ક્યારેક અંબાણીના લગ્નોમાં ખાવાનું આપતી હતી આ યુવતી હવે બની ગઈ છે બોલીવૂડની મોટી અભિનેત્રી….

Boliwood

ભારતના સૌથી ધનિક પરિવારની વાત કરવામાં આવે તો તેમાં પહેલું નામ મુકેશ અંબાણી પરિવારનું સામેલ થાય છે.દરેક વ્યક્તિ જાણે છે કે મુકેશ અંબાણી હાલમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાંથી એક છે,જયારે દેશના ધનિક લોકોની યાદીમાં તેમનું નામ પહેલા આવે છે.જયારે તેનો પરિવાર હમેશા પોતાના વૈભવી જીવન માટે જાણીતો રહ્યો છે.

અંબાણી પરિવાર પાસે આજે જેટલી સમૃધ્ધિ છે તેની કલ્પના સપનામાં પણ કરી શકાય તેમ નથી.તેમની ઓળખ દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમના પરિવાર સાથે આખું બોલિવૂડ જોડાયેલું છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર કેટલાક બોલીવૂડ સ્ટાર્સ તેમના પ્રસંગોમાં ત્યાં કામ કરતા પણ જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં આજે તમને એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જયારે અંબાણી પરિવારમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે આ અભિનેત્રીઓ મહેમાનોને લગ્નમાં જમવાની પીરસતી જોવા મળી હતી.જો તમે પણ નામ સાંભળો છો એકદમ આશ્ચર્ય થઇ શકો છો.આજના સમયમાં આ અભિનેત્રીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં આ અભિનેત્રીને બોલીવૂડમાં ડ્રામા ક્વીન તરીકે મોટી ઓળખ મળી છે.અને આજ નામથી તેમની લોકપ્રિયતા પણ રહેલી છે.તમને જે અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,તે રાખી સાવંત છે.એવું કહેવામાં આવે છે કે જયારે તે માત્ર 10 વર્ષની હતી, ત્યારે તેમને અનિલ અંબાણીના લગ્નમાં ભોજન પીરસવાનું કામ મળ્યું હતું.

દરેક વ્યક્તિ જાણે છે કે અનિલ અંબાણીએ બોલીવૂડની જાણીતી અભિનેત્રી ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે,પરંતુ તે પછી રાખી સાવંતને ખબર ન હતી કે તે મોટી થઈને પોતે અભિનેત્રી બની જશે.હવે જો જોવામાં આવે તો અભિનેત્રી રાખી સાવંત ફિલ્મોમાં વધારે નામ કમાઈ શકી નથી.તે હમેશા કોઈને કોઈ નાના પાત્રોમાં જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે રાખી સાવંતને તેની વાસ્તવિક ઓળખ ટીવી પરથી મળી છે,તેણીએ તેના બોયફ્રેન્ડ સાથે રિયાલિટી શો નચ બલિયેમાં ભાગ લીધો હતો,તે આ સિરિયલથી ખૂબ પ્રખ્યાત થઈ હતી.આ પછી તે બિગ બોસમાં પણ જોવા મળી હતી.જયારે બિગ બોસમાં ભાગ લીધો તે પછી તે ઘણા વિવાદોમાં આવી હતી.આ સાથે તે અચનાક વધારે જાણીતી થવા લાગી હતી.

કેટલાક મીડિયા રીપોર્ટ અનુશાર પોતાના સ્વયંવર વિશે એક શો કર્યો જેને દર્શકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.આવી જ રીતે જોવામાં આવે તો રાખી સાવંતને વધારે ઓળખ બોલિવૂડથી પ્રાપ્ત થઇ નથી.અભિનેત્રી રાખી સાવંતે એક શો દરમિયાન એવો પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે એક ફિલ્મમાં અભિનેતા ગોવિંદા સાથે કામ કરી રહી હતી ત્યારે તેને વધારે માન મળ્યું ન હતું.

કહ્સ કરીને રાખીના વર્તનને કારણે તેમના સંબંધો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી.આ સિવાય અભિનેત્રી રાખી સાવંત ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ પણ કરી ચુકી છે અને તે આઈટમ ગર્લ તરીકે પણ જાણીતી છે,જોકે હવે રાખી સાવંત એક લક્ઝુરિયસ બંગલામાં રહે છે અને તે કહે છે કે તેણે પોતાની મહેનત દ્વારા આ બધું પ્રાપ્ત કર્યું છે.આજે પણ ઘણીવાર સોસીયલ મીડિયા પર એક્ટીવ જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *