ખોવાયેલો દીકરો 14 વર્ષો બાદ ઘરે આવ્યો તો કમાઈને આવ્યો એટલા રૂપિયા કે જાણીને તમે પણ ચોકી જશો………

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે કોઈ મિત્ર હોય કે પરિવારનો કોઈ સભ્ય જયારે ઘણા વર્ષો પછી મળે છે ત્યારે તેને મળવાની ખુશી ઘણી અલગ હોય છે.આટલું જ નહિ પરંતુ ખાસ કરીને જયારે પોતાના જ ઘરનો કોઈ સભ્ય ઘણા વર્ષો પછી પાછો ઘરે આવે છે ત્યારે તે ખુશીની કોઈ મર્યાદા જોવા મળતી નથી.ઘરમાં અચાનક ખુશીનું વાતાવરણ ઉભું થઇ જાય છે.

આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણી અનોખી છે.આ ઘટના હરદોઈના સાંદી વિકાસ ગામ ફિરોઝપુરમાં બની છે.એવું જાણવા મળ્યું હતું કે એક કુટુંબમાં જ્યારે 14 વર્ષ પહેલાં પુત્ર ઘરમાંથી નીકળી ગયો હતો.તે પાછો આવ્યો હતો ત્યારે આખું કુટુંબ ખુશ ખુશ થઇ ગયું હતું.આટલું જ નહિ પરંતુ આ પરિવારમાં કોઈ તહેવારની ઉજવણી થતી હોય તેવું જોવા મળ્યું હતું.

તમને જે પરિવાર વિશે જણાવી રહ્યા છીએ તે ફિરોઝપુરમાં રહેતા સરજુ પરિવાર છે.એવું કહેવામાં આવે છે કે સરજુ એક ખેડૂત છે અને તેની પત્ની સીતા ગૃહિણી છે.એવું કહેવામાં આવે છે કે લગભગ 14 વર્ષ પહેલાં સરજુ અને સીતાનો એક દીકરો હતો જે ઘરમાંથી બહાર નીકળી ગયો હતો.એટલે કે ઘરેથી ઘણો દૂર ચાલી ગયો હતો.

જયારે તે ઘણા દિવસો સુધી પાછો આવ્યો ન હોવાથી તેમના માતાપિતા અને સબંધીઓએ પણ તેની ખૂબ શોધ કરી હતી,પરંતુ ગુમ થયેલ આ યુવક તેમને મળ્યો ન હતો.જયારે આ સમયે પરિવારની આર્થિક સ્થિતિ પણ વધારે ખરાબ હોવાથી વધારે શોધ કરી શક્યા ન હતા.અને આખરે તેઓ થાકીને બેસી ગયા હતા.

 

એવું કહેવામાં આવે છે કે આ યુવકના પિતા હમેશા સારો એવો વિચાર કરતા હતા.અને પોતે કોઈ મોટો વ્યક્તિ બની ગયો હશે તેવી ધારણા કરતા હતા.પરંતુ તેમનો આ વિચાર સારો નીકળ્યો હતો.તમને જણાવી દઈએ કે ઘણા અવરશો પછી તેમનો પુત્ર ઘરે પાછો આવ્યો હતો.જયારે તેનું નામ અને દેખાવ પણ બદલાઈ ગયો હતો.

પરંતુ તેમની માતા તેમને ઓળખી ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે તે પંજાબમાં આશરે 14 વર્ષ સુધી રહ્યો હતો.અને અહી રહીને કેટલીક ટ્રક પણ ખરીદી લીધી હતી.એકવાર તેમનો એક ટ્રક અકસ્માત સાથે મળ્યો તેથી તે પોતાની લક્ઝરી કારમાં જઈ રહ્યો હતો તે રસ્તામાં પોતાના ગામ આવ્યો ત્યારે તેને પહેલાની બધી વાત યાદ આવી ગઈ હતી.

 

એવું કહેવામાં આવે છે કે જયારે ઘરમાંથી ભાગી નીકળ્યો ત્યારે તે ઘણો નાનો હતો.આટલા વર્ષો પછી તેના પિતાનું નામ પણ યાદ ન હતું.પરંતુ તે તેના ગામમાં રહેતા એક વ્યક્તિનું નામ જરૂર જાણતો હતો.તે તેના ગામ પહોંચ્યો ત્યારે તે સીધો તે વ્યક્તિ પાસે ગયો.આ પછી તે વ્યક્તિ તેને તેના પરિવાર પાસે લઇ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ જયારે ઘરે આવ્યો ત્યારે તે ગુરુપ્રીત બની ગયો હતો અને તેનો ડ્રેસ અને જીવનશૈલી બધા સરદારોની જેમ જ બની ગઈ હતી.તેણે સરદારોની જેમ માથા પર પાઘડી પણ બાંધી રાખી હતી.આટલું જ નહિ પરંતુ પોતે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયો હતો.જયારે ઘરે આવેલો પુત્ર લગ્ન પણ કરી ચુક્યો છે તેવું જાણવા મળ્યું ત્યારે ઘરના બધા ખુશ થઈ ગયા હતા.

આ યુવક એવું પણ જણાવી રહ્યો છે જયારે ઘરમાંથી ઠપકો મળ્યો હતો,તો તે સમયે ઘરેથી બહાર નીકળી ગયો હતો.આ પછી તે એક ટ્રેનમાં બેસીને લુધિયાણામાં આવી ગયો હતો.અહી આવ્યા પછી તેઓ એક સરદારજીને મળ્યા હતા.આખરે તેમની મદદ એક સરદારજીએ કરી હતી.આ યુવાનને પોતાની પરિવહન કંપનીમાં કામ માટે રાખ્યો હતો.

આ સમયમાં તે ઘણા ઓછા સમયમાં તે ટ્રક ચલાવતાં પણ શીખી ગયો હતો.આ પછી સમય પસાર થતાની સાથે તેણે પોતાની ટ્રક પણ ખરીદી લીધી અને આજે તે પણ લક્ઝરી કારનો માલિક બની ગયો છે.હાલમાં આ યુવાક્કની ઉમર આશરે 26 વર્ષની છે.જયારે ઘરમાં પાછો આવેલો પુત્ર જોઇને માતા પિતા ઘણા ખુશ થઇ ગયા હતા.જયારે હવે આ યુવાન પણ પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *