ખુબ જ રોમેન્ટિક છે શાહિદ કપૂર અને મીરા રાજપૂતની પ્રેમ કહાની,પહેલી વાર આવી રીતે થઇ હતી મુલાકાત……………

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી જોડીઓ હોય છે જે લગ્ન પહેલા તો ચર્ચામાં ચોક્કસ રીતે રહે છે,પરંતુ લગ્ન પછી પણ અનેકવાર ચર્ચામાં આવતી રહે છે.આટલું જ નહિ પરંતુ આ જોડીઓ મોટા પડદે જોવા મળતી નથી,પરંતુ પોતાના વાસ્તવિક જીવનને લઈને વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા હોય છે.આવી જ રીતે જો બોલીવૂડના જાણીતા અભિનેતા શાહિદ કપૂરની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેતા છે.

શાહિદ કપૂરે ઘણી ફીટ ફિલ્મો આપીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.આ અભિનેતા પણ ઘણીવાર કેટલાક અફેરને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે આશરે 2015 માં લગ્ન કર્યા હતા.જયારે તેમના લગ્ન થયા ત્યારે તે ઘણા ચર્ચામાં જોવા મળ્યા હતા.

ચર્ચામાં રહેવાના અનેક કારણ સામે આવ્યા હતા,જેમાંથી એક કારણ એવું સામે આવ્યું હતું કે શાહિદ કપૂર સુપરસ્ટાર છે જયારે તે એક સામાન્ય છોકરી સાથે લગ્ન જીવનમાં જોડાયો છે.તેના ચાહકો માટે આ એક આશ્ચર્યજનક હતું.કારણ કે તેમના પ્રેમના કિસ્સો અન્ય અભિનેત્રીઓ સાથે જોવા મળ્યા હતા.અને લગ્ન કોઈ બીજા સાથે થયા હતા.

હાલમાં જોવામાં આવે તો આ જોડી બોલીવૂડની સુંદર જોડી માનવામાં આવે છે.આવી સ્થિતિમાં તેમના કેટલાક ચાહકો આ દંપતી સાથે જોડાયેલી અમુક બાબતો જાણવા માંગે છે.તમને જણાવી દઈએ કે એક મુલાકાતમાં શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથેની તેની પહેલી મુલાકાતની વાત જણાવી હતી.જેમાં એવું કહ્યું હતું કે જ્યારે તેઓ પહેલીવાર મીરા રાજપૂતને મળ્યા ત્યારે બંનેએ એકબીજા સાથે લગભગ 7 કલાક વાત કરી હતી.

આ મુલાકાતમાં એવું જાણવા મળ્યું કે મીરાંને બોલિવૂડ સ્ટાર અને તે કઈ રીતે જીવન જીવે છે તે જાણવામાં કોઈ જ રસ ન હતો.જયારે શાહિદએ મીરાને પોતાના જીવન વિષે જ જણાવ્યું હતું,પરંતુ પોતે એક ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મો સંબંધિત કંઈ પણ જણાવ્યું ન હતું,અને તે જાણવા પણ માંગી ન હતી.બસ તેમની આ આદત શાહિદને પસંદ આવી હતી.

શાહિદને આ પહેલી મીટિંગમાં ખબર પડી ગઈ હતી કે મારી તેના માટે પરફેક્ટ ગર્લ છે,જે તેના જીવનને વધુ ખાસ બનાવશે.આ પછી સાહીદ મીરાને પસંદ કરવા લાગ્યા હતા.તમને જણાવી દઈએ કે હાલમાં બંનેના લગ્નને 6 વર્ષ થવા આવી ગયા છે.જયારે તે બે બાળકોના માતા-પિતા પણ છે.તે પોતાનું ખુહાલ જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *