ખુબ જ સુંદર લાગે છે ગોવિંદાનો દીકરો,તેના સામે મોટા સુપરસ્ટારો પણ પડે છે ફીકા,આવી રીતે કરે છે કરોડોની કમાણી…….

Boliwood

બોલિવૂડ હમેશા અનેક સ્ટાર્સ અને તેમના પરિવારથી ઝગમગતું રહે છે.જયારે બોલિવૂડમાં એવા પણ પરિવારો છે જે એક પેઢી પછી બીજી પેઢી બોલીવૂડમાં જ જોઈડાયેલ જોવા મળે છે.એટલે કે ઘણા સ્ટાર્સના કિડ્સ પણ ફિલ્મી દુનિયામાં પોતાનું નામ ઉભું કરવા માંગે છે.આવી જ રીતે જાણીતા એવા અભિનેતા ગોવિંદાની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેતા માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે,જે તેમની પ્રતિભા માટે જાણીતા છે,પરંતુ ગોવિંદા જેવું આજ સુધી કોઈ સામે આવ્યું નથી.એવું કહેવામાં આવે છે કે બોલીવૂડ માટે એક્સપ્રેસનનો કિંગ છે.ગોવિંદાએ 80 અને 90 ના દાયકામાં અનેક ફિલ્મોમાં કામ કરીને લાખો લોકોનું દિલ જીતી લીધું હતું.અને આજે પણ તેમની લોકપ્રિયતા ઘણી ઉંચી છે.

તમને જણાવી દઈએ કે ગોવિંદા તેના 6 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે.બોલીવુડમાં તેઓને પ્રેમથી ‘ચી ચી’ કહે છે.બોલિવૂડમાં ગોવિંદા તેના બોલ્ડ અભિનય માટે જાણીતો રહ્યો છે.આટલું જ નહિ ખાસ કરીને ડાન્સ માટે તો તેમની ઘણી પ્રસંશા થતી જોવા મળી છે.આજે તમને ગોવિંદ નહીં પરંતુ તેમના પુત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અભિનેતા ગોવિંદાના પુત્રનું નામ યશવર્ધન આહુજા છે.તમને જણાવી દઈએ કે યશવર્ધન ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ લાગે છે.ગોવિંદા જલ્દીથી યશવર્ધનને બોલિવૂડમાં લોન્ચ કરવા જઇ રહ્યા છે. જેના માટે તે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.આથી જ ગોવિંદાએ યશને અભિનય અને દિગ્દર્શનની દરેક બાબત શીખવા માટે લંડન મોકલ્યો છે.

એવું કહેવામાં આવે છે કે યશ હજી ઉમરે ઘણો નાનો છે,તેથી ગોવિંદા ઇચ્છે છે કે તે અભિનયની દુનિયામાં જોડાતા પહેલા સહાયક દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં કામ કરે.તમને જણાવી દઈએ કે યશવર્ધન લંડનની મેટ સ્કૂલમાંથી એક્ટિંગનો કોર્સ કરી રહ્યો છે,યશવર્ધન આહુજા બોલિવૂડની ઘણી ઇવેન્ટ્સમાં પણ જોવા મળ્યો છે.

ગોવિંદાના પ્રશંસક પણ યશવર્ધનને ખૂબ જલ્દીથી બોલિવૂડમાં પ્રવેશ કરતો જોવા માંગે છે.તમને જણાવી દઈએ કે યશવર્ધન આહુજા પણ તેમના પિતાની જેમ ખ્યાતિ અને લોકોના હૃદયમાં સ્થાન બનાવવા માંગે છે.યશવર્ધન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે,તે એક પ્રખ્યાત ઇન્ટરનેટ સેલિબ્રિટી પણ છે.તેમના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર અપલોડ થતાંની સાથે જ વાયરલ થવા લાગે છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે કિક 2 મૂવીમાં યશ સહાયક નિર્દેશકની ભૂમિકા ભજવતા જોવા મળશે.જયારે હાલમાં યશવર્ધન આહુજા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળતો હોય છે.જયારે તેમની લોકપ્રિયતા પણ ઘણી વધી રહી છે.તેમના ચાહકો હવે તેમને મોટા પડદે જોવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *