કોરોનાના સમયમાં આ યુવકે જે કામ કર્યું છે તેને જાણીને તમે પણ કહેશો વાહ,પત્નીના ઘરેણા વેચીને લોકોને મફતમાં………

India

દેશમાં કોરોનાની સ્થિતિ વધારે ભયાનક થઇ રહી છે.એવું કહેવામાં આવે છે કે કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ઘણી ગંભીર છે.આવી સ્થિતિમાં આજના સમયમાં દરેક વ્યક્તિ અનેક પરેશાનીઓ ભોગવી રહ્યો છે,જયારે દિવસે દિવસે કોરોનાના કેસમાં અતિવેગે વધારો થતો જોવા મળી રહ્યો છે.જયારે હજારો લોકો કોરોના સામે દમ તોડતા જોવા મળી રહ્યા છે.

આ ભયાનક રોગચાળાને રોકવા માટે સરકાર પણ અનેક મહત્વપૂર્ણ પગલા લઇ રહી છે પરંતુ તેનું પરિણામ વધારે સારું જોવા મળી રહ્યું નથી.હાલ દેશમાં એક મોટી ગંભીર સ્થિતિ ઓક્સિજનને લઈને વધારે ઉભી થતી જોવા મળી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોરોના ગ્રસ્ત દર્દીઓને યોગ્ય માત્રમાં ઓક્સિજન સેવા મળી રહી નથી,જેના કારણે ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા છે.

દિવસેને દિવસે કોરોના વાયરસનું સંકટ ગંભીર બનતું જોવા મળી રહ્યું છે.જયારે આવી કપરી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો છે જે જરૂરિયાતમંદોને મદદ કરવા આગળ આવી રહ્યા છે.આ સંકટની ઘડીમાં ઘણા લોકો માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.આજે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની પત્નીના ઘરેણાં વેચીને લોકોને ઓક્સિજન મફતમાં વિતરણ કરી રહ્યો છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ પોતે લોકોની સેવા માટે આગળ આવી રહ્યો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તે પોતાની પત્નીના કહેવા પર નિશુલ્ક ઓક્સિજનનું વિતરણ કરી રહ્યો છે.દરેક વ્યક્તિ જાણે છે કે હાલની સ્થિતિ વધારે ગંભીર થઇ છે જેમાં ઓક્સિજન માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે.

જયારે બીજી બાજુ આ વ્યક્તિ લોકોને સહાય માટે આ અલગ કામ કરી રહ્યો છે.આ વ્યક્તિ મુંબઇના છે અને તે પોતે મંડપ ડેકોરેટરનું કામ કરે છે.તેણે એવું પણ જણાવ્યું હતું કે તેમની પત્નીની વિનંતી પર લોકોને વિના મૂલ્યે ઓક્સિજન પહોંચાડે છે.તેણે વધુમાં જણાવ્યું હતું કે તેની પત્ની ડાયાલિસિસ અને ઓક્સિજન સપોર્ટ પર છે.

આ કારણોસર તેમની પાસે હંમેશાં સિલિન્ડર હોય છે.એક દિવસ એક શાળાના આચાર્યએ તેને તેના પતિ માટે ઓક્સિજન માટે બોલાવ્યો.આવી સ્થિતિમાં તેણે પત્નીનો સિલિન્ડર આપ્યો.અને તેની પાસે રહેલા ઘરેણાં વેચીને 80 હજાર રૂપિયા મેળવ્યા અને ત્યારબાદ લોકોને મફત ઓક્સિજન આપવાનું શરૂ કર્યું.

આટલું જ નહિ પરંતુ કેટલીકવાર લોકો તેમને મદદ કરવા માટે પૈસા પણ આપે છે.તમને જણાવી દઈએ કે આ વ્યક્તિની પત્નીની બંને કિડની નિષ્ફળ ગઈ છે અને તે છેલ્લા 5 વર્ષથી ડાયાલીસીસ પર છે.કોરોના રોગચાળાના આ યુગમાં બધા લોકો પોતાનો જીવ બચાવવા ઘરોમાં બંધ છે. જયારે આવી સ્થિતિમાં પણ આ વ્યક્તિ પોતે લોકોની મદદ માટે બહાર આવી રહ્યો છે.સોશ્યલ મીડિયા પર લોકો આ વ્યક્તિની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.લોકોએ ટ્વિટર પર આ ઉમદા કાર્યની પ્રશંસા કરી છે.પરંતુ આ વ્યક્તિ પોતે પણ ઘણો દુખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *