કોરોના મહામારીમાં શા માટે લોકો વધુમાં વધુ પીવે છે નારીયેલ પાણી,તેના ફાયદા જાણીને તમે પણ આજથી જ શરૂ કરશો પીવાનું ……..

Health

દેશભરમાં કોરોના મહામારીનું ભયાનક સંકટ જોવા મળી રહ્યું છે.તે દિવસે દિવસે વધારે વધતું હોય તેવું લાગી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોરોનાની બીજી લહેર પહેલા કરતા ઘણી ગંભીર સાબિત થઇ રહી છે.દિવસે દિવસે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધારો થઇ રહ્યો છે,જયારે હજારો લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.

હાલની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે લોકો હવે પોતાના ઘરોમાં પૂરાઈ ગયા છે.આટલું જ નહિ પરંતુ એક ડરનું વાતાવરણ ઉભી થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.આવી ગંભીર સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના બચાવ માટે કોઈને કોઈ ઉપાય કરતો રહે છે.જયારે બીજી બાજુ આરોગ્ય વિભાગ મુજબ કેટલાક સલાહ સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસથી બચવા માટે મોટાભાગના લોકો ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરી રહ્યા છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત રાખે છે.તમને જણાવી દઈએ કે આ દરમિયાન નાળિયેર પાણીની માંગમાં ઘણો વધારો થતો જોવા મળી રહો છે.નાળિયેર પાણીની વધતી માંગને કારણે તેના ભાવમાં પણ ઘણો વધારો થયો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલના દિવસોમાં સારું નાળિયેર પાણી આશરે 70 થી 80 રૂપિયામાં મળી રહ્યું છે.જયારે એવું કહેવામાં આવી રહ્યું છે કે નાળિયેર પાણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.આટલું જ નહીં જે લોકો ઘરના એકાંતમાં સારવાર લઈ રહ્યા છે, તેઓ પણ ચેપથી ઝડપથી રિકવરી માટે નાળિયેર પાણીનું સેવન કરી રહ્યા છે.

જયારે કોરોનાની આ ગંભીર સ્થિતિમાં આવી વધતી માંગને લઈને ઘણા સવાલો પણ ઉભા થતા રહે છે.શું નાળિયેર પાણી કોરોનાથી બચાવવામાં મદદ કરી શકે છે?તમને જણાવી દઈએ કે નાળિયેર પાણીમાં કોલેસ્ટરોલ અને ચરબી હોતી નથી.કેલ્શિયમ,મેગ્નેશિયમ,વિટામિન સી,ફોસ્ફરસ,પોટેશિયમ અને સોડિયમ ઉપરાંત,તેમાં પુષ્કળ એન્ટીઓકિસડન્ટો મળી આવે છે,જે આપણા શરીરને શક્તિ આપવા માટે કાર્ય કરે છે.

માટે ચોક્કસ રીતે એવું કોઈ જાણવા મળ્યું નથી કે નાળિયેર પાણીથી કોરોના સામે રક્ષણ મળે છે,પરંતુ ચોક્કસ રીતે શરીરમાં એક સારી ઉર્જા જવાઈ રહે છે,જે આપણને ઘણા લાભ આપી શકે છે.જયારે બીજી બાજુ વધતી ગરમીમાં આનું પાણી પીવું વધારે સારું માનવામાં આવે છે.તો જાણો નાળિયેર પાણીના અન્ય કેટલાક ફાયદાઓ…

– જો તમે નાળિયેર પાણીનું સેવન કરો છો,તો તે શારીરિક નબળાઇ અને થાકને દૂર કરે છે કારણ કે નાળિયેર પાણીમાં સારી માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ જોવા મળે છે.જો કોઈ વ્યક્તિ કોરોનાથી પીડિત છે, તો ચેપમાંથી સ્વસ્થ થયા પછી પણ શરીરમાં નબળાઇ અનુભવાય છે.આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીવાથી શરીરમાં ઉર્જા આવે છે.અને ઘણા બીજા પણ લાભ થાય છે.

– એવું કહેવામાં આવે છે કે નાળિયેર પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એક નાળિયેર પાણીમાં 600 મિલિગ્રામ પોટેશિયમ હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.એટલું જ નહીં ઘણી રીતે ચેપનું જોખમ પણ ઘટાડી શકે છે.

– જો તમે પણ આવી સ્થિતિમાં નાળિયેર પાણીનું સેવન કરી રહ્યા છો તો તે તમારી પાચક શક્તિને વધારે સારી બનાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પાચક શક્તિ વધારે સારી હશે તો પેટમાં બળતરા અલ્સર અને આંતરડાની પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ ઉભી થશે નહિ.માટે નાળિયેર પાણી પીવું જોઈએ.

– એવું કહેવામાં આવે છે કે બ્લડપ્રેશરથી પીડિત લોકોએ નાળિયેર પાણી લેવું જોઇએ.તમને જણાવી દઈએ કે પોટેશિયમની માત્રા નાળિયેર પાણીમાં જોવા મળે છે,જેના કારણે બ્લડ પ્રેશર તેનું સેવન કર્યા પછી સામાન્ય થઈ જાય છે.આવી સ્થિતિમાં વધારે પ્રમાણમાં નાળિયેર પાણીનો વપરાશ પણ ન કરવો જોઈએ.નહિ તો ફાયદા થવાને બદલે અમુક નુકશાન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *