કોમ્યુટર ઓપરેટરની નોકરી છોડીને યુવતીએ શરૂ કર્યો ચા વેચવાનો ધંધો હવે દર મહીને કમાય છે આટલા રૂપિયા…….

India

આજના સમયમાં ઘણા લોકો સારો અભ્યાસ કરીને સારી નોકરી કરવાના સપના જોવે છે.અને સારી નોકરી કરતા પણ હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ નોકરી કરીને ખુશ રહી શકતો નથી,તે હમેશા કઈ અલગ કરવાનું વિચારે છે.આવી સ્થિતિમાં ઘણા લોકો સારી નોકરી છોડીને પોતાની કોઈ નાના મોટો ધંધો કરતા હોય છે.આજે તમને ગુજરાતની આવી જ એક યુવતી વિષે જણાવી રહ્યા છીએ.

એવું કહેવામાં આવે છે કે આ યુવતી રજિસ્ટ્રાર ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર સારી એવી નોકરી કરતી હતી,પરંતુ તે નોકરી છોડીને આજે જે કામ કરી રહી છે તેમાંથી તે આશરે મહીને હજારો રૂપિયા કમાઈ રહી છે,જે નોકરી કરતા પણ વધારે આવક મેળવી રહી છે.તમને જણાવી દઈએ કે આ યુવતી ચા વેચીને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહી છે.

આ યુવતીએ થોડા વર્ષો પહેલા ચા વેચવાનું શરૂ કર્યું હતું અને હવે તે આ કામથી ઘણું કમાય છે.આટલું જ નહિ પરંતુ તેનો આ ચાનો સ્ટોલ પણ ઘણો લોકપ્રિય થઇ ગયો છે.કેટલાક દૂર દૂરથી આ સ્ટોલ પર ચા પીવા આવે છે.એક સમયે તે નોકરી કરતી હતી,અને આજના સમયમાં પોતે એક સારા વ્યવસાય સાથે જોડાઈ ગઈ છે.

આ યુવતીએ જણાવ્યું હતું કે પોતે 12 મા સુધીનો અભ્યાસ કરીને રજિસ્ટ્રાર ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી.પરંતુ બે વર્ષ પહેલાં પોતે આ નોકરી છોડી દીધી હતી.અને આખરે એક ચાની સ્ટોલ ચાલુ કરી હતી.આજે આ ચા સ્ટોલ સારી રીતે ચાલી રહી છે અને રોજ હજારો રૂપિયા કમાય છે.

આ યુવતીએ વધુમાં એવું પણ જણાવ્યું કે પોતે એક સામાન્ય ચા વેચતી નથી.પરંતુ તંદૂરી ચાનું વેચાણ કરે છે.આ માટે પોતે તેની બનાવવી સારી રીત જાણી છે.આ યુવતીનું નામ રુખસણા છે.તેની આ અલગ ચા પીવાના ઘણા શોખીન લોકો છે.જેથી તે લોકોને તંદૂરી ચા બનાવીને આપી રહી છે.જેમાં દિવસમાં તે 1 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.

જ્યારે તે રજિસ્ટ્રાર ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે તે દર મહિને માત્ર 4 હજાર રૂપિયા કમાતી હતી.આ ઓછા પગાર સાથે ઘરનો ખર્ચ ચલાવવો ખૂબ મુશ્કેલ હતો.જેના કારણે યુવતીએ આ નોકરી છોડી દેવાનું નક્કી કર્યું અને ચા વેચવાનું વિચાર્યું.હાલમાં તે આ ચાનું વેચાણ કરીને મહીને 15 હજાર રૂપિયાથી વધુની કમાણી કરે છે.

આ યુવતીએ એવું પણ જણાવ્યું કે પોતે નાની હતી ત્યાંરથી ઘરે સારી ચા બનાવતી હતી.ઘણીવાર પોતે એક ચાનું રેસ્ટોરન્ટ પણ ખોલવાના સપના જોતી હતી.પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે સપના પૂરા કરવા માટે સમર્થ ન હતી.જેથી પોતે નોકરી કરવા લાગી હતી.પરંતુ નોકરીમાં વધારે મન ન લાગતું હોવાથી પોતે વર્ષ 2018 માં ચાનો ધંધો શરૂ કર્યો.

પહેલા પોતે અડધો લિટર દૂધની ચા બનાવતી હતી,પરંતુ દિવસે દિવસે ગ્રાહકોમાં વધારો થવા લાગ્યો તેમાં હાલમાં દરરોજ 10 લિટર દૂધની ચા બનાવે છે.આટલું જ નહિ પરંતુ ગ્રાહકો સાથે સારી રીતે વાત પણ કરે છે.હાલમાં તો આ યુવતી પોતે રેસ્ટોરન્ટ ખોલવાનું સપનું પૂરું કરવા માંગે છે.તે આવતા દિવસોમાં વધારે પૈસા ભેગા કરીને ચોક્કસ રીતે પોતાના સપના પૂર્ણ કરશે.

તમને જણાવી દઈએ કે આ ચા બનાવવા માટે સારા પ્રકારના મસાલાનો ઉપયોગ કરે છે.જેથી ચાનો સ્વાદ ઘણો અલગ બનાવે છે.જયારે ગ્રાહકો પણ ચાની પ્રશંસા કરતા રહે છે.તે હાલમાં ચાનો સ્ટોલ સાંજે 5;30 વાગ્યાથી લઈને રાતે 9;૦૦ વાગ્યા સુધી ચાલુ રાખે છે.અને આ સમય તેનો નક્કી થયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *