કોરોનાના સમયમાં જરૂરથી પીવો લસણનો જ્યુસ,ખાંસી સહિત શરીરની આ બીમારીઓને કરશે દુર……….

Health

દરેક વ્યક્તિ જાણે છે કે રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે સારી હશે તેમ ઘણા રોગો અને ચેપો લાગવાની શક્યતા ઘણી ઓછી રહે છે.જયારે એવું પણ કહી શકાય છે કે કેટલાક ચેપને હમેશા માટે દૂર કરવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી ખુબ જરૂરી છે.જયારે હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.

કોરોનાના ચેપ સામે રક્ષણ મેળવવા માટે લોકો કેટલાક ઘરેલું ઉપાયો કરતા રહે છે.કારણ કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારે નબળી રહે છે તેમને સરળતાથી આ વાયરસ શિકાર બનાવે છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર આ કોરોના કેટલાક લોકો માટે જીવલેણ સાબિત પણ થાય છે.હાલમાં કોરોનાની ઉભી થયેલી બીજી લહેર ઘણી ગંભીર થઇ રહી છે.

આવી સ્થિતિમાં એવું કહેવામાં આવે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લસણ ખૂબ અસરકારક માનવામાં આવે છે.લસણનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે.માટે તમારે પણ ઘણા રોગ અને ખાસ કરીને કોરોનાથી બચાવવા માટે લસણનું સેવન જરૂર કરવું જોઈએ.

સામાન્ય રીતે જોવામાં આવે તો મોટાભાગના લોકો પોતાના ભોજનમાં લસણનો ઉપયોગ તો કરતા હોય છે.પરંતુ આજે તમને લસણના રસ વિષે જણાવવા જી રહ્યા છીએ,જે દરરોજ પીવામાં આવે તો જીવલેણ વાયરસથી ઘણું રક્ષણ મળી શકે છે.ખાસ કરીને લસણનો સ્વાદ ઘણો અલગ હોય છે,પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક માનવામાં આવે છે.તો જાણો લસણનો રસ પીવાના ફાયદાઓ…

લસણના રસના ફાયદા –

એવું કહેવામાં આવે છે કે લસણનો રસ ખાસ કરીને ઉધરસ મટાડવામાં ખૂબ મદદ કરે છે.આ માટે તમારે દાડમના રસ સાથે લસણનો રસ પીવો જોઈએ.આનાથી કફથી રાહત મળે છે અને કફ સંપૂર્ણ બહાર આવે છે.લસણના રસમાં દાડમના રસના થોડા ટીપાં ઉમેરો અને દરરોજ તેનું સેવન કરો.આ રસ એક અઠવાડિયા સુધી પીવામાં આવે તો કફ હમેશા માટે દૂર થઇ જાય છે.

– એવું કહેવામાં આવે છે કે દમના દર્દીઓ માટે પણ લસણનો રસ ફાયદાકારક માનવામાં આવે છે.આનો રસ પીવાથી ઘણી રાહત મળે છે.આ માટે તમારે લસણના રસમાં મધ અને પાણી નાખીને દિવસમાં એકવાર સેવન કરવું.તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

– જે લોકોને ગળામાં દુખાવો અથવા ગળું ખરાબ થયું હોય તેવું લાગી રહ્યું છે તો લસણનો રસ અને ગારગળ પીવો.એવું કહેવામાં આવે છે કે ગળાના દુખાવાની સ્થિતિમાં લસણના રસને હળવા પાણી સાથે ભેળવીને પીવાથી રાહત મટે છે.માટે તમારે પણ આનું યોગ્ય સેવન કરવું.

– તમને જણાવી દઈએ કે લસણનો રસ વાળ માટે પણ અસરકારક માનવામાં આવે છે.જે લોકોને વાળની ઘણી સમસ્યાઓ છે તેવા લોકોએ લસણનો રસ પીવો જોઈએ.વાળ અને માથાની ચામડી પર લસણનો રસ લગાવવાથી પણ વાળ મજબુત થાય છે અને ખોડો પણ દૂર થવા લાગે છે.આ કરવા માટે એક બાઉલ લસણનો રસ વાળ અને મૂળમાં લગાવો.તેને સારી રીતે સુકાવા દો.જ્યારે તે સુકાઈ જાય છે,ત્યારે શેમ્પૂથી વાળ સાફ કરો.આ રસને અઠવાડિયામાં બેવાર વાળ પર લગાવો.તેનાથી ઘણા લાભ થતા જોવા મળશે.

– એવું કહેવામાં આવે છે કે લસણનો રસ પીવાથી લોહી પણ શુદ્ધ થવા લાગે છે.આટલું નહિ પરંતુ જયારે લોહી સારું બને છે ત્યારે ત્વચાના કેટલાક રોગો પણ થતા નથી.જો તમને પિમ્પલ્સનીં સમસ્યા છે તો લસણનો રસ તેના પર લગાવી શકાય છે.આ રસને પિમ્પલ્સ પર લગાવવાથી તેઓ જલ્દી સુકાઈ જાય છે.પરંતુ ધ્યાનમાં રહે કે લસણને ત્વચા પર લાંબા સમય સુધી ન મુકો,પણ એક મિનિટ પછી તેને પાણીથી સાફ કરો.

– એવું કહેવામાં આવે છે કે હોર્મોન્સને સંતુલિત કરવા માટે ખાસ કરીને સ્ત્રીઓએ અઠવાડિયામાં એકવાર લસણનો રસ પીવો જોઈએ.લસણનો રસ પીવાથી હોર્મોન્સમાં વધારો થવા લાગે છે.માટે તમે પણ આનું યોગ્ય સેવન કરી શકો છો.

– એવું કહેવામાં આવે છે કે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં લસણનો રસ ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે.આટલું જ નહિ પરંતુ આના રસના સેવનથી હૃદયને અનેક રોગોથી પણ રક્ષણ મળે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થાય છે.

આ બાબતો ધ્યાનમાં રાખો –

– તમને જણાવી દઈએ કે વધારે પ્રમાણમાં લસણનો રસ ન પીવો જોઈએ.કારણ કે તે નુકશાન પણ કરી શકે છે.એવું કહેવામાં આવે છે કે લસણનો રસ એક ચમચી કરતા વધારે પીવાથી ઉલટી થઈ શકે છે.માટે શક્ય હોય તેમ ઘણી ઓછી માત્રમાં તેનું સેવન કરવું.અને આ રસ પીતાની સાથે પાણી જરૂર પીવું.આ ઉપરાંત ઘણા સુકાઈ ગયેલા જુના લસણનો ઉપયોગ ન કરવો.

– તમને જણાવી દઈએ કે લસણ ઘણું ગરમ માનવામાં આવે છે,તેથી જે લોકોને શરીરમાં વધારે ગરમી છે.તેઓએ આનું સેવન ન કરવું વધારે સારું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *