કોઈએ ત્રણ તો કોઈએ 4 લગ્ન કર્યા છે,તો આવી છે બોલીવૂડના ગાયકોની પ્રેમકહાની……..

Boliwood

જેવી રીતે બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ વધારે ચર્ચમાં રહે છે તેવી જ રીતે બોલીવૂડ ફિલ્મોની શોભમાં વધારો કરનાર બોલીવુડ સિંગરો પણ ઘણીવાર ચર્ચામાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે જેવી રીતે ફિલ્મ વધારે સફળ થાય છે તેની સાથે કેટલાક ગીતો પણ ફીટ સાબિત થતા હોય છે.

આજના સમયમાં કેટલાક એવા પણ સિંગરો છે જે સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.ઘણાં સિંગરો તેમના ગીતોની સાથે સાથે તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જોવા મળતા રહે છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ઘણા એવા સિંગરો છે જેમણે એક નહીં પરંતુ બે કે તેથી વધુ લગ્ન પણ કર્યા છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ બોલિવૂડના સિંગરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે તમે નહિ જાણતા હશો….

કિશોર કુમાર –

તમને જણાવી દઈએ કે કિશોર કુમાર હિન્દી સિનેમાના અભિનેતા અને દિગ્ગજ સિંગર છે.એવું કહેવામાં આવે છે કે અભિનેતા કિશોર કુમારે આશરે 4 લગ્ન કર્યા હતા.કિશોર કુમારે પહેલા રૂમા ગુહા સાથે લગ્ન કર્યા હતા,આ પછી બીજી વખત જાણીતી અભિનેત્રી મધુબાલા સાથે સાત ફેરા ફર્યા હતા.

આ આ સંબંધોનોઈ જયારે અંત આવ્યો ત્યારે કિશોર કુમારે ત્રીજી વખત 1976 માં યોગિતા બાલી સાથે લગ્ન કર્યા.આ સબંધો પણ વધારે લાંબા સમય સુધી ટક્યા ન હતા.આ પાછી આખરે કિશોર કુમારે 1987 માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા,જે પોતાના કરતા 20 વર્ષ નાની હતી.અને તે સાથે ઘણા ચર્ચામાં આવ્યા હતા.

અરિજિત સિંઘ –

તમને જણાવી દઈએ કે આજના સમયમાં સૌથી ચર્ચિત અને સફળ સિંગરમાં એક નામ અરિજિત સિંઘનું પણ આવે છે.એવું કહેવામાં આવે છે કે આ સિંગરે પણ બે લગ્ન કર્યા છે.તેમના પહેલા લગ્નજીવન એક વર્ષમાં જ સમાપ્ત થઇ ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે તેમના પ્રથમ લગ્ન 2013 માં તેના એક રિયાલિટી શોના સહ-પ્રતિસ્પર્ધી રોહિલક બેનર્જી સાથે થયા હતા.આ સબંધોનો અંત આવ્યા પછી વર્ષ 2014 માં અરિજિતે બીજા લગ્ન કોયલ રાય સાથે કર્યા.તમને જણાવી દઈએ કે કોયલ અને અરિજિત બાળપણના મિત્ર છે.

કુમાર સાનુ –

કુમાર સાનુ એક એવો સિંગર છે જે આશરે 90 ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય થયો હતો.જે આજે પણ એટલો જ લોકપ્રિય પણ રહ્યો છે.તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં તેણે એકથી વધુ ગીત આપ્યા હતા.જયારે તેમના લગ્ન જીવન વિષે વાત કરવામાં આવે તો તેમના લગ્ન 80 ના દાયકામાં પ્રથમ વખત રીટા ભટ્ટાચાર્ય સાથે થયા હતા.

જયારે કેટલાક અહેવાલો મુજબ પરિણીત હોવા છતાં કુમાર સનુનું નામ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે સંકળાયેલું જોવા મળ્યું હતું.જેના કારણે તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા.કુમાર સનુએ આ પછી 1994 માં સલોની સાથે લગ્ન કર્યા હતા.

મોહમ્મદ રફી –

તમને જણાવી દઈએ કે જાણીતા સિંગર મોહમ્મદ રફીએ પણ બે લગ્નો કર્યા છે.પરંતુ કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે મોહમ્મદે તેના પહેલા લગ્નને છુપાવીને રાખ્યા હતા.આટલું જ નહિ પરંતુ તે પોતે ઘણી નાની ઉમરે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

આ લગ્ન વિશે ફક્ત મોહમ્મદ અને તેની પ્રથમ પત્નીના પરિવારો જ જાણતા હતા.તે જ સમયે મોહમ્મદે 20 વર્ષની ઉંમરે બિલ્કિસ સાથે લગ્ન કર્યા.દરેક વ્યક્તિ જાણે છે કે મોહમ્મદે બોલીવુડમાં ઘણા સુપરહિટ ગીતો પણ આપ્યા છે.અને પોતે ઘણા જાણીતા પણ રહ્યા છે.

અનૂપ જલોટા –

ભજન સમ્રાટ કહેવાતા અનૂપ જલોટાએ પોતાના મધુર અવાજથી લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા છે.જયારે તેમના લગ્ન અંગે વાત કરવામાં આવે તો એવુ કહેવામાં આવે છે કે તેમણે એક નહીં,બે નહીં,પરંતુ ત્રણ લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે અનૂપ જલોટાના પહેલા લગ્ન સોનાલી શેઠ સાથે થયા હતા.આ પછી ભાટિયા વિના સાથે બીજા લગ્ન કર્યા હતા.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે અનૂપના લગ્ન પૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરલની ભત્રીજી મેધા ગુજરલ સાથે થયા હતા.તમને જણાવી દઈએ કે અનૂપ જલોટાનું નામ બિગ બોસ 12 દરમિયાન 37 વર્ષ નાની જસલીન સાથે અફેરને લઈને પણ ચર્ચામાં જોવા મળ્યું હતું.

ઉદિત નારાયણ –

આજના સમયમાં ઘણીવાર ઉદિત નારાયણ ચર્ચામાં જોવા મળતા હોય છે,જયારે તેમના અવાજની વાત કરવામાં આવે તો તેમના મધુર અવાજથી લાખો હૃદયને પોતાના બનાવી દીધા છે.જયારે તમને જણાવી દઈએ કે દિગ્ગજ ગાયક ઉદિત નારાયણે બે લગ્ન કર્યા છે.તેણે સંગીતની કારકિર્દી શરૂ કરતા પહેલા જ રંજના સાથે લગ્ન કર્યા હતા,આ પછી તે મુંબઈ આવ્યા ત્યારે તેણે નેપાળની દીપા સાથે લગ્ન કરી લીધા હતા.દીપા અને ઉદિત એક પુત્ર આદિત્ય નારાયણનાં માતા-પિતા છે.

હિમેશ રેશમિયા –

હિમેશ રેશમિયા એક અભિનેતા ઉપરાંત જાણીતા સિંગર પણ છે.આજના સમયમાં કરોડો લોકો તેમના ગીતને પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે જાણીતા ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ પણ બે લગ્નો કર્યા છે.તેણે તેની બીજી ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા,જ્યારે હિમેશ રેશમિયાનો પ્રથમ લગ્ન 1995 માં કોમલ સાથે થયા હોવાનું કહેવામાં આવે છે.તેમના આ લગ્ન સબંધો આશરે 22 વર્ષ પછી સમાપ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *