ખુબ જ આલીશાન ઘરમાં રહે છે અભિષેક બચ્ચન અને એશ્વર્યા,બંગલાની કીમત જાણીને તમે પણ ચોકી જશો……

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાની ફિલ્મો કરતા વૈભવી જીવન માટે વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા પોતાના પરિવાર સાથે કોઈને કોઈ સ્થાને ફરવા જતા પણ જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો બોલિવૂડના જાણીતા અને સમૃદ્ધ પરિવારોની વાત કરવામાં આવે તો તેમાં બોલીવૂડના અમિતાભ બચ્ચનનો પરિવારનું નામ પહેલા નામે જોવા મળે છે.

આ બોલીવૂડનો એક એવો પરિવાર છે જે હમેશા પોતાના સારા કામની સાથે સાથે પોતાના વૈભવી જીવન માટે પણ જાણીતો રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ પરિવારમાં અમિતાભ અને તેમની પત્ની જયા બચ્ચન છે,જયારે તેમની પુત્રવધુ એશ્વર્યા અને તેમનો પતિ અભિષેક બચ્ચન છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા અભિષેક બચ્ચન પિતા જેવી વધારે ફિલ્મી સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી.

પરંતુ તે હમેશા વૈભવી જીવન માટે ચર્ચામાં ચોક્કસ રીતે જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે આ પરિવાર આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં આજે તમને અભિષેક બચ્ચન મારફતે બુક કરાયેલા લક્ઝરી એપાર્ટમેન્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.એવું કહેવામાં આવે છે કે અભિષેકે આ એપાર્ટમેન્ટ પોતાની પત્ની એશ્વર્યા અને પોતાની પુત્રી માટે બુક કરાવ્યો છે.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ નવા ઘરની કિંમત લગભગ 21 કરોડ રૂપિયા છે.જેમાં દરેક સુખ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે તેમનું આ નવું ઘર આશરે 5500 ચોરસ ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલું છે.જયારે આ બાંદ્રા કુર્લા સંકુલના એક વિસ્તારમાં આવેલું છે.જે એક વૈભવી હોટલ જેવું લાગી રહ્યું છે.

આ વૈભવી ફ્લેટની વાત કરવામાં આવે તો તેની સુંદરતા અંદરથી ઘણી અલગ છે.આ વૈભવી એપાર્ટમેન્ટના આંતરિક ભાગો વિશે વાત કરવામાં આવે તો તે એક સામાન્ય ઘર કરતા પણ વધારે સારી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઘરમાં નજર કરવામાં આવે તો તેમાં એક આરામદાયક સોફા રાખ્યો છે અને તે જ સમયે ઘરની લગભગ દરેક દિવાલ સુંદર ચિત્રોથી સજ્જ છે.

એવું કહેવામાં આવે છે કે આ ઘરમાં એક સ્વીમિંગ પૂલ પણ છે જે એકદમ મોટો છે.આ સિવાય આ એપાર્ટમેન્ટમાં ત્રણ બેડરૂમ છે અને આ બેડરૂમમાં આરામ માટે ખાસ સુવિધાઓ પણ રહેલી છે.જયારે ઘરના દરેક ખૂણાને સુંદર લાઇટ્સથી શણગારવામાં આવી છે,જે ઘરને સુંદરતા અને શાહી દેખાવમાં વધારો કરે છે.

આખા મકાનમાં ટકાઉ લાકડાનું ફ્લોરિંગ પણ જોવા મળી રહ્યું છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે એશ્વર્યા અને અભિષેકે પણ આ ઘરની રચના કરવામાં પોતાનાં પ્રયત્નો કર્યા છે.એપાર્ટમેન્ટને પોતાના પ્રમાણે જ કસ્ટમાઇઝ કર્યું છે.આ નવું ઘરતો હાલમાં તેમની પાસે છે,પરંતુ તે વર્ષોથી પોતાની પત્ની સાથે પિતા સાથે એક બંગલામાં રહે છે.

ઘણીવાર કેટલાક સવાલો પણ અભિષેકને પૂછવામાં આવ્યા હતા.પરંતુ તે એવું જણાવી રહ્યા છે કે હાલમાં તે પોતાના માતાપિતા સાથે રહેવું વધારે પસંદ કરે છે.કારણ કે એક સાથે રહેવાથી આખા પરિવાની ખુશી મળે છે.ભલે આજે તેમની પસે એક નવું મકાન છે,પરંતુ તે પરિવાર સાથે ‘જલસા’માં રહેવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *