ખુબ જ આલીશાન છે સૈફ અલીખાનનું પટોડી હાઉસ,અંદરના દ્રશ્યો જોઇને આંખો થઇ જશે પહોળી……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક બોલીવૂડ સ્ટાર્સ એક વૈભવી જીવન જીવતા હોય છે,તેમની પાસે દરેક સુખ સુવિધાઓ હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસે રહેલા ભવ્ય બંગલાઓ અન્ય લોકો કરતા ઘણા વિશાળ તો હોય છે,પરંતુ ઘણા કીમતી પણ હોય છે.આવી સ્થિતિમાં એવું કહી શકાય છે કે આ દરેક બાબતનો વિચાર કરવો સામાન્ય વ્યક્તિ માટે સપના બરાબર છે.

આવી જ રીતે જો બોલીવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાનની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં તો ઘણા સફળ રહ્યા છે,પરંતુ તેમની લોકપ્રિયતા ફિલ્મો ઉપરાંત વૈભવી જીવન માટે પણ વધારે રહી છે.તમને જણાવી દઈએ કે તે નવાબ મન્સૂર અલી ખાનનો પુત્ર છે.જયારે તેણે ત્રીજી વખત કપૂર પરિવારની પુત્રી કરીના કપૂર સાથે લગ્ન જીવનમાં જોડાયો છે.

જયારે સોહા અલી ખાનની વાત કરવામાં આવે તો તે સૈફની બહેન છે,જયારે અભિનેતા કુણાલ ખેમુ સાથે તેમના લગ્ન થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે સૈફ અલી ખાન તેના પરિવારના 10 મા નવાબ માનવામાં આવે છે.જયારે સૈફ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તો છે,પરંતુ આશરે 2010 માં તેમને ‘પદ્મશ્રી’ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનનો પટૌડી પેલેસ ઇબ્રાહિમ કોળી તરીકે પણ ઓળખાય છે.તે દેશમાં હરિયાણા રાજ્યમાં પટૌડીના નવાબનો ભૂતપૂર્વ મહેલ છે.પટૌડી રાજવંશના 8 મા નવાબ ઇફ્તીખાર અલી ખાનની વિનંતીથી રોબર્ટ ટૂ રસેલ દ્વારા આ મહેલની રચના શાહી દિલ્હીની વસાહતી હવેલીઓની શૈલીમાં કરવામાં આવી હતી.

જયારે તેની સંપૂર્ણ ડિઝાઇન ઓસ્ટ્રિયન આર્કિટેક્ટ કાર્લ મોલ્ટ વોન હેઇન્ઝ દ્વારા કરવામાં આવી હતી. અહીં ઘણી હિન્દી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.અભિનેતા સૈફ અલી ખાન દ્વારા અહીં 2014 માં નીમરાના હોટલ બનાવવામાં આવી હતી,પરંતુ 2015 પછી તેને નવીનીકરણ માટે બંધ કરાઈ હતી.જયારે આ મહેલ ઘણી સુંદરતા ધરાવે છે.

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનનો પટૌડી પેલેસ ગુરગાંવથી 26 કિમી દૂર અરવલ્લી હિલ્સ પર સ્થિત છે.જયારે પટૌડી એ તહસીલ આહિરવાલનો એક ભાગ છે.પટૌડીએ પટૌડી રાજ્યનું બેઠક હતું જે પટૌડીના નવાબો દ્વારા શાસન કરતું હતું.આજે અહી ઘણા લોકો આ મહેલને જોવા મળે આવતા હોય છે.

પટૌડી પરિવારના હાલના નવાબ સૈફ અલી ખાનના નામે એક વિશાળ સંપત્તિ મળી આવી છે.એવું કહેવામાં આવે છે કે આ મહેલ અને કેટલીક અન્ય કૌટુંબિક સંપત્તિની સામૂહિક કિંમત 750 કરોડ રૂપિયા છે.મન્સૂર અલી ખાન પટૌડીએ પોતાની સંપત્તિનો મોટોભાગ તેમના એકમાત્ર પુત્ર સૈફ માટે છોડી દીધો છે.

એવું કહેવામાં આવે છે કે વર્ષ 2011 માં મન્સૂર અલીની અવસાન બાદ સૈફને પટૌડી પરિવારનો દસમો નવાબ જાહેર કરવામાં આવ્યો હતો.પરંતુ હાલમાં સરકાર દ્વારા રાજાશાહી પ્રથાને નાબૂદ કરવામાં આવી છે.સૈફના દાદા ઇફ્તીકાર અલી ખાન પટૌડી પરિવારના આઠમા નવાબ હતા.ક્રિકેટર તરીકે ઇફ્તિખાર ઇંગ્લેન્ડ તરફથી રમતા જોવા મળ્યા હતા.

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડ સ્ટાર કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરે લગ્ન કરી લીધા છે જયારે હાલમાં બે બાળકોના માતાપિતા પણ બની ગયા છે.એવું કહેવામાં આવે છે કે સૈફ અને કરીનાના દીકરાઓ હવે પટૌડી પરિવારનો આગલો નવાબ બની શકે છે.પરંતુ કેટલાક સરકારી વિવાદોને લીધે હાલમાં આ સંપતી પર કેટલાક કાનૂની કર્યો ચાલી રહ્યા છે.જેથી તેમની સંપતી તેમના પુત્રને નહિ મળે તેવું પણ અનેક બાબતો સામે આવી હતી.

ઘણા ઓછા લોકો જાણે છે કે ફિલ્મ વીર જારામાં ઝારા હયાત ખાનના ઘર તરીકે જે બતાવવામાં આવ્યું છે તે ખરેખર પટૌડી મહેલ છે.વીર જારાના સૌથી પ્રખ્યાત ગીત મેં યહં હૂંનું પટૌડી મહલમાં શુટિંગ પણ કરાયું હતું.જયારે આ જ ભવ્ય મહેલમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની રિસેપ્શન પણ થયું હતું.આજે એવું કહી શકાય છે કે જો બોલીવૂડમાં વધારે સંપતી કોઈની પાસે હોય તો તે માત્ર સૈફ અલી ખાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *