ખુબ જ ખુબસુરત લાગે છે રાજપાલ કુમારની પત્ની,ફક્ત 10 જ દિવસમાં થઇ ગયો હતો એક બીજાને પ્રેમ પછી……….

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા પણ કલાકારો છે જે હમેશા લોકોને હાસ્ય પૂરું પાડવાનું કામ છે.આટલું જ નહિ પરંતુ પોતાના આવા અનોખા અભિનયથી લાખો લોકોના દિલમાં પોતાનું સ્થાન પણ મેળવી ચુક્યા છે.જયારે ઘણા કલાકારો આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.આજે તમને આવા જ એક હાસ્ય કલાકાર રાજપાલ યાદવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.જેમ કે ચુપ ચુપ કે, હંગામા જેવી ફિલ્મોમાં તો ઘણો અનોખો તેમનો અભિનય જોવા મળ્યો હતો.રાજપાલ યાદવ હાલમાં આશરે 48 વર્ષના થઈ ગયા છે.પરંતુ તેમનો અભિનય આજે પણ ઘણો દમદાર જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ 1999 માં આવેલી ફિલ્મ ‘મસ્ત’માં પ્રથમ કામ કર્યું હતું.

 

આ ફિલ્મ કર્યા પછી આ અભિનેતાએ બોલિવૂડની ઘણી નાની મોટી ફિલ્મોમાં અનેક રોલ કરીને પોતાની ફિલ્મી સફળ ચાલુ કરી હતી.આજે આ અભિનેતા બોલિવૂડમાં એક મોટા હાસ્ય કલાકાર તરીકે ઉભરી આવ્યા છે.રાજપાલ યાદવની ફિલ્મો અને તેની વ્યાવસાયિક જીવન ઘણા લોકો જાણતા હશે.પરંતુ આજે તમને તેમના અંગત જીવન વિષે થોડું જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવનો પણ એક પરિવાર છે.તેણે રાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.એવું કહેવામાં આવે છે કે રાધા રાજપાલ યાદવ કરતા 9 વર્ષ નાની છે.રાજપાલે પણ એક વખત આ મુદ્દે વાત કરી હતી.તેણે કહ્યું હતું કે લોકોને લાગે છે કે મારી પત્ની મારા કરતા ઘણી વધારે ઉંચી છે. પરંતુ સત્ય એ છે કે તેમના બંને વચ્ચે આશરે વધારે કોઈ તફાવત નથી.

રાજપાલ યાદવ ‘ધ હીરો ના શૂટિંગના સંબંધમાં કેનેડા ગયો હતો.તેનો એક મિત્ર પણ અહી સાથે હતો.આ સમયે આ મિત્રે રાધા સાથે પરિચય કરાવ્યો હતો.અને ત્યાં તે ઘણા ટૂંક સમયમાં જ બંને સારા મિત્રો બની ગયા હતા.એવું કહેવામાં આવે છે કે રાજપાલે તે સમયે રાધા સાથે કેનેડામાં આશરે 10 દિવસ જ વિતાવ્યા હતા.અને આવી સ્થિતિમાં તે એકબીજાને પ્રેમ કરવા લાગી ગયા હતા.

જયારે રાજપાલ ભારત પાછો આવ્યો ત્યારે પણ તેમનો પ્રેમ ઓછો થયો ન હતો.આ પાછી થોડા સમયમાં રાધા પણ મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.આશરે 2003 માં બંનેના લગ્ન પણ થઇ ગયા હતા.તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવને બે પુત્રી છે.એવું કહેવામાં આવે છે કે રાજપાલના આ બીજા લગ્ન થયા છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ પહેલા લગ્ન કરુણા નામની મહિલા સાથે કર્યા હતા,પરંતુ પુત્રીને જન્મ આપતી વખતે તેનું મોત નીપજ્યું હતું,આ રીતે રાજપાલને તેની પહેલી પત્ની જિકા નામની બીજી પુત્રી હતી.રાજપાલે વર્ષ 2017 માં તેમની પુત્રીના લગ્ન પણ કરી લીધા છે.ઘણીવાર રાજપાલ પોતાના પરિવાર સાથેના ઘણા ફોટાઓ સોસીયલ મીડિયા પર શેર કરતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *