ખુબ જ આલીશાન છે રીતેશ દેશમુખનો આલીશાન બંગલો,અંદરથી દેખાય છે આવો…

Boliwood

બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જે હમેશા પોતાના અનોખા અભિનય માટે વધારે લોકપ્રિય થયા છે.આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે.જે આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં જો રિતેશ દેશમુખની વાત કરવામાં આવે તો તે મોટેભાગે ફિલ્મોમાં કોમેડી કરતા વધારે જોવા મળતા હોય છે.

રિતેશ દેશમુખ એક એવો અભિનેતા છે જે હમેશા કોઈને કોઈ અગલ ભૂમિકામાં જોવા મળતો હોય છે,જયારે તેમની પત્ની જેનીલિયા ડિસુઝાની વાત કરવામાં આવે તો તે પોતાના પતિ રિતેશ દેશમુખ સાથે હમેશા સોસીયલ મીડિયા પર જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આ બંનેની જોડી ફિલ્મ જગતની એક લોકપ્રિય જોડી માનવામાં આવે છે.

રિતેશ દેશમુખ અને જેનીલિયાની જોડીને લોકો આજે પણ ખુબ પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝા મુંબઇના જુહુ વિસ્તારમાં તેમના પરિવાર સાથે રહે છે.જયારે તે જે ઘરમાં રહે છે તે એક ભવ્ય મહેલ જેવો છે.ઘણા ઓછા લોકો તેમના ઘર વિશે જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે રિતેશ અને જેનીલિયાનો આ લક્ઝુરિયસ બંગલો સફેદ રંગમાં રંગાયો છે.

જયારે ઘરનો મુખ્ય દરવાજો પેસ્ટલ સફેદ રંગનો છે,જેના પર કોતરકામનું કામ જોવા મળી રહ્યું છે.ઘરની ડિઝાઇન દેખાવમાં ઘણો વધારો કરે છે.ખાસ કરીને આ ઘરમાં શાહી દાદર પણ રહેલો છે.જે બંને બાજુથી ખુલ્લી છે.આ દંપતી ઘણીવાર આ સ્થાન પર તેમના કેટલાક ફોટાઓ શૂટ કરતા હોય તેવું જોવા મળતું હોય છે.

આ તસવીરમાં તમે પણ જોઇ શકો છો કે કોઈ તહેવારના સમયે રિતેશ તેના બંને પુત્રો સાથે સીડી પર જોવા મળી રહ્યો છે.જયારે આ રીતેશ અને જેનીલિયાના ઘરનું આંતરિક દૃશ્ય છે.ઘરની સીડી પર બેઠેલી જેનીલિયા એક ફોટા માટે પોઝ આપી રહી છે.જે ઘણી જ સુંદર પણ દેખાઈ રહી છે. પાછળના ભાગમાં જેનીલિયાના દિવંગત સસરા અને રીતેશના પિતા વિલાસરાવ દેશમુખની તસ્વીર પણ જોવા મળી રહી છે.

જયારે આ તસવીરમાં રિતેશની માતા,તેના બે પુત્રો,જેનીલિયા અને રિતેશ તેમના પિતાની તસવીર સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતાનું ઘર એક મહેલ જેવું લાગે છે.જેમાં દરેક સુવિધાઓ રહેલી છે.જે પોતે આનંદ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે રિતેશના ઘરે એક મોટું અને લક્ઝુરિયસ લિવિંગ રૂમ પણ રહેલું છે.

ઘરના આ વિસ્તારમાં ગ્રે સોફા ફીટ કરવામાં આવ્યાછે.અને ઘરની દિવાલોને બ્રાઉન કલરથી શણગારવામાં આવી છે.જયારે આ દિવાલો પર સુંદર કેટલાક ચિત્રો પણ રહેલા છે.ઘરની અંદરની દરેક વસ્તુ ખૂબ જ વૈભવી અને આકર્ષક દેખાઈ રહી છે.આટલું જ નહિ પરંતુ તે ઘણી કીમતી હોય તેવુ પણ જોવા મળી રહ્યું છે.તેમના આ ઘરની સુંદરતા જોઇને ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે.

તમને જણાવી દઈએ કે રિતેશ અને જેનીલિયાના ઘરે પાલતુ કૂતરા પણ રહેલા છે.જે ખાસ કરીને આખા ઘરમાં મસ્તી કરતા જોવા મળતા હોય છે.જયારે જેનીલિયા તેમના કૂતરાઓ સાથે વધારે મસ્તી કરતી પણ જોવા મળતી હોય છે.ખાસ કરીને તેમના આ ઘરમાં લાઇટિંગનું કામ વધારે જોવા મળી રહ્યું છે.જે સુંદરતામાં ઘણો વધારો કરી રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રિતેશ અને જેનીલિયાની મુલાકાત થઇ હતી.જે પછી તે ધીરે ધીરે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.આ પછી બેંન પ્રેમમાં પડી ગયા હતા.આખરે તેમનો પ્રેમ 2012 માં લગ્ન જીવનમાં ફ્ર્વાઈ ગયો હતો.તમને જણાવી દઈએ કે રિતેશ તેની પત્ની કરતા લગભગ 9 વર્ષ મોટો હિવાનું કહેવાય છે.પરંતુ તેમનો પ્રેમ આજે પણ એકસરખો જોવા મળી રહ્યો છે.જે હમેશા પોતાના બે પુત્રો સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *