કોરોનાને હરાવ્યા બાદ જયેશ ભાઈએ કર્યું કંઇક એવું કે જેને જાણીને તમે પણ કહેશો વાહ………

Gujarat

હાલમાં દેશમાં કોરોનાની મહામારી વધારે વકરી રહી છે.આવી સ્થિતિમાં ઘણા હજારો લોકો રોજ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો રોજ પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે જે લોકોની આર્થિક સ્થિતિ વધારે નબળી હોય છે તે મોટાભાગે સરકારી હોસ્પિટલોનો સહારો લે છે.

પરંતુ જે લોકોની આર્થિક સ્થિતિ વધારે મજબુત એટલે કે પૈસાની બાબતમાં ઘણા સુખી અને સમૃદ્ધ જે લોકો હોય છે તે કોરોના જેવી સ્થિતિ હોય કે અન્ય કોઈ માંદગી હોય છે.પરંતુ તે પહેલા સરકારીના બદલે ખાનગી હોસ્પિટલોનો વધારે પસંદ કરતા હોય છે,કારણ કે આવી ખાનગી હોસ્પિટલોમાં દરેક સુવિધાઓ પણ મળી રહેતી હોય છે.એવું તે માનતા હોય છે.

તમને જણાવી દઈએ કે હાલના સમયમાં હવે સરકારી હોસ્પિટલોમાં પણ ઘણા સુધારા થઇ ગયા છે.સારી સારવાર,સહકારપૂર્ણ મેડિકલ સ્ટાફ અને સ્વચ્છતાના માહોલના મુદ્દે હવે સોલા સિવિલ હોસ્પિટલ પણ લોકોની પ્રથમ પસંદગી બની રહી છે.ભલે આ ખાનગી નથી,પરંતુ તેની સુવિધા ઘણી વિશાળ થઇ રહી છે.તમને જણાવી દઈએ કે અમદાવાદમા રહેનાર અને કેન્દ્ર સરકારના એક વિભાગમાંથી સ્વૈચ્છીક રીતે નિવૃત્ત થયેલા સિનિયર સીટીઝન અધિકારી જયેશભાઈ દેસાઇને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.

આવી સ્થિતિમાં પોતે RT_PCR કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જયારે આવી સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં જ તેમની બંદવાઓ ચાલતી હતી.પરંતુ તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના હેલ્થ સ્કીમના લાભાર્થી હોવાથી તેઓને હેલ્થ સ્કીમનો લાભ મળતો હોવાથી બધી દરેક ખાનગી હોસ્પિટલે તેમને દાખલ કરવાની ના પાડી હતી.આવી સ્થિતિમાં તેઓ અને તેમની પત્ની સિવિલ હોસ્પિટલમા ગયા હતા.

જયારે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેમની સ્થિતિ સારી થઇ હતી.જેથી તેમને હોમ આઇશોલેશનમા રહેવા માટે જણાવ્યું હતું.પરંતુ બે દિવસ પછી જયેશભાઈનું ઓક્સિજન લેવલ ઘટવા લાગતા તેમના મિત્ર સાથે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા.તેમની તબિયત વધારે ખરાબ હોવાથી સિવિલના ડોકટરોએ તાત્કાલિક સારવાર પણ ચાલુ કરી હતી.

આશરે 15 દિવસ સુધી સતત સારવારમા તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.અને આખરે ઘેર જવાની રજા મળી હતી.એવું કહેવામાં આવે છે કે પૈસાની બાબતમાં સુખી અને સમૃદ્ધ હોવા છતાં તેમણે ખાનગી હોસ્પિટલોને અવગણીને સિવિલ હોસ્પિટલની સારવાર લીધી હતી.જયારે સોલા સિવિલ હોસ્પિટલ પમ તેમના આ ભરોસા પર ખરી ઉતરી હતી.

આજે હવે તેઓ ખુબ સ્વથ્ય થઇ ગયા છે.જયેશભાઈનું કહેવું છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં તમામ ડોકટરો અને સ્ટાફ દર્દીઓની ખુબ સારી સંભાળ રાખે છે.રાત-દિવસ જોયા વિના તેઓ અહી સતત કાર્યરત છે.તેઓ હમેંશા એવું જ કહે છે કે દરેક દર્દી સાજા થઈને અહીંથી ઘરે જાય છે.આવી સ્થિતિમાં તેઓ સોલા સિવિલના ઋણસ્વીકારરૂપે આ દાન આપવાનો નિર્ણય લીધો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોત તો તેમને ઘણું બીલ ચુકવવું પડ્યું હોત,પરંતુ અહી નિ:શુલ્ક અને ખુબ જ સારી સારવાર મળી હતી.આવી સ્થિતિમાં તે સરકારી હોસ્પિટલ મોટી રકમ આપી હતી.જયારે ગુજરાતની સંવેદનશીલ સરકારના નિર્ણાયક નેતૃત્વમાં સોલા સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રમાં ઘણી આગળ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *