કોઈ મિલ ગયા ફિલ્મમાં જાદુનો રોલ નિભાવનાર આ કોણ છે?આ અભિનેતાએ કર્યો હતો આ રોલ

Boliwood

બોલીવૂડમાં અનેક ફિલ્મોનું નિર્માણ થતું રહે છે.જયારે કેટલીક એવી પણ ફિલ્મો છે જે હમેશા વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મોને બાળકોએ વધારે પસંદ પણ કરી હતી.જયારે આજે પણ બાળકો આ ફિલ્મો જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે.આજે તમને આવી જ એક ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ,જે ખાસ કરીને 2003 માં આવી હતી,અને તેનું નામ ‘કોઈ મિલ ગયા’ હતી.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એટલી સુપરહિટ રહી હતી.કે આજે પણ તેને જોવા માટે બાળકો લાઈન બેસી જતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મએ તે સમયમાં બાળકોમાં ઘણો ક્રેઝ વધારી નાખ્યો હતો.એવું પણ કહી શકાય કે ફિલ્મની સફળતામાં બાળકોનો પણ મોટો હાથ હતો.કારણ કે આ ફિલ્મમાં ખાસ અભિનેતા પણ એક બાળક જેવી ભૂમિકામાં જોવા મળ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ પછી બાળકોમાં ટેકનોલોજી અંગેનું જ્ઞાન આવ્યું હતું.ખાસ કરીને બાળકોને વધારે તે પસંદ કરવું હતું કે જેમાં બાળકોની સાથે એક મોટો બાળક રોહિત મહેરા પણ હતો.આ ફિલ્મમાં રોહિત મેહરાનું શરીર વિકસ્યું ન હતું.તે માનશીક રીતે તૈયાર ન હતો તેવું બતાવ્યું છે.ઉંમરમાં મોટો હોવા છતાં તેના દરેક કામ નાના બાળકો જેવા બતાવવામાં આવ્યા હતા.

પરંતુ આ બધા સિવાય આ ફિલ્મમાં બીજું એક પ્રખ્યાત પાત્ર પણ જોવા મળ્યું હતું જે ફિલ્મને સફળ બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે જેની વાત કરવામાં આવી રહી છે તે તમે પણ સમજી ગયા હશો.જેમાં બીજા ગ્રહથી આવતા ‘જાદુ ‘ વિશે વાત કરી રહ્યા છીએ.સામાન્ય રીતે આ ફિલ્મમાં બતાવેલ જાદુનો ચહેરો અન્ય કરતા ઘણો અલગ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે આ પાત્ર ભજવનાર હકીકતમાં કોણ હતું.તમને જણાવી દઈએ કે ‘કોઈ મિલ ગયા’ના જાદુની ભૂમિકા ભજવીને આપણા સૌનું દિલ જીતનાર વ્યક્તિ છે તે ઇન્દ્રવદન જે પુરોહિત છે.પરંતુ દુ:ખની વાત એ પણ છે કે આ જાણીતા કલાકાર ઈન્દ્રવદન હવે આ દુનિયામાં તે આશરે 2014 ના રોજ વિશ્વને અલવિદા કહીને નીકળી ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ઉપરાંત ઈન્દ્રવદન નાના પડદે પણ સારું એવું કામ કર્યું હતું.તેણે ઘણી ટીવી સિરિયલો કરી હતી.તેણે એસએબી ટીવી પર આવેલા લોકપ્રિય ચિલ્ડ્રન્સ શો ‘બાલ વીર’માં’ દુબા ડુબા’નું પણ પાત્ર કર્યું હતું.એક ઈન્ટરવ્યુમાં રિતિકે એવું પણ જણાવ્યું હતું કે જાદુનો પોશાકો ખાસ ઓસ્ટ્રેલિયાથી બનાવવામાં આવ્યો હતો.

જાદુઈનો પોશાક જેમ્સ કોલર નામના કલાકાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.આ પોશાક એટલો અનોખો હતો કે તેને ડિઝાઇન કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.આ સામાન્ય પોશાક ન હતો,કારણ કે તેમાં ઘણી વિશેષ સુવિધાઓ સજ્જ કરવામાં આવી હતી.પોશાકની આંખો મનુષ્ય અને પ્રાણીઓથી પ્રભાવિત થઈને બનાવવામાં આવી હતી.તે ઘણો અનોખો પોષક હતો.

એવું કહેવામાં આવે છે કે ફિલ્મના એક સીન દરમિયાન જાદુ ઘણા હાથીઓની સામે આવી ગયો હતો.જેમાં હાથીને સામે જોઈને જાદુ પોતે ડરી ગયો હોય તેવું જોવા મળ્યું છે,પરંતુ તમને જણાવી દઈએ કે વાસ્તવમાં ઘણું અલગ થયું હતું,કારણ કે જાદુ જયારે હાથીઓની સામે આવ્યો,ત્યારે બધા હાથીઓ ‘જાદુ’ જોઈને ભાગી ગયા હતા.આવી જ રીતે ફિલ્મના શૂટ વખતે આવી ઘણી મુશ્કેલો ઉભી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *