ક્યારેક અક્ષય કુમારની પત્નીના દીવાના હતા શહીદ કપૂર,જેના કારણે હોટલમાં કરતા હતા આવું કામ…….

Boliwood

હિન્દી સિનેમામાં અનેક સુપરસ્ટાર રહેલા છે જે પોતાના કામથી તો વધારે જાણીતા છે પરંતુ ઘણીવાર અંગત જીવને લઈને પણ ચર્ચામાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ તે ઘણીવાર પોતાના અંગત જીવન સાથે સંકળાયેલી અમુક બાબતો પણ જણાવતા હોય છે.આવી સ્થિતિમાં જો સુંદર અભિનેતા શાહિદ કપૂરની વાત કરવામાં આવે તો તે બોલિવૂડની અનેક હસ્તીઓ સાથે સંકળાયેલા રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડની ખૂબ જ સુંદર અને હોટ દેખાતી અભિનેત્રી કરીના કપૂર સાથે પણ પ્રેમ સબંધો ધરાવતા હતા.આટલુજ નહિ પરંતુ આ બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.જયારે તેમના પ્રેમની ચર્ચાઓ બોલીવૂડમાં ઘણી જાણીતી રહી છે.એવું કહેવામાં આવે છે કે બંનેએ ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી હતી,પરંતુ જીવનમાં એકસાથે રહી શક્યાં ન હતા.

જયારે આ અભિનેત્રીથી તે દૂર થવા લાગ્યા તે પછી તેમનું નામ બોલીવૂડની હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે પણ શાહિદનું નામજોડાયેલું જોવા મળ્યું હતું.કેટલાક અહેવાલો મુજબ તો એવું પણ કહેવામાં આવતું હતું કે તે ઘણા ટૂંક સમયમાં એકબીજાના બની શકે છે,પરંતુ તેમનો પ્રેમ પણ વધારે સમય ટક્યો ન હતો.

તમને જણાવી દઈએ કે, હાલમાં શાહિદ કપૂર પરિણીત છે.આટલું જ નહી પરંતુ હાલમાં તે બે બાળકોનો પિતા પણ બની ચુક્યા છે.તે પોતાના પરિવાર સાથે હવે સારું જીવન પસાર કરી રહ્યા છે.પરંતુ એક એવો સમય જયારે તે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની મોટી પુત્રી ટ્વિંકલ ખન્નાને પણ પ્રેમ કરવા લાગી ગયા હતા.

તે હમેશા ટ્વિંકલના જ સપના પણ જોતા હતા.એવું પણ કહેવાય છે કે શાહિદ કપૂરે પણ ટ્વિંકલ ખન્નાને ફોલો કર્યો હતો.જયારે આ દરેક બાબત પોતે શાહિદએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી.જેમાં જણાવ્યું હતું કે ટીન એજમાં તે એક મિત્ર સાથે હોટલ સ્વીમીંગ પૂલ પાસે ટ્વિંકલ ખન્નાને ફોલો કરતો હતો.

જયારે તે સમયે ટ્વિંકલ ખન્ના તેની ફિલ્મ હિસ્ટ્રીનું શૂટિંગ કરી રહી હતી.જેમાં શાહિદની માતા નીલિમા અઝીમ પણ કામ કરી રહી હતી.શાહિદે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તે સમયે ટ્વિંકલ માટે ઘણો પાગલ બન્યો હતો.પરંતુ તે તેમને મેળવી શક્યા ન હતા.આ પછી પોતે 2015 માં મીરા રાજપૂત સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

તમને જણાવી દઈએ તેમની પત્ની પોતાનાથી 14 વર્ષ નાની છે.લગ્ન દરમિયાન મીરા માત્ર 21 વર્ષની હતી જ્યારે શાહિદ 35 વર્ષનો હતો.બંને એક સાથે આજે સુખી જીવન જીવી રહ્યા છે.જયારે ટ્વિંકલ ખન્ના વિશે વાત કરવામાં આવે તો ટ્વિંકલે 1995 ની ફિલ્મ ‘બરસાત’થી તેની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.જયારે 2001 માં અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

શાહિદ કપૂર લગભગ 2 દાયકાથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યો છે.આ અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે વર્ષ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંઘ તેમના જીવનની સૌથી મોટી સફળતા રહી છે.જયારે આ ફિલ્મ પછી તે જોવા મળ્યા નથી.પરંતુ કેટલાક અહેવાલો મુજબ તે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ‘જર્સી’માં જોવા મળી શકે છે.જયારે આ ફિલ્મ તેલુગુ ફિલ્મની રિમેક હોય એવું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *