ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર,હવામાન વિભાગે આ વર્ષે વરસાદને લઈને કરી મહત્વની આગાહી…………

Uncategorized

કોરોના મહામારીના કારણે આખા ભારતનો ખુબ જ ખરાબ હાલ થયો છે તેવામાં હવામાન વિભાગે એક મહત્વની આગાહી કરી છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. હવામાન વિભાગે મંગળવારે આગાહી કરી છે કે ઉત્તર અને દક્ષિણ ભારતમાં વર્ષ ૨૦૨૧નું નૈઋત્યનું ચોમાસું સામાન્ય જોવા મળશે જયારે મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થાય તેવી હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આ વર્ષે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર નૈઋત્યના ચોમાસા માટે બીજી લોન્ગ રેન્જ આગાહી કરવામાં આવી છે જેમાં ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાના જણાવ્યા અનુસાર વાવણીની સિઝન શરૂ કરવા માટે જૂન મહિનામાં ચોમાસું સામાન્ય જોવા મળશે.અને ૩ જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી સમભાવના છે.

હવામાન વિભાગે વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે દેશભરમાં સામાન્ય રહેશે.જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ૧૦૧ ટકા વરસાદ થવાની સંભાવના છે.

થોડા સમય પહેલા પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટે વરસાદને લઈને આગાહી કરી હતી જેમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને એલપીએના ૧૦૩ ટકા વરસાદ થાય તેવી આગાહી કરી હતી. આપણે જુના આંકડાઓ તરફ નજર કરીએ તો ૨૦૨૦માં એલપીએના ૧૦૯ ટકા જયારે ૨૦૧૯માં એલપીએના ૧૧૦ ટકા વરસાદ નોધાયો હતો.

આ વિસ્તારોમાં મહત્વની આગાહી

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ઓડિશાથી મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી પથરાયેલા કોર ઝોનમાં ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત હોય છે. આ વિસ્તારોમાં 106 ટકા વરસાદ થાય તેવી આગાહી કરી છે.આ વર્ષે ખેડૂતો માટે ખુબ જ સારો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *