ખુબ જ સુંદર લાગે છે રોબીન ઉથ્થપાની પત્ની,સુંદરતામાં બોલીવૂડની અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર………

Sport

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતાના અભિનયથી વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે તેવી જ રીતે કેટલાક ક્રિકેટર એવા પણ છે જે પોતાની રમતથી લોકોના દિલોમાં સ્થાન મેળવી ચુક્યા છે.આટલું જ નહિ પરંતુ હજારો લોકો તેમની રમતને પસંદ કરતા આવ્યા છે.આવી સ્થિતિમાં જો ખેલાડી નામ રોબિન ઉથપ્પાની વાત કરવામાં આવે તો તેમની લોકપ્રિયતા ઘણી વધી રહી છે.

તમને જણાવી દઈએ કે નામ રોબિન ઉથપ્પાએ ક્રિકેટની દુનિયામાં એક અલગ નામ ઉભું કર્યું છે.જેમણે પ્રથમ મેચમાં 86 રનની શાનદાર ઇનિંગ રમીને આંતરરાષ્ટ્રીય કારકીર્દિની શરૂઆત કરી હતી.આટલું જ નહિ પરંતુ 2007 માં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું ત્યારે રોબિન ઉથપ્પા ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ ભાગ પણ હતો.

પરંતુ આ એક એવા પબ ખેલાડી રહ્યા છે જે પોતે લાંબા સમય સુધી સારૂ પ્રદર્શન કરી શક્યા નથી.જેના કારણે તે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર જોવા મળ્યા છે.તમને જણાવી દઈએ કે આ ખેલાડી ભલે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી બન્યો,પરંતુ આઇપીએલમાં દર વર્ષે તેનું પ્રદર્શન કરીને લોકોને પોતાના બનાવે છે.

આજે તમને રોબિન ઉથપ્પા નહિ પરંતુ તેમની પત્ની વિશે થોડી બાબતો જણાવી રહ્યા છીએ,જે હમેશા તેમના ચાહકો જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે તેમની પત્ની સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.તે બોલિવૂડ અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે.દરેક વ્યક્તિ જાણે છે કે રોબિન ઉથપ્પાએ 2016 માં લગ્ન કર્યા હતા.

તેમની પત્નીનું નામ શીતલ ગૌતમ છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે.રોબિન ઉથપ્પા અને શીતલ લગ્ન પહેલા ઘણા સમયથી એકબીજાને જાણતા હતા અને બંને ખૂબ સારા મિત્રો પણ રહ્યા હતા.પરંતુ લાંબા સમય સાથે રહેવાથી તે એકબીજાને પ્રેમ કરવા લાગી ગયા હતા.અને થોડા વર્ષોમાં લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે આ બંનેના લગ્ન ખ્રિસ્તી રિવાજો સાથે થયા હતા.તમને જણાવી દઈએ કે શીતલ ટેનિસની શ્રેષ્ઠ ખેલાડી છે.બાળપણથી જ શીતલ ટેનિસ રમવાનું પસંદ કરે છે અને સ્થાનિક સ્તરે શીતલ ઘણી મેચ રમી છે.જયારે ખાસ કરીને જે દિવસે યુવરાજ અને હેઝલ કીચની સગાઈ થઈ,તે જ દિવસે રોબિન ઉથપ્પા અને શીતલની પણ સગાઈ થઈ હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો રોબિન ઉથપ્પાએ તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ખૂબ જ સંઘર્ષ કર્યો છે.પરંતુ તે ધીરે ધીરે સફળ સાબિત થયો હતો,જયારે એવું કહેવામાં આવે છે કે તેમની સફળતા પાછળ તેમની પત્નીએ ટેકો આપ્યો છે.આઈપીએલ દરમિયાન પણ રોબિન ઉથપ્પાની પત્ની સ્ટેડિયમમાં ઘણીવાર તેને પ્રોત્સાહિત કરતી જોવા મળી છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે રોબિન ઉથપ્પા પણ એક બાળકનો પિતા છે.જયારે રોબિન ઉથપ્પાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેના નવજાત બાળક અને પત્ની શીતલ સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો,જે ઘણો જ વાયરલ પણ થયો હતો.હાલમાં રોબિન ઉથપ્પા આઈપીએલમાં કોલકાતા તરફથી રમે છે:

આઈપીએલમાં તેમનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ ખેલાડીએ અત્યાર સુધીમાં 149 આઈપીએલ મેચોમાં 3778 રન બનાવ્યા છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો રોબિન ઉથપ્પાએ ટીમ ઈન્ડિયા તરફથી 46 વનડે મેચ રમી છે,જયારે હાલમાં તે ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાવા માટે પરસેવો રેડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *