ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર,હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડાના કારણે આ વખતે ચોમાસું બગડવાના એંધાણ,

Gujarat

હાલમાં કાળજાળ ગરમીનો સમય છે ત્યારે વાતાવરણમાં અનેક બદલાવ જોવા મળી રહ્યા છે.ઘણીવાર વાવાડોઝું ઉભું થતું જોવા મળી રહ્યું છે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું છેલ્લા અઠવાડિયેથી બંગાળની ખાડી અને આંદામાન-નિકોબારમાં ચાલુ થઇ ગયું છે.

આવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ એવી આગાહી કરતા જણાવે છે કે આ વર્ષે ચોમાસુ કેરળમાં સમય પહેલા જોવા મળી રહ્યું છે,તેનું કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનો ઉભા થઇ રહ્યા છે જેના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે.હાલમાં જોવામાં આવે તો બંગાળની ખાડીમાંથી યાસ નામનું વાવાઝોડું બાંગ્લાદેશ અને તેના આજુબાજુના વિસ્તારોમાં અસર કરી રહ્યું છે.

જયારે બીજી બાજુ વાતાવરણમાં અચાનક આવા થતા ફેરફાર જોઇને ખેડુતો હમણાથી જ ચિંતામાં આવી ગયા છે.કારણ કે ખરીફ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે.જો જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ પડે તો તેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર જોવા મળી શકે છે.જયારે મોટાભાગના કઠોળના પાક પણ વરસાદના પાણી પર આધાર રહેલા છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે કૃષિ વિભાગે સારા વરસાદની અપેક્ષા સાથે ગયા વર્ષની તુલનાએ વાવેતરમાં વધારો કરવાનું વિચાર્યું છે.જયારે હવામાન વિભાગનું એવું કહેવું છે કે ચોમાસાના પવનના વલણમાં ફેરફાર તેની ગતિને અસર કરી શકે છે.કેરળમાં ચોમાસું વહેલું પહોંચવાનો અર્થ એ નથી કે તેની સ્થિતિ અને દિશા આગળ પણ સારી રહેશે.

ચોમાસું જૂનના અંત સુધીમાં મધ્ય ભારતમાં જોવા મળશે.જે સામાન્ય કરતા બે અઠવાડિયા જલ્દી પણ જોવા મળી શકે છે અથવા મોડું પણ જોવા મળી શકે છે.એવું માનવામાં આવે છે કે આ વખતે દિલ્હીમાં ચોમાસું 11-16 જુલાઇના રોજ આવી શકે છે.જયારે દર વર્ષે સામાન્ય રીતે તે 1 જુલાઈ પછી ચોક્કસ રીતે જોવા મળતું હોય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ખેતી માટે પાણી ખૂબ મહત્વનું પરીબળ છે,જેમાં દેશના 40 ટકા ખેડૂતો આજે પણ વરસાદી પાણી પર આધાર રાખી રહ્યા છે.જેમાં પંજાબ,યુપી,હરિયાણા,બિહાર વગેરેમાં સિંચાઈના અન્ય વિકલ્પો છે,જેના કારણે ચોમાસાના વરસાદ પરની તેમની નિર્ભરતા ઓછી રહેલી છે.પરંતુ વધારે સમસ્યા એવા વિસ્તારોના ખેડૂતો માટે રહી છે જ્યાં સિંચાઈ માટે કોઈ સુવિધા નથી.જો ચોમાસું સમયગાળા પછી આવશે તો વાવેતરમાં નુકશાન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *