન મેળવવા માટે આહાર પર આધાર રાખવો પડે છે.પરંતુ તમને જણાવી દઈએ કે કેરીની ગોટલીમાંથી વિટામિન સી,કે,ઈ મળી આવે છે.જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટી ઓક્સાઈડ તરીકેની ભૂમિકા ભજવે છે.

કેરીની ગોટલીમાંથી સોડિયમ,પોટેશિયમ,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયરન,જસત મેગેનીજ જેવા તત્વો પણ મળી રહે છે.તમને જણાવી દઈએ કે શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.કેરીની ગોટલી માથાની જુવો માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે.કેરીના ઝાડની સૂકી છાલ અને કેરીની ગોટલીને સૂકવીને તેને ખાંડીને બારીક પાઉડર બનાવવામાં આવે છે.

આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરીને તેને માથામાં લગાવવામાં આવે તો થોડા દિવસમાં માથાની જુવોનો અંત આવી જાય છે.જો કેરીની ગોટલીને ચાવીને ખાવામાં આવે તો બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે ગોટલીનો પાવડર ફાકવાથી હદયના રોગો દૂર થાય છે.

તમને જણાવી દઈએ કે ગોટલીના પાવડરનુ જો યોગ્ય સેવન કરવામાં આવે તો ચરબીમા ઘટાડો થાય છે.આના સેવનથી વજન પણ ઘટે છે.જયારે કેરીના સૂકા પાંદડા બારીને તેમાં ગોટલીનો પાવડર બારીક પીસીને મિક્સ કરીને રોજ સવારે આ પાઉડરથી ટૂથબ્રશ કરવામાં આવે તો દાંતના દુખાવામાં ઘણો લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *